________________
૨૪૦
લલિતવિસ્તરા ભાગ-૨
કાર્યનો પ્રસવ, નથી જ, જે પ્રમાણે પર એવા બૌદ્ધ વડે કલ્પના કરાય છે.
પર એવા બૌદ્ધનો મત જ સ્પષ્ટ કરે છે – તેઓની=બોદ્ધ મતની, ખરેખર રૂપઆલોક મનસ્કાર અને ચક્ષુલક્ષણ રૂપવિજ્ઞાનના જતનની સામગ્રી છે અર્થાત્ રૂપનું જ્ઞાન થવામાં રૂ૫, પ્રકાશ, મન અને ચક્ષુ કારણ છે, જે પ્રમાણે કહેવાયું છેઃ બૌદ્ધ દર્શાવાદી વડે કહેવાયું છે – રૂપ, પ્રકાશ મનસ્કાર અને ચક્ષથી વિજ્ઞાન પ્રવર્તે છે, જેમ મણિ, સૂર્યનાં કિરણો અને ગોબરથી અગ્નિ પ્રવર્તે છે, અને અહીં રૂપવિજ્ઞાનના જનનમાં પૂર્વની જ્ઞાનક્ષણરૂપ મનસ્કાર ઉપાદાન હેતુ છે=રૂપવિજ્ઞાન થાય છે તેના પૂર્વની ક્ષણવાળું જે મન છે તે જ ઉત્તરની ક્ષણના રૂપના જ્ઞાનનું ઉપાદાન કારણ છે અને શેષ રૂપાદિ ત્રણ રૂપ નિમિત્ત હેતુઓ છે=રૂપવિજ્ઞાન પ્રત્યે રૂ૫-પ્રકાશ અને ચક્ષ નિમિત કારણ છે, એ રીતે રૂપઆલોક અને ચક્ષની પણ પોતપોતાની પૂર્વની ક્ષણો સ્વ સ્વ કાર્યજનનમાં ઉપાદાન હેતુ છે અને શેષ ત્રણ નિમિત્ત હેતુ છે, આ રીતે એક સ્વભાવવાળી જ એક વસ્તુથી વસ્તુના અન્ય અન્ય ઉપાદાન હેતુથી અને સહાય એવા અન્ય અન્ય નિમિત્ત હેતુઓથી અનેક કાર્યનો ઉદય સર્વ સામગ્રીઓમાં યોજન થાય છે, એના વિષેધના અભ્યપગમમાં=પર એવા બૌદ્ધ વડે એક જ સ્વભાવવાળી વસ્તુથી અનેક કાર્યો થાય છે તે રૂપના જ્ઞાનમાં ઉપાદાનતા અને નિમિત્તના ભેદથી થાય છે તેમ બતાવ્યું તેના વિષેધતા અસ્વીકારમાં, બાધકને કહે છે – વેષાદિત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, એકથી અનેકના ફલના ઉદયમાં=એક સ્વભાવવાળી એક વસ્તુથી અનેક ફલતા ઉદયમાં, કેટલાંક ફલોના અહેતુકત્વની આપત્તિ હોવાથી= નિર્દેતકત્વની આપત્તિ હોવાથી, સર્વથા એક સ્વભાવવાળી એક વસ્તુથી અનેક ફલનો ઉદય નથી એમ અવય છે, કેવી રીતે ? એથી કહે છે =કેટલાંક લો હેતુ વગર ઉત્પન્ન થયાં છે એ પ્રકારની બોદ્ધમતમાં આપત્તિ કેવી રીતે છે? એથી કહે છે – એક હેતુસ્વભાવનો એક માં ઉપયોગ હોવાને કારણે=વ્યાપાર હોવાને કારણે, અપરમાંaફલાંતરમાં, ઉપયોગનો અભાવ છે અર્થાત્ દેવદત્તમાં રહેલ દેવદતત્વરૂપ સ્વભાવ દેવદતપણાના જ્ઞાનમાં વ્યાપારવાળો હોવાથી દેવદત્તના પિતાપણારૂપે જ્ઞાનમાં તેના ઉપયોગનો અભાવ છે. ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે અનેકાંતવાદ વસ્તુને એક-અનેક સ્વભાવવાળી સ્વીકારે છે, તેથી દેવદત્તરૂપ વસ્તુ એક છે. અને પિતૃત્વ-પુત્રત્વ આદિ ધર્મરૂપે અનેક છે, તેથી દેવદત્તરૂપ એક વ્યક્તિમાં પિતા-પુત્ર આદિના ભિન્ન ભિન્ન સંબંધને આશ્રયીને જે વ્યવહાર પ્રવર્તે છે તેમાં વિરોધ પ્રાપ્ત થતો નથી, એ રીતે એકાંતવાદી એવો બૌદ્ધ સર્વથા એક સ્વભાવવાળી વસ્તુથી ઉપાદાન અને નિમિત્તના ભેદથી ઉભયથા પણ તેની સંગતિ કરે, તોપણ એકાંત એક સ્વભાવવાળી વસ્તુથી અનેક ફલનો ઉદય પ્રાપ્ત થઈ શકે નહિ, અહીં બૌદ્ધનો આશય એ છે કે રૂપ, પ્રકાશ, મનસ્કાર અને ચક્ષુ એ ચાર રૂપના જ્ઞાનની જનનસામગ્રી છે અને તેઓ કહે છે કે જેમ ગોબર હોય અને મણિ તેના ઉપર ધારણ કરવામાં આવે અને તે મણિ ઉપર સૂર્યના પ્રકાશનાં કિરણો