SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ સવ્વપૂર્ણ સવદરિસીણ શાનનો તો મુક્તાત્મામાં સંભવ છે, પરંતુ એક સાથે અનેક વિષયને આગ્રાથીને પ્રવૃત્ત પણ ઉક્તરૂપ આકારનો સંભવ છે, આ પણ=એક જ્ઞાનમાં અનેક આકારોનો સંભવ છે એ પણ, કયા કારણથી છે? એથી કહે છે – ચિત્ર આસ્તરણ આદિમાં તે પ્રકારની ઉપલબ્ધિ હોવાથી પ્રતીત એવા ચિત્ર સ્વરૂપવાળી વર્ણકંબલમાં સ્વસંવેદનથી જ એક સાથે ઘણા વિષયના આકારની ઉપલબ્ધિ હોવાથી મુક્ત આત્માના જ્ઞાનમાં પણ અનેક આકારનો સંભવ છે એમ અવાય છે. વિટારિતોમાં રહેલા ગાદિ શબ્દથી અન્ય બહુવર્ણવાળા વિષયનો ગ્રહ છે. ભાવાર્થ - સાંખ્યદર્શનકાર કહે છે – મુક્ત આત્મા અમૂર્ત છે અને જ્ઞાન મુક્ત આત્માનો ધર્મ છે તે પણ અમૂર્ત છે, માટે અમૂર્ત એવા જ્ઞાનમાં વિષયના આકારનો અયોગ છે, તેથી પરમાર્થથી વિચારીએ તો મુક્ત જીવોને જ્ઞાનનો અભાવ છે. કેમ મુક્ત જીવોને જ્ઞાનનો અભાવ છે તે યુક્તિથી બતાવ્યા પછી તેને દઢ કરવા માટે કહે છે – સ્થિર સમુદ્ર જેવો મુક્ત આત્મા છે અને સમુદ્રમાં તરંગો થાય તેના જેવી જ્ઞાનની વૃત્તિઓ છે. આ જ્ઞાનની વૃત્તિઓ મહદ્ આદિ પવનના યોગથી થાય છે આ ઘટ છે આ પટ છે એ પ્રકારનો બુદ્ધિરૂપ પવન અને આ સંપત્તિ મારી છે ઇત્યાદિ રૂપ પવન જે પ્રકૃતિનો વિકાર છે તેના સંબંધથી થાય છે, જેમ સ્થિર સમુદ્ર હોય ત્યારે તેમાં પાણીના કોઈ તરંગો નથી, પરંતુ પવનના યોગથી પાણીમાં તરંગો ઊઠે છે તેમ સ્થિર સમુદ્ર જેવો આત્મા છે અને સંસારી જીવોનો આત્મા બુદ્ધિ, અહંકાર આદિ પ્રકૃતિના વિકારવાળો છે તે વિકારરૂપ પવનથી આત્મામાં જ્ઞાનની વૃત્તિઓ થાય છે અને મુક્ત આત્માઓની સાથે પ્રકૃતિનો વિયોગ છે, તેથી પ્રકૃતિથી જન્ય મહદ્, અહંકાર આદિ તેઓમાં નથી, તેથી સમુદ્રના તરંગતુલ્ય જ્ઞાનની વૃત્તિઓ મુક્ત આત્મામાં નથી, આ રીતે મુક્ત આત્મામાં સર્વશપણાની અનુપપત્તિ જ છે, એમ સાંખ્યદર્શનકાર કહે છે તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સાંખ્યદર્શનકારનું આ કથન પણ અસત્ છે; કેમ કે વિષયગ્રહણના જીવના પરિણામરૂપ જ આકાર છેઃ શેયનો આકાર છે, અને તેવો આકાર અમૂર્ત આત્માઓમાં પણ સ્વીકારવામાં વિરોધ નથી; કેમ કે જ્ઞયનું જ્ઞાન કરવું એ જીવનો સ્વભાવ છે અને જગતવર્તી પદાર્થો જોય છે, તેથી નિરાવરણ એવું જ્ઞાન અવશ્ય શેયના આકારરૂપે પરિણમન પામે છે, તેથી સિદ્ધના જીવોને કેવલજ્ઞાન સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. અહીં પ્રશ્ન થાય કે જગતવર્તી શેય પદાર્થો અનંતા છે તે સર્વ પદાર્થોને એક સાથે જ્ઞાન કઈ રીતે ગ્રહણ કરી શકે ? તેથી કહે છે – કેવલજ્ઞાનમાં અનેક વિષયના ગ્રહણનો પણ સંભવ છે, કઈ રીતે સંભવ છે તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. ચિત્ર વર્ણવાળા કંબલાદિમાં ઘણા વર્ષો એકસાથે ઉપલબ્ધ થાય છે, તેથી તે કંબલને જોનારને પ્રતીત થાય કે અનેક વર્ષોવાળી કંબલને હું જોઉં છું, તેમ નિરાવરણ જ્ઞાન પણ સર્વ શેયને જાણવા સમર્થ હોવાથી સર્વ શેયના આકારરૂપે પરિણમન પામે છે. અહીં વિશેષ એ છે કે સિદ્ધના જીવો મોહના તરંગોથી રહિત છે અને યોગના વ્યાપાર વગરના છે, તેથી
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy