SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મગ્મદયાણં ૫ અનુકૂળ કોઈ યત્ન થતો નથી, તે ક્રિયાકાળમાં વર્તતો તેઓનો ક્ષયોપશમ સાનુબંધ નહિ હોવાને કારણે સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિ દ્વારા સંસારથી નિસ્તારનું કા૨ણ થતો નથી, તેથી તેઓની પ્રવૃત્તિ માર્ગગમનરૂપ થતી નથી. અહીં પ્રશ્ન થાય કે તે જીવો સદ્ગુરુનું આલંબન લે છે, સન્ક્રિયાઓ કરે છે, શાસ્ત્રઅધ્યયન કરે છે, તેઓને સાનુબંધ ક્ષયોપશમ કેમ થતો નથી ? જેથી તેઓ તે ક્રિયા કરીને માર્ગગમન કરી શકતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે છતાં — નિરનુબંધ ક્ષયોપશમમાં અંતરંગવૃત્તિથી ક્લિષ્ટ કર્મનું બાધકપણું છે, આશય એ છે કે જે જીવોના માર્ગગમનને અનુકૂળ પ્રવૃત્તિ કરવામાં બાધક ક્લિષ્ટ કર્મો વર્તે છે તેના કારણે તેઓ સંયમ આદિની ક્રિયાઓ કરે છે, તોપણ તેઓનું ચિત્ત તે ક્રિયાઓ દ્વારા કષાયોના શમનને બદલે માત્ર બાહ્ય ક્રિયાઓ કરીને સંતોષ પામે તેવાં ક્લિષ્ટ કર્મો તેઓને વર્તે છે, તેથી તે ક્લિષ્ટ કર્મોના ઉદયથી હણાયેલું તેઓનું ચિત્ત ગુણસ્થાનકને અભિમુખ જવામાં વ્યાઘાત પામે છે. કેવા પ્રકારનું તેઓનું સાનુબંધ ક્લિષ્ટ કર્મ છે તે સ્પષ્ટ કરતાં કહે છે – પરંપરાએ ક્લેશને કરાવનાર એવું તેઓનું કર્મ છે અર્થાત્ માત્ર તત્કાલ ક્લેશ કરાવનારું નથી, પરંતુ ઉત્તર-ઉત્તરમાં પણ ક્લેશ કરાવે તેવું છે, આથી જ વર્તમાનમાં તે તે ક્રિયાઓના ક્લેશોને પ્રાપ્ત કરે છે, તેના દ્વારા કષાયોને કરીને ઉત્ત૨-ઉત્તરમાં ક્લેશને પ્રાપ્ત કરે છે, જેમ તપ કરીને તપમાં અહંકારબુદ્ધિ કરે છે, તેથી તપના ક્લેશને અનુભવે છે, કષાયના ક્લેશને અનુભવે છે અને પોતાની જે કષાયોની પ્રકૃતિ છે તેને અતિશય અતિશય કરીને ક્લેશની પરંપરાને પ્રાપ્ત કરે છે, વળી તેઓનું તે કર્મ ક્લિષ્ટ તત્કાલમાત્ર ક્લેશકારી નથી, જેમ સ્કંદકાચાર્યના શિષ્યોનું કર્મ કે વીર ભગવાનનું કર્મ તત્કાલમાત્ર ક્લેશકારી હતું. સાનુબંધ ફ્લેશકારી ન હતું તેથી જેઓનું કર્મ સ્કંદકાચાર્યના શિષ્યની જેમ તત્કાલ ક્લેશકારી હોય તેઓને તે કર્મજન્ય ઘાણીમાં પિલાવા આદિ કષ્ટોની પ્રાપ્તિ થાય અથવા લોચાદિના કે ઉપવાસાદિના કષ્ટોની પ્રાપ્તિ થાય, છતાં જો તેઓનું ચિત્ત માર્ગગમનમાં હોય તો જેમ સ્કંદકાચાર્યના શિષ્યો ઘાણીમાં પિલાવાની ક્રિયા દ્વારા શમભાવના પરિણામ તરફ જઈને કષાયોના શમનને પ્રાપ્ત કરી શક્યા તેમ તપાદિના કે લોચાદિના કષ્ટો દ્વારા પણ તે મહાત્મા શમભાવ તરફ યત્ન કરી શકે છે; કેમ કે કષાયોના શમનના ઉપયોગપૂર્વક જ શક્તિનું આલોચન કરીને તેવા મહાત્માઓ સર્વ ક્રિયા કરે છે તેઓનું તે કર્મ સાનુબંધ ફ્લેશકારી નથી તેમ પ્રાપ્ત થાય, પરંતુ જેઓનું તેવું નિરનુબંધ ફ્લેશકારી કર્મ નથી તેઓ તપાદિ કરીને પણ ઉપશમભાવ ત૨ફ જતા નથી, તેથી તેઓની તપાદિની ક્રિયા સાનુબંધ ક્લિષ્ટ કર્મના ઉદયથી થાય છે, તેથી તપાદિના ક્લેશને વેઠીને પણ કષાયોની વૃદ્ધિ કરીને ક્લેશની પરંપરાને જ પ્રાપ્ત કરે છે, આથી જ તેઓના સંયમના કષ્ટો તેઓને વર્તમાનમાં ક્લેશ કરાવે છે અને તે કષ્ટો દ્વારા ઉપશમભાવને પ્રાપ્ત કર્યા વગર તે તે પ્રકારનાં કષાયોને કરીને તેઓ ક્લિષ્ટ કર્મો જ બાંધે છે, જેથી દુર્ગતિની પ્રાપ્તિ કરે છે. આથી જ જેઓ માર્ગગમન કરનારા છે તેઓ સ્વભૂમિકા અનુસાર ક્લેશના પરિહાર માટે પોતાના ચિત્તની ભૂમિકા અનુસાર જેમ ઉચિત ધર્મઅનુષ્ઠાન સેવે છે તેમ ધર્મમાં પ્રધાન પરિણામવાળા થઈને અર્થ-કામને તે રીતે સેવે છે જેનાથી પણ વિકારો વૃદ્ધિ ન પામે પરંતુ
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy