________________
अस्पृशद्गतिवादः अस्पृशन्ती सिद्ध्यन्तरालप्रदेशान् गतिर्यस्य सोऽस्पृशद्गतिः । अन्तरालप्रदेशस्पर्शने हि नैकेन समयेन सिद्धिः, इष्यते च तत्रैक एव समयः । य एव चायुष्कादिकर्मणां क्षयसमयः स एव निर्वाणसमयः, अतोऽन्तराले समयान्तरस्याभावादन्तरालप्रदेशानामसंस्पर्शनमिति, सूक्ष्मश्चायमर्थः केवलिगम्यो भावत इति॥ एगेणं समयेणं ति । 'कुत इत्याह-अविग्गहेणं ति
–અસ્પર્શોપનિષ મનુષ્યલોકની વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરતી નથી તેવો. જો વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરે, તો એક સમયમાં સિદ્ધિ ન થઈ શકે. (આ વાત પૂર્વે સ્પષ્ટ કરી છે.) અને તેમાં એક જ સમય ઈષ્ટ છે. આયુષ્યાદિ કર્મોના ક્ષયનો જે સમય છે, તે જ નિર્વાણનો સમય છે. માટે વચ્ચે બીજો સમય ન હોવાથી વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ થતો નથી. આ પદાર્થ સૂક્ષ્મ છે અને પરમાર્થથી તેને કેવળી જાણી શકે છે.
એક સમયથી, કેમ? એ કહે છે – અવિગ્રહથી = વળાંક વિના. કારણ કે વળાંકમાં જ બીજો સમય
૨. ર-વૃતઃ |