SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ છે વિકાસ વલિત-વિરા - વભદ્રસાદ વિત ૫૮ * હવે શાસ્ત્રકાર, હેતુપૂર્વક, દલીલપૂર્વક, ક્રમપૂર્વક, ફલ પ્રદર્શનપૂર્વક સચોટ શૈલીમાં “અસ્તુપદીના અર્થરૂપ પ્રાર્થનાનો પ્રૌઢ પરામર્શ કરે છે. 'तत्र 'नमोऽस्त्वर्हद्भ्य' इत्यत्रास्तु भवत्वित्यादौ प्रार्थनोपन्यासेन 'दुरापो भावनमस्कारः, तत्त्वधर्मत्वाद्, अत इत्यर्थ बीजाधानसाध्य इति ज्ञापनार्थं, उक्तं च - "विधिनोप्ताद्यथा बीजादङ्कुरायुदयःक्रमात् । फलसिद्धिस्तथा धर्मबीजादपि विदुर्बुधाः ॥ १ ॥ वपनं धर्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तचिन्तायड् कुरादि स्यात्फल सिद्धिस्तु निवृतिः ॥ २॥ | ભાવાર્થ-ચૈત્યવંદનસૂત્ર નમુત્યુસંસૂત્ર ઘટક “નમોડસ્તુઅભ્યઃ ” ઈતિ વાક્યઘટક “અસ્તુ” એટલે “ભવતુ' ઈત્યાદિ પદના વ્યાખ્યાન અવસરે અસ્તુપદનો અર્થ જે પ્રાર્થના કરેલ છે. તે પ્રાર્થનાના ઉપન્યાસથી “અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ' એ પ્રમાણેના આકારવાળી, ભાવનમસ્કાર લાલરૂપ ફલવાળી આશંસારૂપ પ્રાર્થનાના ઉપન્યાસ-વાક્યના ઉપક્રમથી (પ્રયોગથી-વિચારથી) ધર્મરૂપ છે. એમ ફલિત થાય છે. તથાચ ભાવનમસ્કાર દુર્લભ હોઈ ભાવનમસ્કાર વિષયક પ્રાર્થના છે. જો તે ભાવનમસ્કાર અપ્રાપ્ય હોય તો ભાવનમસ્કાર વિષયક પ્રાર્થના નિષ્ફલ જાત. અત એવ ભાવનમસ્કાર દુર્લભ હોઈ ભાવનમસ્કાર વિષયક પ્રાર્થના સફલ છે. એથી જ આ પ્રકારે ભવ્યોએ ઘર્મબીજનું વપન (વાવેતર) કરવું જોઈએ અને પૂર્વકથિત આશંસારૂપ પ્રાર્થનારૂપ બીજના વપનથી જ ભાવનમસ્કારરૂપ સાધ્યની સિદ્ધિ થાય છે. એમ જણાવવા સારૂ “પ્રાર્થના'નો ઉપન્યાસવાક્ય પ્રયોગ કરેલ છે. તથાચ ભાવનમસ્કારરૂપ તત્ત્વધર્મલાભરૂપ કાર્ય (સાધ્ય) ના પ્રત્યે “અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ !' એ શબ્દો આશંસારૂપ પ્રાર્થના, એ બીજવપનરૂપ છે. એમ કાર્ય કારણ ભાવની સ્થાપના કરવી. અહીં “નમસ્કાર થાઓ' એ શબ્દો વડે ભાવનમસ્કારની પ્રાર્થના કરેલ છે. એટલે ભાવનમસ્કાર લાભની કામના માત્ર જ દર્શાવેલ છે. કિંતુ “હું ભાવનમસ્કાર કરું છું' એવું મિથ્યાઅભિમાન દાખવ્યું નથી. એવંચ તત્ત્વધર્મરૂપ મહાદુર્લભ ભાવનમસ્કાર વિષયક અભિલાષા જ ભાવધર્મનું બીજવપન છે એમ સૂચવેલ છે. વળી કહ્યું છે કે, "વિધિપૂર્વક વાવેલું બીજ જેમ અંકુરા દિને ઉત્પન્ન કરી ફલ પ્રાપ્તિ કરાવે છે. તેમ ઘર્મના બીજનું વપન પણ અનુક્રમે ધર્મચિંતાઆરિરૂપ અંકુરાદિ ઉત્પન્ન કરીને છેવટે ફલસિદ્ધિને પ્રાપ્ત કરાવે છે. એમ પંડિતો સારી રીતે જાણે છે. તથાચ નમસ્કાર વડે ધર્મનાયક મહાપુરૂષોના સદ્વર્તનાદિની પ્રશંસા થાય છે, અને એનું જ નામ ધર્મવપન છે. અથવા આત્મરૂપી ક્ષેત્રમાં (ખેતરમાં) શ્રુતચારિત્રરૂપઘર્મના બીજ (ફલસિદ્ધિ કારણરૂપ બીજ)નું વપન (વાવવું-જમીનમાં નાંખવું-રોપવું) એટલે ધર્મગત-ધર્મવિષયક સત્ પ્રશંસા આદિ સમજવું. અર્થાત્ સત એટલે સંશુદ્ધ અને સંશુદ્ધનું લક્ષણ આ પ્રમાણે છે:- “તે બીજ ખરેખરૂં શુદ્ધ ત્યારે જ થાય કે; તેના ધર્મના) પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ ઉત્પન્ન થાય, જગતમાં સારભૂત અંગીકાર કરવા લાયક આજ વસ્તુ છે. આગળ વધતા પ્રાણીને જે આહારદિ દશસંજ્ઞાઓ છે તે તથા આલોકના ૧ “અત્યુત્તિ પીળા ફુદો રણોત પાવનકુશારો રુમડુ વીવાદાણા; બાસંસારુ તે નુ ભવે” | 9 | સરખાવો. 9. ૩૫થયા.ત્યતં સંજ્ઞાવિષ્પતિનું, રિદિત સંશુદ્ધ હોવી યો. ઇ. સ. ૨૫ વાતી છાનવાદક મકરસૂરિ મ. છે કે
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy