SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અભયયાણ પંજિકાર્ચ - ચારિ... બર્થ-પરમાર્થઃ | ઈહલોક-પરલોક-આદાન-અકસ્માત-આજીવ આજીવિકા, મરણઅશ્લાઘાના ભેદથી ઈહ પરલોકાદિ ઉપાધિઓ વડે ભેદ–વિશેષ, તેનાથી ભય સાત પ્રકારનો છે એમ અવય છે, ત્યાં=સાત પ્રકારના ભયમાં, મનુષ્યાદિને સજાતીય એવા અન્ય મનુષ્યાદિથી જ જે, ભય તે ઈહલોક ભય છે, અહીં=ઈહલોક ભયમાં, અધિકૃત ભીતિવાળો જે જીવ તેના ભાવવાળો લોક ઈહલોક છે=અધિકત એવો મનુષ્ય ભીતિવાળો હોય તેના ભાવવાળો જે અન્ય મનુષ્ય તે ઈહલોક તેનાથી ભય, એ પ્રકારની વ્યુત્પત્તિ છે, અને વિજાતીય એવા તિર્યંચ દેવાદિથી મનુષ્યાદિને જે ભય તે પરલોક ભય છે, ગ્રહણ કરાય છે એ આદાન, તેને માટે આદાન માટે, ચોરાદિથી જે ભય અર્થાત ચોરાદિ મારી પાસેથી મારું ધન લઈ જશે તે આદાન ભય છે, અકસ્માત જ=બાહા નિમિત અનપેક્ષ ગૃહાદિમાં જ રહેલા રાત્રિ આદિમાં ભય અકસ્માત ભય છે, આજીવ આજીવિકા=જીવનની વ્યવસ્થાનો ઉપાય તે અન્ય દ્વારા ઉપરોધ કરાયે છતે ભય આજીવભય છે, મરણભય પ્રતીત છે, અશ્લાઘા ભય અકીતિનો ભય છે. આ પ્રમાણે કરાવે છતે મોટો અપયશ થાય છે, એ પ્રકારે તેના ભયથી અકીતિના ભયથી, પ્રવર્તતો નથી, આના પ્રતિપક્ષથી-આના અર્થાત્ ઉક્તભયના પ્રતિપથી અથત પરિહારથી અભય=ભયાભાવરૂપ અભય, આવા લક્ષણવાળા અભયને પર્યાયથી પણ કહે છે–વિશિષ્ટ=વયમાણ ગુણના કારણપણાથી પ્રતિનિયત, આત્માનું જીવનું, સ્વાસ્થ= સ્વરૂપનું અવસ્થાન, અભય છે એમ અવય છે, તાત્પર્યથી પણ કહે છેઃઅભયના સ્વરૂપને તાત્પર્યથી કહે છે – નિરોયસ ધર્મની ભૂમિકાના કારણભૂત વૃતિ એ પ્રકારે અર્થ છે અભયનો અર્થ છે, વિશ્રેયસ માટે=મોક્ષ માટે, ધર્મ વિશ્રેયસ ધર્મ, સમ્યગ્દર્શનાદિ તેની ભૂમિકા બીજભૂત માર્ગ બહુમાનાદિ ગુણ, તેના કારણભૂત ધૃતિ આત્માના સ્વરૂપનું અવધારણ, એ પ્રકારે અર્થ છે=તિ અર્થાત આ, અર્થ છે અર્થાત પરમાર્થ છે. ભાવાર્થ : સંસારી જીવો સાત પ્રકારના ભયથી સતત વ્યાકુળ છે, તેથી તેના નિરાકરણ માટે જ સર્વ પ્રકારની ચિંતામાં પ્રાપ્ત થયેલો મનુષ્યભવ પૂરો કરે છે અને તે તે પ્રકારની રક્ષણની બાહ્ય સામગ્રી તે જીવને પ્રાપ્ત થયેલ હોય તો તે તે પ્રકારના ભયો તેને વ્યક્ત દેખાતા નથી, તે સિવાયના અન્ય કોઈક ભયને આશ્રયીને સંસારી જીવો સતત પ્રવૃત્તિ કરે છે, આથી જ જે લોકોને બાહ્ય સુરક્ષાની પ્રાપ્તિ છે તેઓને આ લોકનો ભય ઉપયોગરૂપે પ્રવર્તતો નથી, તોપણ ક્યારેક આજીવિકાના ભયથી ધન સંચયમાં જ યત્ન કરતા હોય છે, મરણના ભયથી દેહને રોગાદિ ન થાય તેની ચિંતા કરતાં હોય છે, લોકમાં પોતાની અપકીર્તિ ન થાય તેનો જ વિચાર કરતાં હોય છે. વળી, અભવ્યજીવ કે ચરમાવર્ત બહારના જીવો વિશિષ્ટ પ્રકારના સુંદર ભવ અર્થે ધર્મ કરતા હોય છે ત્યારે પણ આજીવિકાના પરિણામથી તપ-ત્યાગાદિમાં પ્રવર્તે છે અથવા આ લોકમાં શ્લાઘા આદિથી તપત્યાગમાં પ્રવર્તે છે, તેથી સાત ભયને અવલંબીને જ સંસારી જીવોની સર્વ પ્રવૃત્તિ હોય છે અને જ્યારે ભવના
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy