SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ લાલત વિસર થી જE૭ રોજ તિસાર उच्यते यत्किञ्चिदेतत्, तत्तत्त्वापरिज्ञानात्, भावनमस्कारस्यापि उत्कर्षादिभेदोऽस्त्येवेति तत्त्वं, एवं च भावनमस्कारवतोऽपि' तथा तथोत्कर्षादिभावेनास्य तत्साधनायोगोऽसिद्धः, तदुत्कर्षस्य साध्यत्वेन तत्साधनत्वोपपत्तेरिति, ભાવાર્થ-ઉત્તરપક્ષ હે વાદિનું ! આ તમારું ભાવનમસ્કારના વિષયનું કથન, તત્ત્વજ્ઞાનનું પોગળ બતાવે છે. જુઓ! ભાવનમસ્કાર પણ ઉત્કર્ષ-અપકર્ષ વિગેરે ભેદ-પ્રકારવાળો છે. એજ ખરું તત્ત્વ છે, સાર છે, મર્મ છે, રહસ્ય કે હાર્દ છે. અર્થાત્ “દિતો માવો દ્રવ્યવાશ’ એ ન્યાયથી ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર, ઉત્કૃષ્ટાપકૃષ્ટ ભાવનમસ્કાર, અપકૃષ્ટ ભાવનમસ્કાર (જધન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદવાળો ભાવનમસ્કાર) વિગેરે ભાવનમસ્કારના અનેક ભેદો પડે છે. સમજ્યાને ! આ પ્રમાણે ભાવનમસ્કારવાળાને પણ ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર લાભની કામનાથી પ્રાર્થના હોય છે. તેથી તેમને પણ "નમસ્કાર થાઓ” એ પ્રાર્થનાવચન, સુઘટિત-સુસંગત જ છે. વળી ભાવનમસ્કારવાળાને જે પહેલાં વાદીયે “સિદ્ધપ્રાપ્ત જે ભાવનમસ્કાર તેની સિદ્ધિ, પ્રાર્થનાથી ઘટી શકતી નથી” એ રૂપ જે “સાધનાયોગ' બતલાવેલ તે અસિદ્ધ છે, બરોબર નથી. કારણ કે, ભાવનમસ્કાર (જધન્ય મધ્યમ આદિરૂપ ભાવનમસ્કાર) વાળાને પણ ઉત્કૃષ્ટ-પરમોત્કૃષ્ટ ભાવનમસ્કારરૂપ ભાવનમસ્કાર સાધ્ય હોઈ તેની સાધના-સિદ્ધિ-પ્રાપ્તિ, પ્રાર્થનાથી બરાબર ઘટી શકે છે. હવે પૂર્વપક્ષનું ચાલું ખંડન આગળ કહે છે કે, एवं चैवमपि पाठे मृषावादः इत्यायपार्थकमेव, असिद्धे तत्प्रार्थनावच इति न्यायोपपत्तेः, ભાવાર્થ-ઉત્તરપક્ષે વળી આ પ્રમાણે હોવાથી -“નમસ્કાર થાઓ' એમ બોલવામાં પણ ભાવ નમસ્કારવાળાને “મૃષાવાદ નામનો દોષ જે આપ્યો હોય તે અર્થહીન છે, અસત્ કે ખોટો છે. કારણ કે; “અસિદ્ધ તત્વાર્થનાવચઃ” - “ફલની અસિદ્ધિ-અપ્રાપ્તિ હોયે છતે અપ્રાપ્ત ફલવિષયક પ્રાર્થના પ્રતિપાદક વચન, યુક્ત છે' એ ન્યાય, અહીં પુરેપુરી રીતે ઘટમાન થાય છે. અર્થાત્ સર્વોત્કૃષ્ટ ભાવનમસ્કારરૂપ ફલની અસિદ્ધિ વાળા તમામે એટલે જધન્ય-મધ્યમ આદિ ભાવનમસ્કારવાળાએ તેમજ તાદ્રુશભાવ-નમસ્કારવગરના તમામે ઉત્કૃષ્ટ ભાવનમસ્કારરૂપ ફલની કામનાથી “નમસ્કાર થાઓ' એ વચનરૂપ પાઠ, અવશ્ય બોલવો, એ ન્યાયસંગત છે. હવે શાસ્ત્રકાર, ઉત્કૃષ્ટભાવનમસ્કારવાળા કોણ કોણ હોય છે ? અને તેઓ “અરિહંતોને નમસ્કાર થાઓ' એ પાઠને બોલતા નથી. વિગેરે વિષયનું સ્પષ્ટીકરણ કરે છે કે; ૧ અહીં સૂત્રકાર અપિશબ્દથી એ સૂચવે છે કે, જ્યારે ભાવનમસ્કારના ઉત્કર્ષાદિ ભેદો થાય છે તો પછી નામાદિ નમસ્કારના ઉત્કર્ષાદિ ભેદો થાય તો તેમાં પૂછવું જ શું ? બાબાની પાનવાલ આ બાઈકરસૂરિમા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy