________________
૧૫૭
સભ્રૂણં સવ્વદરિસીણં
૩ ચ ‘સ્થિતઃ
सति निरावरणत्वात्, मत्तोऽन्ये मदर्थाश्च गुणा इति अतस्तत्तत्स्वभावत्वसिद्धिः, शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चन्द्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवद् ।। १ ।। इत्यादि । લલિતવિસ્તરાર્થ :
સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન છે, સર્વને જાણે છે એથી સર્વજ્ઞ છે, સર્વને જુએ છે એથી સર્વદર્શી છે; કેમ કે તત્ત્વભાવપણું હોતે છતે=આત્માનું સર્વજ્ઞત્વ સર્વદર્શીત્વ સ્વભાવપણું હોતે છતે, નિરાવરણપણું છે, મારાથી અન્ય=પૃથક્ જ્ઞાનાદિ ગુણો છે, અને મારા અર્થવાળા ગુણો છે એથી તત્ તત્ સ્વભાવત્વની સિદ્ધિ છે=ગુણોની દ્રવ્ય સ્વભાવત્વની સિદ્ધિ છે અને કહેવાયું છે ચંદ્રની જેમ જીવ ભાવશુદ્ધિને કારણે પ્રકૃતિથી રહેલો છે અને ચંદ્રિકાની જેવું વિજ્ઞાન છે અને તેનું આવરણ=વિજ્ઞાનનું આવરણ, વાદળાની જેમ છે. ઈત્યાદિ=જીવના સ્વરૂપને કહેનારા અન્ય ક્શનનો આદિથી સંગ્રહ છે.
—
પંજિકા ઃ
'मत्तोऽन्ये मदर्थाश्चेत्यादि; इह किलैकदा भगवानर्हन् द्रव्यान् पर्यायान् भिन्नानभिन्नांश्च स्वशिष्येभ्य आचिख्यासुरात्मानमेवातिसन्निहिततयोद्दिश्याह- मत्तो = मत्सकाशाद्, अन्ये= पृथक्, गुणाः = ज्ञानदर्शनोपयोगादयः, लक्षणसंख्याप्रयोजनसंज्ञाभेदात्, तथाहि - 'गुणपर्यायवद् द्रव्यमिति (तत्त्वार्थ. ५-३७) लक्षणोऽहं, 'द्रव्याश्रया निर्गुणा गुणाः' (तत्वार्थ. ५-४० ) इतिलक्षणाश्च गुणाः, एकोऽहमनेके गुणाः, बन्धमोक्षादिक्रियाफलवानहं विषयावगमादिफलाश्च गुणाः, अर्हत्तीर्थकरपारगतादिशब्दवाच्योऽहं धर्म्मपर्यायादिशब्दवाच्याश्च गुणाः, मदर्थाश्चेति, अहमर्थः साध्यं येषां ते तथा, न हि गुणवृत्तिविलक्षणा काचिदैकान्तिकी ममापि प्रवृत्तिरस्ति तथाप्रतिभासात् । 'इति' वाक्यपरिसमाप्तौ । अत = एतद्वाक्यात्, तत्तत्स्वभावत्वसिद्धिः = तेषां गुणानां तत्स्वभावत्वसिद्धिः - द्रव्यस्वभावत्वसिद्धिः ।
પંજિકાર્થ :
‘મત્તોડન્ટે મર્ભાગ્યે’ ..... દ્રવ્યસ્વમાવત્વસિદ્ધિ: ।। મત્તોડન્ટે મર્વાશ્વેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, અહીં=સંસારમાં, એકવાર ખરેખર ભિન્ન-અભિન્ન દ્રવ્યોને અને પર્યાયોને સ્વશિષ્યોને કહેવાની ઇચ્છાવાળા અરિહંત ભગવાન મહાવીર અતિસંનિહિતપણું હોવાને કારણે પોતાને જ ઉદ્દેશીને કહે છે. મારાથી અન્ય=પૃથક્, ગુણો=જ્ઞાનદર્શનઉપયોગાદિ છે; કેમ કે લક્ષણ સંખ્યા, પ્રયોજન અને સંજ્ઞાનો ભેદ છે, તે આ પ્રમાણે – ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે એ પ્રમાણે લક્ષણવાળો હું છું અને દ્રવ્યના આશ્રયવાળા નિર્ગુણ ગુણો છે, એ લક્ષણવાળા ગુણો છે, હું એક છું, ગુણો અનેક છે, બંધ, મોક્ષ આદિ ક્રિયાના ફુલવાળો હું છું, વિષયના અવગમાદિ લવાળા ગુણો છે, અરિહંત, તીર્થંકર, પારગત આદિ શબ્દથી વાચ્ય હું છું, ધર્મ, પર્યાય આદિ શબ્દોથી વાચ્ય ગુણો છે=દ્રવ્યના ધર્મો છે દ્રવ્યના પર્યાયો છે ઇત્યાદિ શબ્દ વાચ્ય ગુણો છે, અને મ ્ અર્થવાળા ગુણો છે=‘હું' અર્થ અર્થાત્ સાધ્ય છું જેઓને તે તેવા