________________
૨૩૨
લલિતવિસ્તરા ભાગ-૨
વાસના નીલરૂપ અને પીતરૂપને કારણે થાય છે, પરંતુ નીલરૂપથી જ પીતરૂપની વાસના થતી નથી, તેમ પિતૃત્વધર્મથી જ પિતાની વાસના થાય છે અને પુત્રવધર્મથી જ પુત્રની વાસના થાય છે, પરંતુ એક દેવદત્તથી પિતાપણાની કે પુત્રપણાની વાસના થતી નથી, માટે બૌદ્ધ દર્શનવાદી કહે કે નીલરૂપથી નીલની જ વાસના થાય, પીતરૂપથી પીતની જ વાસના થાય તો તેણે અર્થથી એ જ સ્વીકાર્યું કે એક દેવદત્તમાં રહેલા પિતૃત્વધર્મથી પિતાની વાસના થઈ અને પુત્રવધર્મથી પુત્રની વાસના થઈ, તેથી બૌદ્ધના સ્વીકાર અનુસાર જ પદાર્થ દેવદત્તરૂપે એક છે અને પુત્રત્વ, પિતૃત્વ આદિ ધર્મરૂપે અનેક છે, આ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક વિચારવું જોઈએ, જેથી પદાર્થ દ્રવ્યરૂપે એક છે તે તે પર્યાયરૂપે અનેક છે તે અનુભવ અનુસાર સંગત થાય. લલિતવિસ્તરા -
नोपादानभेदोऽप्यत्र परिहारः, एकस्यानेकनिमित्तत्वायोगात्। લલિતવિસ્તરાર્થ:
અહીં એક સ્વભાવવાળી વસ્તુમાં અનેક વ્યવહારના અસંગતપણાના પ્રશ્નમાં, ઉપાદાનભેદ પણ પરિવાર નથી–ઉત્તર નથી; કેમ કે એના અનેક નિમિતત્વનો અયોગ છે. પંજિકા :
पुनराशङ्काशेषपरिहारायाह
न-नैव, उपादानभेदोऽपि न केवलं व्यवहरणीयपित्रादिनिमित्तो वासनाभेदः, किन्तु व्यवहारकोपादानकारणविशेषोऽपि वासनाभेदहेतुः, अत्र-एकस्वभावे वस्तुनि अनेकव्यवहारासाङ्गत्ये प्रेरिते, परिहार:= उत्तरम्, परो हि पुत्रादेर्वासनाभेदनिमित्तत्वे प्रतिहते सति कदाचिदिदमुत्तरमभिदध्यात् यदुत-'येयमेकस्मिन्नपि देवदत्तादावनेकेषां तं प्रति पितृपुत्रादिरूपतया व्यवस्थितानां या पुत्रादिवासनाप्रवृत्तिः, सा तेषामेव स्वसन्तानगतमनस्कारलक्षणोपादानकारणभेदनिबन्धना, न व्यवहियमाणवस्तुस्वभावभेदनिमित्तेति'; एतदपि अनुत्तरमेव, कुत इत्याह- एकस्य देवदत्तादेः, अनेकनिमित्तत्वायोगात्-अनेकेषां पितृपुत्रादिव्यवहर्तृणां सहकारिभावायोगात्, ते हि तमेकं सहकारिणमासाद्य उपादानभेदेऽपि तथा सर्ववासनावन्तो भवन्ति, न च तस्य तदनुगुणतावत्स्वभावदरिद्रस्यानेकसहकारित्वं युक्तम् । પંજિકાર્ય :
પુનરાશા ... સદશારિત્વે યુન્ , ફરી આશંકાશેષતા પરિવાર માટે કહે છેઃબૌદ્ધ વસ્તુને તિરંશ એક સ્વભાવવાળી સ્વીકાર કરવા માટે જે આશંકા કરે છે તે બાકી રહેલી આશંકાના પરિહાર માટે ગ્રંથકારશ્રી કહે છે –
અહીં=એક સ્વભાવવાળી વસ્તુમાં, અનેક વ્યવહારનું અસાંગત્ય પ્રેરિત હોતે છતે, ઉપાદાન ભેદ પણ પરિહાર–ઉત્તર, નથી જ અર્થાત્ કેવલ વ્યવહારણીય પિતા આદિ નિમિત્તવાળો વાસનાભેદ