________________
ન્યાયાવતાર
૧૧
દષ્ટાન્તની નિરર્થકતાનો પ્રસંગ બતાવી તેની સાર્થકતાનું સ્પષ્ટીકરણ
अन्तर्ध्यात्यैव साध्यस्यसिद्धेर्वहिरुदाहृतिः । व्यर्था स्यात् तदसद्भावेऽप्येवं न्यायविदो विदुः ॥२०॥
અન્તર્થાપ્તિ વડે જ સાધ્યની સિદ્ધિ થતી હોવાથી બહાર ઉદાહરણ આપવું તે નકામું છે. એ રીતે અન્તર્થાપ્તિ ન હોય ત્યાં પણ બહાર ઉદાહરણ આપવું વ્યર્થ છે એમ નૈયાયિકો માને છે.
પ્ર. અન્તર્થાપ્તિ વડે સાધ્યની સિદ્ધિ થાય એટલે શું?
ઉ. વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન મેળવેલ પ્રતિવાદીને જ્યારે તે સંબંધનું સ્મરણ થાય ત્યારે બહેતુ સર્વત્ર સાધ્યયુક્ત જ હોય છે એવું ભાન થાય છે. એ ભાનમાં પ્રસ્તુત પક્ષની અંદર વર્તમાન હેતુ પણ સાધ્યથી યુક્ત જ છે એ ભાન આવી જાય છે; એ જે ભાન તે અન્તવ્યપ્તિનું જ્ઞાન કહેવાય. આ જ્ઞાન થતાં જ પક્ષમાં સાધ્યનો નિશ્ચય પણ થઈ જાય છે. તે જ અન્તવ્યપ્તિ વડે સાધ્યની સિદ્ધિ.
પ્ર. આવી સિદ્ધિ થાય ત્યાં બહારનું ઉદાહરણ નકામું કેમ મનાય છે?
ઉ. જેણે કદિ વ્યાપ્તિનું જ્ઞાન મેળવ્યું જ ન હોય તેને વ્યાપ્તિનું સ્મરણ કે અન્તર્થાપ્તિનું ભાન સંભવે જ નહિ. આવા પ્રતિવાદીને તો પ્રમાણદ્વારા વ્યાપ્તિનો નિશ્ચય કરાવવો પડે છે. તે માટે પક્ષ બહાર માત્ર ઉદાહરણ આપી હતુ અને સાધ્યનું માત્ર સાહચર્ય બતાવવાથી કામ સરતુ નથી. કારણ કે એવું સાહચર્ય વ્યાપ્તિ વિના પણ સંભવે. તેથી તેઓને તો પ્રમાણ વડે જ નિયતસાહચર્યરૂપ વ્યાપ્તિનું જ્ઞાન કરાવવું પડે છે. જે દષ્ટાન્તથી ન થઈ શકે.
પ્ર. ત્યારે દષ્ટાન્તપ્રયોગ સાર્થક કોને માટે ?
ઉ. આનો ખુલાસો પાછલા શ્લોકોના ભાવાર્થમાં આવી જાય છે. પક્ષાભાસનું વર્ણન -
प्रतिपादयस्यः यः सिद्धः पक्षाभासोऽक्षलिङ्गतः । लोक-स्ववचनाभ्यां च बाधितोऽनेकधा मतः ॥२१॥