SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ લલિતવિસ્તા ભાગ-૨ વળી, સાધુ કે શ્રાવક ભગવાનનાં સ્તોત્ર બોલતી વખતે અત્યંત વિવેકવાળા હોવાથી અનેક જણ સાથે સ્તોત્ર બોલતા હોય ત્યારે કોઈનો મોટો ધ્વનિ હોય તેમાં પોતાનો ધ્વનિ પ્રવેશ પામે તે રીતે બોલીને બોલાતા સ્તોત્રથી થતા ભાવોનો વ્યાઘાત ન થાય તે રીતે બોલે છે. વળી, ભગવાનના ગુણોમાં દઢ પ્રણિધાન વર્તે તે રીતે સ્તોત્રો બોલે છે, તેથી ક્યારેક દેહને મચ્છર વગેરે દેશ આપે ત્યારે પણ ચિત્ત તેમાં ન પ્રવર્તે, પરંતુ સ્તોત્રોના અર્થમાં ચિત્ત દઢતાથી પ્રવર્તે તે રીતે જ સ્તોત્રો બોલે છે, જેનાથી ગુણસ્થાનકની સતત વૃદ્ધિ થાય છે. લલિતવિસ્તરા - एतानि च तुल्यान्येव प्रायशः, अन्यथा योगव्याघातः, तदज्ञस्य तदपरश्रवणम्, एवमेव शुभचित्तलाभः, तद् व्याघातोऽन्यथेति योगाचार्याः, योगसिद्धिरेव अत्र ज्ञापकं, द्विविधमुक्तं शब्दोक्तमर्थोक्तं च, तदेतदर्थोक्तं वर्त्तते, शुभचित्तलाभार्थत्वाद् वन्दनाया इति। एवं च सति तन्न किञ्चिद् यदुच्यते परैरुपहासबुद्ध्या प्रस्तुतस्यासारतापादनाय; तद्यथा-'अलमनेन क्षपणकवन्दनाकोलाहलकल्पेन अभाविताभिधानेन'; उक्तवदभाविताभिधानायोगात्, स्थानादिगर्भतया भावसारत्वात्, तदपरस्याऽऽगमबाह्यत्वात्, पुरुषप्रवृत्त्या तु तद्बाधायोगात्, अन्यथातिप्रसङ्गादिति न किञ्चिदेव। લલિતવિસ્તરાર્થ : અને આ નમુત્થણં સૂત્ર બોલ્યા પછી સાધુ કે શ્રાવક જે અન્ય સૂત્રો બોલે છે એ, પ્રાયઃ તુલ્ય જ છે=નમુત્થરં સૂસની તુલ્ય જ છે, અન્યથા=જો તે સૂત્રોની સદશ ભગવાનના ગુણોને સ્પર્શનારાં તે સ્તોત્રો ન હોય તો, યોગનો વ્યાઘાત છે=નમુસ્કુર્ણ સૂત્રથી આત્મામાં જે યોગ પ્રગટ થયો છે તેની વૃદ્ધિને બદલે અન્ય પ્રકારનાં સ્તોત્રોથી તેનો વ્યાઘાત થાય, તેના અજ્ઞાને ભગવાનના ગુણોને સ્પર્શે તેવાં સ્તોત્રો નહિ જાણનારા એવા શ્રાવકને અને સાધુએ, તેના અપરનું શ્રવણ કરવું જોઈએ=પોતાનાથી બીજાનાં સ્તોત્રોનું શ્રવણ કરવું જોઈએ, આ રીતે જ તેનાથી અજ્ઞ બીજાનાં સ્તોત્રો શ્રવણ કરે એ રીતે જ, શુભ ચિત્તનો લાભ છે=યોગની વૃદ્ધિ થાય એવા શુભ ચિત્તની પ્રાપ્તિ છે, અન્યથા=અજ્ઞ શ્રાવક આદિ અન્યનું શ્રવણ ન કરે અને જે તે સ્તોત્રો બોલે તો, તેનો વ્યાઘાત થાય યોગવૃદ્ધિરૂપ શુભ ચિતનો વ્યાઘાત થાય, એ પ્રમાણે યોગાચાર્ય કહે છે=યોગનું રહસ્ય જાણનારા મહાપુરુષો કહે છે, આમાં-ચૈત્યવંદનથી શુભ ચિત્તનો લાભ થયો છે એમાં, યોગસિદ્ધિ જ જ્ઞાપક છે–તમારામાં યોગસિદ્ધિ પ્રગટ થઈ છે એ જ શુભ ચિતના લાભનું જ્ઞાપક છે, બે પ્રકારે ઉક્ત છે=પ્રવચન અર્થનો દેશ બે પ્રકારે કહેવાયો છે – શબ્દથી ઉક્ત અને અર્થથી ઉક્ત. તે કારણથી=પ્રવચનનો અર્થ બે પ્રકારનો છે તે કારણથી, આ=ચૈત્યવંદન કરવાથી શુભ ભાવ થયો છે તેની જ્ઞાપક યોગસિદ્ધિ છે એ, અર્થ ઉક્ત વર્તે છે; કેમ કે વંદનાનું શુભ ચિત
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy