________________
ધમ્મદેસયાણ
એવા ભવને બુઝવવા માટે યત્ન કરવો જોઈએ અર્થાત્ સંગથી ભવપરંપરા ચાલે છે તેના ઉચ્છેદ માટે સતત અસંગપરિણતિ પ્રગટ થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે બળતા એવા ઘરને બુઝવવાનો ઉપાય જલાદિ છે તેમ ભવને કઈ રીતે બુઝવી શકાય? તેથી કહે છે –
જો વળી, સિદ્ધાંતવાસનાસાર ધર્મમેઘ પ્રગટ થાય તો બળતો એવો આ ભવ બુઝાય છે અર્થાત્ જેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણીને તેનાથી આત્માને અત્યંત વાસિત કરે તો આત્મામાં અસંગભાવની પરિણતિ કંઈક કંઈક અંશથી પ્રગટે છે અને જ્યારે તે અસંગની પરિણતિ અત્યંત વૃદ્ધિ પામે ત્યારે ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ થાય છે, જેનાથી ચિત્ત અત્યંત શાંત-શાંતતર રસમાં જાય છે, જેના પ્રકર્ષથી ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે તે ધર્મમઘ છે અને જ્યારે તેની તીવ્ર વૃષ્ટિ થાય છે ત્યારે કષાયોરૂપી અગ્નિ બુઝાય છે, તેથી બળતા ઘર જેવો ભવ વિનાશ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે ભવને સિદ્ધાંતવાસનાસાર ધર્મમેઘ ઓલવી શકે છે તો તેના માટે શું કરવું જોઈએ? તેથી કહે છે –
સિદ્ધાંત સ્વીકારવો જોઈએ=મારે ધર્મમેઘ પ્રગટ કરવો છે એવો દઢ સંકલ્પ કરીને ભગવાનના વચનરૂપ સિદ્ધાંત સ્વીકારવો જોઈએ, અને તેનાથી આત્માને અત્યંત વાસિત કરવો જોઈએ.
વળી, સિદ્ધાંતના જાણનારા મહાપુરુષોની સમ્યકુ સેવા કરવી જોઈએ અર્થાત્ તેઓ પાસેથી સિદ્ધાંતના રહસ્યને જાણવા માટે સતત ઉદ્યમ કરવો જોઈએ. વળી, સિદ્ધાંતને સમ્યફ પરિણમન પમાડવામાં જીવને બાહ્ય પદાર્થોમાં રહેલી આસ્થા વ્યાઘાતક છે તેના નિવારણ માટે ભગવાન કહે છે કે મુંડમાલા અને આલુકાનું દૃષ્ટાંત ભાવન કરવું જોઈએ. જેમ સંસારી જીવો ભોગવિલાસ માટે સુગંધી પુષ્પોની માળા કંઠમાં ધારણ કરે છે અને તેઓને જ્ઞાન છે કે પરિમિત કાળમાં જ આ માળા કરમાઈ જશે, તેથી તેમાં અનિત્યતા બુદ્ધિ વર્તે છે, માટે જ્યારે માળા કરમાયેલી જુએ છે ત્યારે શોક કરતા નથી અને માટીનો ઘડો કોઈક રીતે ફૂટી જાય ત્યારે આ હજી જીર્ણ થયો નથી તેવી નિત્યતા બુદ્ધિ હોવાથી તે ઘટના નાશમાં શોક કરે છે, તેનું ભાવન કરીને વિચારવું જોઈએ કે સંસારના સર્વ સંયોગો અનિત્ય છે, જેથી કોઈક સંયોગ ક્યારે પણ વિષમતાને પ્રાપ્ત કરે ત્યારે પણ શોક થતો નથી, આ રીતે સંસારના સર્વ સંયોગો અનિત્ય છે તેવું અત્યંત ભાવન કરવાથી નિમિત્તા પ્રમાણે ભાવો થતા નથી, તેથી સુખપૂર્વક જીવ સિદ્ધાંતને જાણનારા પુરુષોની સમ્યફ ઉપાસના કરીને સિદ્ધાંત વાસના સાર ધર્મમેઘને પ્રગટ કરી શકે છે.
વળી, સિદ્ધાંતથી આત્માને વાસિત કરવામાં વ્યાઘાતક અસત્ પદાર્થોની અપેક્ષા છે તે અપેક્ષાઓનો ત્યાગ કરવો જોઈએ અર્થાત્ સદા વિચારવું જોઈએ કે બાહ્ય પદાર્થોની અપેક્ષાથી જીવ ક્યારેય તૃપ્ત થતો નથી, માટે ભૂતકાળના કર્મજન્ય જે સંયોગો પ્રાપ્ત થયા છે તેમાં ચિત્તને સંતોષપરાયણ બનાવીને સિદ્ધાંતના રહસ્યને જાણવા પ્રયત્ન કરવો જોઈએ. વળી, ભગવાનની આજ્ઞાપ્રધાન થવું જોઈએ=ભગવાનની આજ્ઞા છે કે પોતાની શક્તિનું સમાલોચન