________________
આ સંચયમાં જૈનદર્શનના પ્રવેશક શાસ્ત્રોનો સંગ્રહ છે. પૂ. શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજાથી લઈને મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવર સુધીના સમર્થ શાસ્ત્રકારોના પ્રમાણ વિષયક ગ્રંથોનું અહીં સંકલન કરવામાં આવ્યું છે.
જૈનદર્શનનો પ્રાથમિક પરિચય કેળવવાની ઈચ્છા ધરાવતા જિજ્ઞાસુઓ માટે પણ આ સંગ્રહ ઉપકારક બનશે.
આ સંગ્રહમાં કુલ છ ગ્રંથોનો સમાવેશ છે. તે બધા જ અથવા તો તેમાંનો એકાદ ગ્રંથ પણ કંઠસ્થ હોય તો જૈનદર્શનની વ્યુત્પત્તિ સરળ બનશે. જીવવિચારની જેમ એકાદ દર્શનશાસ્ત્રનો પદાર્થ ગ્રંથ કંઠસ્થ કરવાની પરંપરા હોવી જોઈએ.
પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજયકીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્યરત્ન પૂજય મુનિરાજશ્રી કૃતિયશવિજયજી મ.સા. એ આ સંકલનમાં રુચિ વ્યક્ત કરી અને આના સંપાદનમાં સહકાર્ય કર્યું છે. તેમની શ્રુતભક્તિની અનુમોદના
આ સંકલન દર્શનશાસ્ત્રમાં પ્રવેશ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને અને સંશોધકોને સહાયક બનશે તેવી આશા છે. ૨૦૬૫, ચૈત્ર વદ-૧૨ ગોલીવાલા ભવન
– વૈરાગ્યરતિવિજય સેલેસબરીપાર્ક, પૂના