________________
તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યશાનની પ્રાપ્તિમાં તેયાર સામગ્રી પૂરી પડશે.
વિકાનેર વિનાનાત્તિ વિદાળનપરિઝમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિઠ્ઠલ્મોગ્ય અને અછૂતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે.
બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિ પ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે.
જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લયથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ...
ઋતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપસ રોડ, પાલડી, અમદાવાદ-૭.
ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ
અને શ્રુતભક્તો