________________
૨૦
अस्पृशद्गतिवादः स्पर्शनेनास्पृशत्तायां च स्पृशद्गतेरप्यस्पृशत्त्वापत्तिः । न हि योऽप्यानुपूर्व्या स्पृशन् गच्छति सोऽपि पार्श्वतोऽपि स्पृशतीति सम्भवति, अपि च स्पृष्ट्वा गच्छतः पार्श्ववर्तिप्रदेशास्पर्शनमसम्भवदुक्तिकमेव । षड्दिक्प्रदेश समालिङ्गनेनैव क्षेत्रतः स्पर्शनाया विशेषात् ।
–અસ્પર્શોપનિષદજે ગતિમાં આસપાસના (પાર્થવર્તી) પ્રદેશોનો સ્પર્શ ન થાય તે અસ્પૃશદ્ગતિ, આવો અર્થ કરશો, તો પછી સ્પૃશદ્ગતિ જેવું કાંઈ રહેશે જ નહીં. બધુ અસ્પૃશદ્ગતિ જ બની જશે. બોલો, તમારી વ્યાખ્યા અલૌકિક છે કે નહીં ?
આ તો અમે તમારી માન્યતાના આધારે જ તમારું ખંડન કરીએ છીએ. બાકી તો જે વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરીને જાય છે, એ પાર્શ્વવર્તી પ્રદેશોનો સ્પર્શ ન કરે આવું કહેવું એ અસંભવતી વાત છે. કારણ કે જે વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરીને જાય, તેને અવશ્યપણે પાર્શ્વવર્તી પ્રદેશોનો સ્પર્શ થવાનો જ છે. કારણ કે છ દિશામાં રહેલા પ્રદેશોને સમાલિંગન કરવાથી જ ક્ષેત્રથી સ્પર્શનાનો વિશેષ છે. એટલે કે પુગલનો પ્રદેશ (પરમાણુ) કે જીવનો