________________
अस्पृशद्गतिवादः स्मिन्नपि समयेऽखिलान्तरालिकप्रदेशस्पर्शनं दण्डकरणवदुपपत्स्यत इति शङ्कनीयम् । तथा सति तदानीं
–અસ્પર્શોપનિષ માની લેવી પડશે.
પૂર્વપક્ષ :- કેવલી સમુદ્યાતમાં જીવ પ્રથમ સમયે દંડ કરે છે. તેમાં એક જ સમયે પોતાના આત્મપ્રદેશોને ઉપર અને નીચે લોકાન્ત સુધી પ્રસારે છે. આ ક્રિયા એક જ સમયમાં થઈ જાય છે અને આ ક્રિયામાં વચ્ચેના તમામ પ્રદેશોની સ્પર્શના પણ થાય જ છે. તો આ જ રીતે એક જ સમયમાં સિદ્ધિગમન પણ ઘટી જશે અને વચ્ચેના બધા પ્રદેશોનો સ્પર્શ પણ ઘટી જશે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે આ રીતે તો જીવ મનુષ્યલોકથી લોકાગ્રભાગે ગમન કરે એવું નહીં ઘટે, પણ કેવલી સમુદ્ધાતની જેમ દંડકરણ જ ઘટશે. એવું તો પ્રસ્તુતમાં કરવાનું જ નથી.
પૂર્વપક્ષ :- ભલે ને દંડ કરે, એક સમયમાં લોકાગ્રભાગે પહોંચી તો ગયો ને ? પછી નીચેના