________________
લલિતવિસ્તરા ભાગ-૨
ઋતનો અર્થ સત્ય થાય છે અને સત્યને જે ભરે તે ઋતમ્મર કહેવાય, એ પ્રકારની ઋતમ્ભર શબ્દની વ્યુત્પત્તિ છે, તેથી સમ્યક્તની પ્રાપ્તિ પછી વીતરાગના પારમાર્થિક સ્વરૂપના બોધપૂર્વક તે જીવ વીતરાગની પૂજા આદિ વ્યાપાર કરે છે તેનાથી તે આત્મા વીતરાગતુલ્ય થવાને અનુરૂપ સત્ય સુખને આત્મામાં પ્રગટ કરે છે અને આદિ પદથી સામાયિક આદિ અન્ય વ્યાપાર કરીને પણ તે જીવ શમભાવના કંડકોને સ્પર્શ કરવા દ્વારા સત્ય સુખને પ્રગટ કરે છે, તેથી તે ઋતમ્મર કર્મયોગ છે.
અહીં કર્મયોગ કહેવાથી ઇચ્છારૂપ પ્રણિધાન યોગનો વ્યવચ્છેદ થાય છે, જેમ જયવીયરાયમાં ભવનિર્વેદ આદિની ઇચ્છાઓ કરાય છે તે ઇચ્છારૂપ પ્રણિધાન યોગ છે, પરંતુ કર્મયોગ નથી. કેમ ઇચ્છારૂપ પ્રણિધાન યોગ છે તે કર્મયોગ નથી, છતાં તે યોગ છે? તે બતાવવા માટે પંજિકામાં કહે છે –
અન્ય ગ્રંથોમાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગના ભેદથી પાંચ પ્રકારનો શુભાશય કહ્યો છે અને તે શુભાશય યોગ છે, તેમાંથી પ્રણિધાનરૂપ યોગ કર્મયોગ નથી, પરંતુ પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ એ કર્મયોગ છે, તેમાં પ્રવૃત્તિ એ માર્ગગમન સ્વરૂપ છે, વિધ્વજય એ પરાક્રમ દ્વારા વિઘ્નોના જય સ્વરૂપ છે અને તે અનિવૃત્તિકરણરૂપ છે, સિદ્ધિ એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સ્વરૂપ છે, વિનિયોગ એ સમ્યગ્દર્શનપૂર્વક દેવતાપૂજનાદિ વ્યાપારરૂપ ઋતમ્બરા પ્રજ્ઞા સ્વરૂપ છે અને લલિતવિસ્તરામાં ઇત્યાદિ શબ્દ છે તેમાં આદિ શબ્દથી ઇચ્છાયોગ આદિ ત્રણનું ગ્રહણ છે, તેથી એ પ્રાપ્ત થાય કે અન્ય દર્શનમાં જે ઇચ્છાયોગ કહ્યો છે તે ચિત્તના અવક્રગમનરૂપ છે અને શાસ્ત્રયોગ કહ્યો છે તે ગ્રંથિનો ભેદ કરીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સ્વરૂપ છે, તેથી અન્ય દર્શનના વચનાનુસાર પણ માર્ગગમનરૂપ સાનુબંધ લયોપશમવાળા જીવને ગ્રંથિભેદાદિરૂપ વસ્તુની પ્રાપ્તિ થાય છે અર્થાત્ ગ્રંથિભેદ થાય છે, ઉપર-ઉપરનાં ગુણસ્થાનકો પ્રાપ્ત થાય છે યાવતું ક્ષપકશ્રેણી પામીને કેવલજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે, આથી જ સાનુબંધ ક્ષયોપશમવાળા જીવો સામર્થ્યયોગને પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરે છે.
વળી, અન્ય દર્શનવાળા પ્રવૃત્તિ આદિ કર્મયોગ સ્વીકારે છે એ ચિત્તના અવક્રગમનરૂપ માર્ગની પ્રાપ્તિ વગર થઈ શકે નહિ; કેમ કે કર્મયોગને અન્ય દર્શનવાળા મોક્ષના કારણરૂપે સ્વીકારે છે, તેથી મોક્ષના કારણભૂત એવો પ્રવૃત્તિરૂપ કર્મયોગ ચિત્તના અવક્રગમનથી જ થઈ શકે અને તેવું ચિત્તનું અવક્રગમન અભય-ચક્ષુની જેમ ભગવાનથી જ પ્રાપ્ત થાય છે; કેમ કે વીતરાગના વીતરાગ સ્વરૂપને જોવાને અનુકૂળ વ્યાપાર જિનપ્રતિમાને જોઈને કે જિનવચનને સાંભળીને કે કોઈક અન્ય નિમિત્તે જીવમાં પ્રગટ થાય છે ત્યારે ભગવાનના સ્વરૂપના અવલંબનથી જ ચિત્તનું અવક્રગમન વીતરાગતાને અભિમુખ જાય છે, માટે ભગવાનથી તે માર્ગ પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે અને આ પ્રકારના માર્ગને દેનારા ભગવાન છે, તેથી માર્ગને દેનારા ભગવાન છે એમ મમ્મદયાણ શબ્દથી સ્તુતિ કરીને મહાત્માઓ વીતરાગે બતાવેલા ઉત્તમ માર્ગમાં પ્રસ્થાનને અનુકૂળ બળ સંચય કરે છે.
પ્રસ્તુતમાં પ્રવૃત્તિ આદિ કર્મયોગ દ્વારા પ્રવૃત્તિ શબ્દથી ચિત્તના અવક્રગમનરૂપ માર્ગ સ્વીકાર્યો તે ઉપરઉપરના દરેક ગુણસ્થાનકમાં પણ યોજન થાય છે, આથી જ ક્ષપકશ્રેણીમાં ચડેલા યોગી પરાક્રમ દ્વારા