SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સરણદયાણં રીતે તત્ત્વની પ્રાપ્તિ થાય જેનાથી સંસારનો ઉચ્છેદ થાય એ પ્રકારના પારમાર્થિક અર્થને સાંભળવાની ઇચ્છા, શુશ્રૂષા છે, શ્રવણ=શ્રોત્રનો ઉપયોગ=કોઈ મહાત્મા સંસારના ઉચ્છેદના પારમાર્થિક તત્ત્વને બતાવતા હોય ત્યારે તે તત્ત્વના રહસ્યની પ્રાપ્તિને અનુકૂળ શ્રોત્રેન્દ્રિયનો ઉપયોગ, શ્રવણ છે, ગ્રહણ=શાસ્ત્રાર્થ માત્રનું ઉપાદાન=ભવથી આત્માનું રક્ષણ કરે તેવા શાસ્ત્રના પારમાર્થિક અર્થ માત્રને તે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરે તે ગ્રહણ છે, ધારણ=અવિસ્મરણ=શાસ્ત્રથી પ્રાપ્ત થયેલા પારમાર્થિક અર્થનું અવિસ્મરણ રહે તે પ્રકારે પુનઃ પુનઃ ભાવન કરીને ધારણ કરે તે ધારણા ગુણ છે, મોહ-સંદેહવિપર્યયના વ્યુદાસથી જ્ઞાન વિજ્ઞાન છે=વિશેષ જ્ઞાન છે=ઉપદેશકના વચનથી જે શાસ્ત્રના વચનનું ગ્રહણ થયેલું તે અર્થને યથાર્થ ધારણ કર્યા પછી અનુભવ અને યુક્તિ અનુસાર તેનું વિશેષ જ્ઞાન કરવા માટે યત્ન કરે ત્યારે આ તત્ત્વ આમ જ છે એ પ્રકારનું જે જ્ઞાન છે તે અજ્ઞાન-સંદેહ અને વિપર્યયથી રહિત જ્ઞાન સ્વરૂપ છે તે વિજ્ઞાન છે, વિજ્ઞાત અર્થનું અવલંબન લઈને અન્ય અર્થોમાં વ્યાપ્તિથી તે પ્રકારે તર્ક કરવો ઊહ છે=ગુરુના વચનથી એક સ્થાનમાં યથાર્થ નિર્ણય થયો હોય તેને અવલંબીને તત્સદેશ અન્ય અન્ય સ્થાનોમાં પણ તે રીતે વિશેષ નિર્ણય કરવા માટે જે વિચારણા પ્રવર્તે છે તે ઊહ નામનો પ્રજ્ઞાગુણ છે, ઉક્તિ અને યુક્તિ દ્વારા=શાસ્ત્રવચન અને માર્ગાનુસારી યુક્તિ દ્વારા, વિરુદ્ધ એવા અર્થથી પ્રત્યપાયની સંભાવનાને કારણે વ્યાવર્તન અપોહ છે=એક સ્થાને વિજ્ઞાન કર્યા પછી અન્ય સ્થાને તે પ્રકારે નિર્ણય કરવા માટે ઊહ પ્રવર્તે છે ત્યારે જો શાસ્ત્રનો અર્થ વિપરીત રીતે ગ્રહણ થશે તો અનર્થની સંભાવના છે તેથી વિપરીત અર્થ ન થાય તે પ્રકારે ચિત્તનું વિપરીત અર્થથી વ્યાવર્તન અપોહ નામનો પ્રજ્ઞાગુણ છે, અથવા ઊહ અને અપોહતો અન્ય પ્રકારે અર્થ કરે છે – સામાન્ય જ્ઞાન ઊહ છે=શ્રવણથી જે વિજ્ઞાન થયું ત્યારપછી તેનો ઊહ કરીને જે સામાન્ય જ્ઞાન થાય છે તે ઊહ છે, અને વિશેષ સૂક્ષ્મ ઊહ થવાથી વિશેષ જ્ઞાન પ્રગટે છે તે અપોહ છે અર્થાત્ પૂર્વના સામાન્ય જ્ઞાનનો ત્યાગ કરીને વિશેષ સૂક્ષ્મ જ્ઞાનને પ્રાપ્ત કરે છે તે અપોહ છે, વિજ્ઞાન-ઊહઅપોહના અનુસરણથી વિશુદ્ધ ‘આ આમ જ છે' એ પ્રકારનો નિશ્ચય તત્ત્વનો અભિનિવેશ છે= ધારણ કર્યા પછી મોહ-સંદેહ અને વિપર્યયથી રહિત જે વિજ્ઞાન થયું તેના ઉપર વિશેષ પ્રકારે ઊહ અને અપોહ કરીને જે વિશેષ નિર્ણય થયો કે ‘ભગવાનના આ વચનનું તત્ત્વ આમ જ છે' જેના અનુસાર પ્રવૃત્તિ કરીને હું અવશ્ય સંસારનો ઉચ્છેદ કરી શકીશ તે તત્ત્વનો અભિનિવેશ છે અર્થાત્ તત્ત્વને સેવવાનો દૃઢ આગ્રહ થાય તેવો મતિજ્ઞાનનો ઉપયોગવિશેષ છે, પછીથી=શુશ્રૂષા આદિનો અર્થ કર્યા પછીથી, પદ અષ્ટકનો દ્વંદ્વ સમાસ છે—લલિતવિસ્તરામાં દ્વંદ્વ સમાસ છે, અને તે આઠ પ્રજ્ઞાના ગુણો છે=બુદ્ધિને ઉપકાર કરનારા છે એ પ્રકારનો અર્થ છે=બુદ્ધિને હિતમાં પ્રવર્તાવીને કલ્યાણની પરંપરાનું કારણ બને તેવા ઉપકારી ગુણો છે. ૩૫ કેવા વિશિષ્ટ પ્રજ્ઞાગુણો છે ? એથી કહે છે પ્રતિગુણ=એક એક શુશ્રૂષાદિ ગુણની અપેક્ષાએ ઉત્તર-ઉત્તરથી, અનંત પાપપરમાણુના અપગમને કારણે આ તત્ત્વગોચર શુશ્રૂષાદિ થાય છે એમ અન્વય છે=અતિઘણા જ્ઞાનાવરણાદિ ક્લિષ્ટ કર્યોરૂપ પાપપરમાણુઓના પ્રલયથી તત્ત્વ વિષયક -
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy