________________
७६
अस्पृशद्गतिवादः (૪) પરમાણુ લોકાન્ત વગેરે સુધી એક સમયમાં
ગમન કરે ત્યારે. (૫) જીવ ભવાંતર ગતિ કરે ત્યારે. (ચાર સમયની વિગ્રહગતિ હશે, તો એમાં વળાંકના ત્રણ
સ્થાનોના આકાશપ્રદેશોની સ્પર્શના થશે. એ સિવાય વચ્ચેના પ્રદેશોની સ્પર્શના નહીં થાય. એ રીતે ત્રણ સમય વગેરેની વિગ્રહગતિમાં પણ સમજવું. સમશ્રેણિમાં એક સમયમાં ઉત્પત્તિસ્થાને પહોંચે, તે સ્થાન જો મૃત્યુસ્થાનથી વ્યવહિત હોય તો અસ્પૃશદ્ગતિથી ત્યાં જશે.