________________
ધમ્મદેસાણં
ર
કર્મ ઉત્તરોતર પ્રવાહરૂપે પ્રવર્તી શકે તેનો વ્યવચ્છેદ થાય છે, આ પ્રકારે=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, ધર્મની દેશના આપે છે, એથી ધર્મના દેશક ભગવાન છે. ર૧ાા પંજિકા -
'मुण्डमालालुकाज्ञातम्' इति, मुण्डमाला-शिरःस्रग्, आलुका-मृण्मयी वार्घटिका, ते एव ज्ञातं-दृष्टान्तो, યથા,
अनित्यताकृतबुद्धिानमाल्यो न शोचते । नित्यताकृतबुद्धिस्तु भग्नभाण्डोऽपि शोचते ।।१।। 'सूत्रे' इत्यादि, सूत्राद्-रक्तद्विष्टादिलक्षणनिरूपकादागमात् 'ज्ञातव्यो' बोद्धव्यः, आत्मभावः रागादिरूप आत्मपरिणामो; यथोक्तं- 'भावणसुयपाढो तित्थसवणमसइ तयत्थजाणंमि। तत्तो य आयपेहणमइनिउणं दोसविक्खाए' इति 'निमित्तानी'ति इष्टानिष्टसूचकानि शकुनादीनि सहकारिकारणानि वा। 'भयशरणायुदाहरणेने ति 'सरणं भए उवाओ, रोगे किरिया, विसंमि मंतोत्ति' इत्युदाहरणम्।।२१।। પંજિકાર્ય :
મુહમીનાનુવાતિ.....ત્યુદરમ્મુ માત્રાનુજ્ઞાતિમ્ એ પ્રકારે પ્રતીક છે, મુખ્તમાલા કંઠમાં ધારણ કરાયેલી પુષ્પોની માળા, આલુકા=માટીની વાઈટિકા=માટીનો ઘડો, મુષ્ઠમાલા અને માટીનો ઘડો તે જ દષ્ટાંત છે, તે દષ્ટાંત કથા'થી સ્પષ્ટ કરે છે – અનિત્યતાકૃત બુદ્ધિવાળો પુરુષ પ્લાન થયેલી માલાનો શોક કરતો નથી, વળી, નિત્યતાકૃત બુદ્ધિવાળો ભગ્ન થયેલા ભાષ્ઠવાળો પણ શોક કરે છે.
સૂત્ર ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, સૂત્રથી=રક્તદ્વિદિ લક્ષણ નિરૂપક આગમથી=રાગદ્વેષાદિના સ્વરૂપને યથાર્થ બતાવનારા આગમથી, આત્માનો ભાવ=રાગાદિરૂપ આત્માનો પરિણામ, જાણવો જોઈએ, જે પ્રમાણે કહેવાયેલું છે – ભાવના ગ્રુતનો પાઠ કરવો જોઈએ, તીર્થમાં શ્રવણ કરવું જોઈએ, અનેક વખત કરવું જોઈએ, તદર્થનું જ્ઞાન થયે છતે અને ત્યારપછી દોષની અપેક્ષાએ અતિનિપુણ આત્મપ્રેક્ષણ કરવું જોઈએ, નિમિત્તો, ઈષ્ટ-અનિષ્ટ સૂચક શકુનો અથવા સહકારી કારણો તેની અપેક્ષા રાખવી જોઈએ એમ અવય છે, ભય શરણાદિ ઉદાહરણથી એ લલિતવિસરાનું પ્રતીક છે, ભયમાં ઉપાય શરણ છે, સેગમાં ઉપાય ક્રિયા છે, વિષમાં ઉપાય મંત્ર છે, એ પ્રકારે ઉદાહરણ છે. ૨૧II ભાવાર્થ -
યોગ્ય જીવો સન્મુખ થયેલા હોય તેઓને ઉદ્દેશીને ભગવાન ધર્મદેશના આપે છે, તે ધર્મદેશનામાં ધર્મ દેશવિરતિરૂપ અને સર્વવિરતિરૂપ છે અને તે ધર્મને જીવોની યોગ્યતા અનુસાર આપે છે, દેશવિરતિધર્મની કે સર્વવિરતિધર્મની પ્રાપ્તિ ભગવાન યોગ્ય જીવોને કઈ રીતે કરાવે છે તે સંક્ષેપથી બતાવે છે – સંસારી જીવોને સંસારમાં પ્રાપ્ત થયેલો જન્મ કેવો છે તેનો યથાર્થ બોધ કરાવવા માટે ભગવાન કહે છે