SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધાણં બોયાણ ૧૩૭ થાય છે એ દૃષ્ટાંત અસંગત છે, તેથી તત્સદશ અન્ય અન્ય ઋતુઓ આવે છે એમ જ માનવું જોઈએ અને સંસારી જીવો કાલથી પરાવર્તન પામતા નથી, પરંતુ વર્તમાનમાં જે પ્રકારનાં કર્મો કરે છે તે કર્મોને અનુરૂપ તે તે ગતિઓમાં પરાવર્તન પામે છે અને જેઓ ભવના કારણભૂત કર્મનો નાશ કરવા માટે યત્ન કરે છે અને રત્નત્રયીના સેવન દ્વારા કર્મોનો નાશ કરે છે તેઓ ભવથી તીર્ણ છે, તે રીતે મુક્ત થયેલા જીવો ફરી ભવમાં આવતા નથી; કેમ કે મુક્તત્વનો વિરોધ છે. અહીં પ્રશ્ન થાય કે કર્મથી મુક્ત થયા પછી પણ ફરી ભવમાં આવે છે તેમ સ્વીકારીએ તો શું વાંધો? તેથી કહે છે – સર્વથા ભવ અધિકારની નિવૃત્તિ જ મુક્તિ છે, તેથી એ પ્રાપ્ત થાય કે અંતરંગ સંશ્લેષરૂપ પરિણામ અને બાહ્ય કર્મ સાથે સંબંધરૂપ પરિણામ સંસાર છે અને જ્યારે સાધના દ્વારા જીવ વીતરાગ બને છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી યોગનિરોધ કરે છે ત્યારે સર્વ કર્મથી મુક્ત થાય છે, ત્યારપછી બાહ્ય પદાર્થ સાથે સંશ્લેષનો પરિણામ જીવમાં સદા માટે નથી, તેથી તેના કાર્યરૂપ બાહ્ય કર્મ સાથે સંબંધ થતો નથી અને કર્મનો જીવમાં સર્વથા અભાવ હોવાના કારણે ભવના અધિકારની સર્વથા નિવૃત્તિ વર્તે છે, તે જ મુક્તિ છે અને તે ભાવને પામેલા ભગવાન છે, તેથી ભાવથી સંસારથી તર્ણ છે અને યોગ્ય જીવોને ઉચિત અનુશાસન આપીને તારનારા ભગવાન છે, માટે ભગવાનમાં ભાવથી તીર્ણત્વ અને તારકત્વની સિદ્ધિ છે, માટે કાલ જ સંપૂર્ણ જગતનું આવર્તન કરે છે તેમ કહીને ભગવાનને અતીર્ણાદિ સ્વીકારનાર કાલકારણવાદી મતનું નિરાકરણ થાય છે. સંક્ષેપથી એ ફલિત થાય કે ભગવાન ભવસમુદ્રથી તરેલા છે અને તારનારા છે, એ પ્રકારે સ્મરણ કરીને તેઓની સ્તુતિ કરવાથી ભગવાનના તે ગુણ પ્રત્યે રાગ વૃદ્ધિ પામે છે, તેથી તે તે ગુણ પ્રત્યેના રાગના ઉપયોગથી તે ગુણની પ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મોનો ક્ષય થાય છે, તેથી તિજ્ઞાણે તારયાણ શબ્દથી સ્તવના કરનાર મહાત્માના ચિત્તમાં ભગવાનના તે ગુણજન્ય જે પ્રકારનો રોગ થાય છે તેને અનુરૂપ તેનો સંસાર અલ્પ અલ્પતર થાય છે અને ઉપયોગશૂન્ય બોલવાથી તે પ્રકારનો કોઈ રાગભાવ ન થાય તો તે ગુણને અભિમુખ વીર્ય ઉલ્લસિત થાય નહિ, તેથી તે પ્રકારની નિર્જરાની પ્રાપ્તિ પણ થાય નહિ, માટે નિર્જરા દ્વારા સંસારલયના અર્થીએ ભગવાનના તરણ અને તારણ સ્વરૂપને અત્યંત ભાવન કરીને તે ભાવ પ્રત્યે રાગવૃદ્ધિ થાય તેવો યત્ન પ્રસ્તુત સૂત્રથી કરવો જોઈએ, જે પ્રસ્તુત સૂત્રનું તાત્પર્ય છે. l૨૮ના અવતરણિકા: एतेऽपि परोक्षज्ञानवादिभिर्मीमांसकभेदैर्नीत्या अबुद्धादय एवेष्यन्ते, 'अप्रत्यक्षा च नो बुद्धिः, प्रत्यक्षोऽर्थः' इति वचनाद्, एतद्व्यवच्छेदार्थमाह - અવતરણિકાર્ય :મીમાંસકના એક ભેદ એવા પરોક્ષજ્ઞાનવાદી વડે નીતિથી યુક્તિથી, આ પણ=ભગવાન
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy