________________
अस्पृशद्गतिवादः समर्थयन्ति, तेषां कामप्यपूर्वां वैदग्धीमाकलयामः । यत एवमुपरितनोपरितनप्रदेशस्पर्शनस्याधस्तनाधस्तन
–અસ્પર્શોપનિષદ્ – માર્ગમાં આવતા તો પ્રત્યેક પ્રદેશોનો સ્પર્શ કરશે જ). આ રીતે તેઓ સૂત્રોક્ત અસ્પૃશદ્ગતિનું સમર્થન કરે છે – પોતાની કલ્પિત રીતે તેની સંગતિ કરે છે. તેઓની ચતુરાઈ કાંઈક અપૂર્વ જ છે એવું અમને લાગે છે. કારણ કે જો આ રીતે ઉપર ઉપરના પ્રદેશોની સ્પર્શન નીચે નીચેના પ્રદેશોની સ્પર્શના કરવાપૂર્વક જ થાય છે, એવો નિયમ માનો, તો સિદ્ધશિલાની ઉપર પહોંચતા પહોંચતા તો ઘણો સમય થઈ જશે. કારણ કે મનુષ્યલોકથી લોકાગ્રભાગ સુધી પહોંચતા વચ્ચે અસંખ્ય આકાશપ્રદેશો આવે. હવે જ્યાં સુધી નીચે નીચેના આકાશપ્રદેશને સ્પર્શ નહીં કરે, ત્યાં સુધી ઉપર ઉપરના આકાશપ્રદેશનો સ્પર્શ નહીં થઈ શકે, એટલે પ્રત્યેક આકાશપ્રદેશને સ્પર્શ કરવાનો અલગ અલગ સમય માનવો પડશે. આ રીતે લોકાગ્રભાગે પહોંચતા પહોંચતા અસંખ્ય સમય થઈ જશે.