SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ નમો જિહાણ જિયભયાણ ૨૦૩ લલિતવિસ્તરા :'आगमश्चोपपत्तिश्च, संपूर्ण दृष्टिलक्षणम् । अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ।।२।।' 'आगमो ह्याप्तवचनमाप्तं दोषक्षयाद्विदुः । वीतरागोऽनृतं वाक्यं, न ब्रूयाद्धत्वसंभवात् ।।३।।' 'तच्चैतदुपपत्त्यैव, प्रायशो गम्यते बुधैः । वाक्यलिङ्गा हि वक्तारः, सद्वाक्यं चोपपत्तिमत् ।।४।।' ‘મન્યથાતિપ્રસ: ચાત, તત્તયા રહિત ૬ सर्वस्यैव हि तत्प्राप्तेरित्यनर्थो महानयम् ।।५।।' इत्यलं प्रसंगेन । લલિતવિસ્તરાર્થ પૂર્વમાં કહ્યું કે તત્ત્વ જાણવા માટે આગમથી, અનુમાનથી અને ધ્યાનના અભ્યાસથી ત્રણ પ્રકારે પ્રજ્ઞાને વ્યાકૃત કરતો પુરુષ ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે, તેમાં સાક્ષીરૂપે અન્ય વચનો બતાવે છે – આગમ અને ઉપપતિ સંપૂર્ણ દૃષ્ટિનું સ્વરૂપ અતીન્દ્રિય અર્થોના સદ્ભાવના નિર્ણય માટે છે. આગમ આપ્ત વચન છે, દોષના ક્ષયથી આપ્ત કહેવાયા છે, વીતરાગ અમૃત વાક્ય બોલે નહિ; કેમ કે હેતનો અસંભવ છે=ભૂષાભાષણના હેતુ રાગ-દ્વેષ અને અજ્ઞાનનો વીતરાગમાં અસંભવ છે. અને તે આ=આપ્ત વચન, ઉપપતિથી જ પ્રાયઃ બધો વડે જણાય છે, દિકજે કારણથી, વાક્ય-લિંગવાળા વક્તાઓ છે યથાર્થ વાક્ય કે અયથાર્થ વાક્યોના લિંગથી વક્તા સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે એ નિર્ણય થાય છે અને સદ્ધાક્ય ઉપપત્તિવાળું છે. અન્યથા સદ્વાક્ય ઉપપત્તિવાળું ન હોય તો, અતિપ્રસંગ છે, ત—તે કારણથી, તેનાથી રહિત=ઉપપત્તિથી રહિત, જો થાય જ સદ્વાક્ય થાય, તો સર્વનાં જ વચનોની તેની પ્રાપ્તિ હોવાથી=સદ્વાક્યની પ્રાપ્તિ હોવાથી અર્થાત્ સર્વ દર્શનકારોનાં વચનો ઉપપત્તિવાળાં નહિ હોવા છતાં તે વચનોને સદ્ધાક્યથી પ્રાપ્તિ હોવાથી, આ મહાન અનર્થ છે સર્વ દર્શનોનાં વચનોને સદ્વાક્ય સ્વીકારવારૂપ મહાન અનર્થ છે, એથી પ્રસંગથી સર્યું પૂર્વમાં બ્રહાદ્વૈતવાદીના મતમાં જિતભયત્વ સંગત નથી એના દ્વારા તેને અભિમત જે ચાર શ્લોકો બતાવ્યા તે' સંગત નથી એમ બતાવીને ત્રિકોટિ પરિશુદ્ધ આગમથી પ્રવર્તવું જોઈએ તે કથન પ્રસંગથી કહ્યું તે અહીં પૂર્ણ થાય છે તેથી કહે છે પ્રસંગથી સર્યું. ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે ત્રિકોટિ પરિશુદ્ધ વિચારની શુદ્ધિથી આગમનો નિર્ણય કરીને પ્રવર્તવું જોઈએ, એ કથનને જ પુષ્ટ કરવા માટે કહે છે – છદ્મસ્થ જીવો અતીન્દ્રિય અર્થોને સાક્ષાત્ જોનારા નથી, કેવલી જ સર્વ પદાર્થોને સાક્ષાત્ જોનારા છે, તોપણ છદ્મસ્થને અતીન્દ્રિય અર્થોના સદ્ભાવના નિર્ણય માટે આગમ અને ઉપપત્તિ સંપૂર્ણ બોધનું કારણ છે
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy