SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભગવાનરૂપ વના એક-અનેક સ્વભાવતની સિદ્ધિ એક પુરુષમાં તે પ્રકારનો ભિન્ન ભિન્ન સંબંધ વિદ્યમાન છે, તેના કારણે જ થાય છે, પરંતુ કલ્પનામાત્રથી ભિન્ન ભિન્ન વ્યવહાર થતો નથી; કેમ કે તે પ્રકારની પ્રતીતિને કારણે જ તે તે પ્રકારનો ભિન્ન વ્યવહાર થાય છે, માટે પોતાના અનુભવથી પણ સ્વીકારવું જોઈએ કે એક જ પુરુષ પુરુષરૂપે એક હોવા છતાં ભિન્ન ભિન્ન સંબંધથી ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે, માટે તે પ્રતીતિ અનુસાર એક વસ્તુને અનેક સ્વભાવવાળી પણ સ્વીકારવી જોઈએ અને પોતાને એક પુરુષરૂપ વ્યક્તિમાં ભિન્ન ભિન્ન સંબંધથી સમ્યફ પ્રતીતિ થતી હોવા છતાં તેને અપ્રમાણરૂપે સ્વીકારવામાં આવે તો વિચારકને પ્રશ્ન થાય કે હું છું એ પ્રકારની પ્રતીતિ પણ વાસ્તવિક છે કે કાલ્પનિક છે, અને આ રીતે વિકલ્પો કરવામાં આવે તો સર્વત્ર અવિશ્વાસ જ થાય, તેથી પ્રતીતિ અનુસાર પદાર્થની કલ્પના કરવી જોઈએ અને એક પુરુષ પુરુષરૂપે એક પ્રતીત થાય છે અને પિતાપુત્ર આદિરૂપે અનેક પ્રતીત થાય છે, તેમ સર્વત્ર પ્રતીતિ અનુસાર વસ્તુને એક-અનેક સ્વભાવવાળી સ્વીકારવી જોઈએ, જેથી અનેકાંતની સિદ્ધિ થાય. લલિતવિસ્તરા :___ 'वासनाभेदादेवायमित्ययुक्तं, तासामपि तनिबन्धनत्वात्, 'नैकस्वभावादेव ततस्ता इति' रूपाद् રવિવારના પત્તર ! લલિતવિસ્તરાર્થ : વાસનાના ભેદથી જ આ=એક પુરુષરૂપ વસ્તુમાં પિતા-પુત્રાદિનો વ્યવહાર છે એ, અયુક્ત છે; કેમકે તેનું પણ=વાસનાઓનું પણ, તદ્ નિબંધનપણું છે=વ્યવહારના વિષયભૂત વસ્તુના આશ્રયપણું છે, એક સ્વભાવવાળી જ તેનાથી=એક સ્વભાવવાળી જ વ્યવહારના વિષયભૂત વસ્તુથી, તે= પિતાદિની વાસના, નથી; કેમ કે રૂપથી રસાદિ વાસનાની આપત્તિ છે. પંજિકા : अत्रैव पराकूतं निरस्यवाहवासनाभेदादेव-व्यवहर्तृवासनावैचित्र्यादेव, न पुनश्चित्रैकस्वभावत्वाद्वस्तुनः, अयं=पितृपुत्रादिव्यवहारो दृष्टान्ततयोपन्यस्तः, इति-एतत्सुगतशिष्यमतम्, अयुक्तम्-असङ्गतम्, ते हि निरंशैकस्वभावं प्रतिक्षणभगवृत्ति वस्तु प्रतिपन्नाः, इति न तदालम्बनोऽयमेकस्मिन्नपि स्थिरानेकस्वभावसमर्पकः पितृपुत्रादिव्यवहारः, किन्तु प्रतिनियतव्यवहारार्थिकुशलकल्पितसंकेताहितविचित्रवासनापरिपाकतः कल्पितकथाव्यवहारवद् असद्विषय एव प्रवर्त्तते इति, कुतोऽयुक्तत्वमित्याह- तासामपि वासनानां, न केवलं व्यवहारस्य, तनिबन्धनत्वाद्= व्यवहियमाणवस्तुनिबन्धनत्वाद्, अतन्निबन्धनत्वे 'नित्यं सत्त्वमसत्त्वं वेत्यादिप्रसङ्गात्, एवमपि किमित्याहनैकस्वभावादेव-नैकान्तकरूपादेव, ततो व्यवहारविषयवस्तुनः, ताः पित्रादिवासना इति। विपर्यये बाधकमाहरूपात्=कृष्णनीलादेर्वर्णात्, रसादिवासनापत्तेः=रसस्पर्शादिविचित्रवासनापत्तेः, एकस्वभावादपि परैरेवानेकवासनाभ्युपगमात् ।
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy