SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સરણયાણ ભાવાર્થ : જે જીવોને ભવથી કંઈક વૈરાગ્ય થયો છે તેઓને અભયની પ્રાપ્તિ થઈ તેના કારણે સ્વસ્થતાથી તત્ત્વને જાણવાને અભિમુખ પરિણામવાળા થાય છે, જેના બળથી સંસારના ઉચ્છેદનો માર્ગ દેખાય તેવી ચક્ષુ મળે છે અને ચક્ષુની પ્રાપ્તિ પછી ભવના ઉચ્છેદનો માર્ગ જે ચિત્તના અવક્રગમનરૂપ છે તેને પ્રાપ્ત કરે છે, ત્યારે તે જીવો તત્ત્વને જાણવાને અનુકૂળ માર્ગાનુસારી ચિત્તના અવક્રગમનથી યુક્ત ઊહ કરે છે, ત્યારપછી તેઓને વિવિદિષારૂપ શરણની પ્રાપ્તિ થાય છે, જેમ કોઈ વટેમાર્ગુને માર્ગનો બોધ હોય, તેથી ઇષ્ટ સ્થાને જવા માટે તત્પર થાય અને રસ્તામાં લુંટારા આદિથી ભય હોય ત્યારે બળવાન રક્ષકનું શરણું સ્વીકારીને તે માર્ગથી ઇષ્ટ સ્થાને જઈ શકે છે, તેમ જે જીવોને બોધ થયો કે સંસારના ઉચ્છેદ માટે મારે કષાયોનો નાશ થાય તે પ્રકારે દુષ્કતો પ્રત્યે નિંદા કરવી છે અને ગુણવાનનો પક્ષપાત કરવી છે, તેથી ચિત્ત દુષ્કતથી વિમુખ થઈને ગુણ તરફ જવાને માટે સમર્થ બને, આમ છતાં તે પ્રકારે દુષ્કતની નિંદા અને સુકૃતની અનુમોદના કરે ત્યારે પણ અંતરંગ અનાદિના મોહ સંસ્કારો સ્થિર થયેલા હોવાથી તેના ચિત્તનું ગમન તે પ્રકારે પ્રવર્તી શકતું નથી, પરંતુ વિક્ષોભને કરનારા સંસ્કારો રૂપી લુંટારાઓ તેના ચિત્તને ઇષ્ટ સ્થાને જવામાં વિઘ્ન કરે છે તે વિઘ્નના નિવારણ માટે જ દઢ પ્રણિધાનપૂર્વક મહાત્માઓ ભાવથી ભગવાનનું શરણું સ્વીકારે છે તે વખતે ભગવાનના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શવા જે અંતરંગ યત્ન સ્વરૂપ વિવિદિષા પ્રવર્તે છે તેનાથી ભગવાનના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શીને ચિત્ત કંઈક શાંતરસને પામે છે, જેથી વિદ્ગા આપાદક કુસંસ્કારો ઉસ્થિત થઈને ચિત્તના અવક્રગમનરૂપ માર્ગમાં અલના કરાવી શકતા નથી, તેથી સુરક્ષાના કારણભૂત પુરુષના શરણના બળથી લુંટારાઓથી રક્ષિત થઈને માર્ગગમન કરનાર પુરુષ ઇષ્ટ સ્થાને જઈ શકે છે તેમ ભગવાનના શરણના બળથી કે અરિહંતાદિ ચાર શરણાના બળથી મોક્ષમાર્ગમાં ચાલનાર પુરુષનું ચિત્ત અવક્રગમનપૂર્વક મોહનાશને અનુકૂળ યત્ન કરવા સમર્થ બને છે અને દુષ્કૃતની નિંદાથી આત્મામાં અનાદિથી સ્થિર થયેલા દુષ્કતના સંસ્કારોનો અને દુષ્કતજન્ય પાપોનો નાશ કરવા અને ગુણો તરફ જવા માટે સમર્થ બને છે. જ્યારે જીવમાં ભગવાનના શરણરૂપ વિવિદિષા પ્રગટે છે ત્યારે તે જીવમાં તત્ત્વગોચર આઠ પ્રજ્ઞાગુણો ક્રમસર પ્રગટે છે, જેનાથી મોહની આકુળતાવાળું જીવનું સ્વરૂપ જીવની વિડંબના છે અને મોહથી અનાકુળ જીવનું પારમાર્થિક સ્વરૂપ જીવની સુંદર અવસ્થા છે તેના રહસ્યને સ્પર્શે તેવો તત્ત્વનો અભિનિવેશ પ્રગટે છે; કેમ કે વિવિદિષા થવાને કારણે તે જીવને ભગવાનના વચનનો પરમાર્થ શું છે તેના રહસ્યને જાણવાની ઉત્કટ ઇચ્છા થાય છે, જોકે સંક્ષેપથી ભગવાનનું વચન વિધિ-નિષેધાત્મક છે, તેમાં હિંસાદિ પાંચ પાપો, ક્રોધાદિ ચાર કષાયો અને મિથ્યાત્વ હેય છે તેના ત્યાગનું વિધાન કરે છે તે ભગવાનનું વચન નિષેધાત્મક છે અને વિતરાગતાની પ્રાપ્તિને અનુકૂળ રહસ્ય પ્રાપ્ત થાય તે રીતે આગમના અધ્યયનનું વિધાન કરે છે અને અધ્યયન દ્વારા તે રીતે સંપન્ન થયા પછી ધ્યાન દ્વારા આત્માના પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાનું વિધાન કરે છે તે ભગવાનનું વચન વિધેયાત્મક છે અને તે વિધિ-નિષેધના અંગભૂત જ જીવોની ભૂમિકાના મેદથી સર્વ આચારોની વિધિ છે અને તેના રહસ્યને જાણવાની શુશ્રુષા પ્રગટે છે; કેમ કે ભગવાનના
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy