________________
अस्पृशद्गतिवादः
२५
यामवगाहनावच्छिन्नस्पर्शनायामतिरिक्तप्रदेशसम्बन्धाभावो नियम्यते इति । न चैवमवगाहनावच्छिन्नत्वे
-અસ્પર્શોપનિષદ્છે કે સ્પર્શન સામાન્યના વાચક પદથી કહેવાતી અવગાહનાથી અવચ્છિન્ન સ્પર્શનામાં અતિરિક્ત પ્રદેશના સંબંધનો અભાવ હોય છે. એટલે કે અહીં ‘સ્પૃશતિ’ આવું જે કહ્યું છે, તેમાં ભલે સ્પર્શના એમ સામાન્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. પણ તે શબ્દથી વિશેષ સ્પર્શનાનું પ્રતિપાદન કરવાનું તાત્પર્ય છે. આ વિશેષ સ્પર્શના એટલે જે પ્રદેશોમાં જીવ અવગાહન કરીને રહેલો છે, તે પ્રદેશોને થતી સ્પર્શના. હવે આ સ્પર્શનામાં તો અતિરિક્ત પ્રદેશનો સંબંધ નથી જ. અતિરિક્ત પ્રદેશોની સ્પર્શના તો આ વિશેષ સ્પર્શનાથી અલગ જ છે. આ રીતે અવગાહનાવચ્છિન્ન સ્પર્શનામાં અતિરિક્ત પ્રદેશના સંબંધનો અભાવ છે, એવો નિયમ બાંધ્યો છે.
પૂર્વપક્ષ :- સિદ્ધિગમન સમયે જે અંતરાલના પ્રદેશોમાં પોતે અવગાહન કરે છે, તેનો પણ સ્પર્શ ન થવો જોઈએ. કારણ કે જો એ પ્રદેશોનો સ્પર્શ