SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ વિયફ્ટછઉમાણ વળી, હેય-ઉપાદેયનું જ્ઞાન પરસ્પર અપેક્ષાવાળું કેમ છે ? તે યુક્તિથી બતાવતાં કહે છે – હ્રસ્વ અને દીર્ઘ પરસ્પર અપેક્ષાવાળા છે, પિતા અને પુત્ર પરસ્પર અપેક્ષાવાળા છે, તેથી આ પિતા છે એવું જ્ઞાન ન થાય તો આ પુત્ર છે તેમ પણ જ્ઞાન થઈ શકે નહિ અને આ પુત્ર છે તેમ જ્ઞાન ન થાય તો આ તેના પિતા છે તેવું જ્ઞાન થઈ શકે નહિ, તેથી બીજાના ઉપકાર માટે ઉપાદેયનો બોધ પરિપૂર્ણ કરવા માટે સકલ હેયનું જ્ઞાન આવશ્યક છે અને જેઓને સર્વનો બોધ નથી, માત્ર કલ્યાણ માટે શું કરવું ઉચિત છે તેટલો જ પુરુષાર્થને ઉપયોગી ઇષ્ટ તત્ત્વનો બોધ છે તેઓ ક્ષતિ વગર પૂર્ણ પરોપકાર સંપાદન કરી શકે નહિ, એ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઈએ, જેથી પરિપૂર્ણ ઉપકારને કરનારા ભગવાનને સ્વીકારવા હોય તો ભગવાનને અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનને ધરનારા છે તેમ જ સ્વીકારવું જોઈએ. વળી, સૂત્રમાં જ્ઞાન પ્રથમ ગ્રહણ કર્યું અને દર્શન પછી ગ્રહણ કર્યું, તેનાથી એ જ્ઞાપન થાય છે કે બધી લબ્ધિઓ સાકાર ઉપયોગવાળાને થાય છે, તેથી એ ફલિત થાય કે સૂત્રના પરમાર્થને સ્પર્શીને ઉપયોગ પ્રવર્તતો હોય તો જે ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ લબ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ અન્યમનસ્કતાથી કે સમૂર્છાિમની જેમ કરાતી ક્રિયાઓથી કોઈ ગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી. રપા અવતરણિકા - एतेप्याजीविकनयमतानुसारिभिर्गोशाल(प्र. गोशालक)शिष्यैस्तत्त्वतः खल्वव्यावृत्तच्छद्यान एवेष्यन्ते 'तीर्थनिकारदर्शनादागच्छन्तीति वचनात्, एतनिवृत्त्यर्थमाह - અવતરણિકાW: આજીવિક નયના મતાનુસારી ગોશાલકના શિષ્યો વડે તત્વથી ખરેખર આ પણ=અપ્રતિકત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા ભગવાન પણ, અવ્યાવૃત છદ્મવાળા જ ઈચ્છાય છે; કેમ કે તીર્થના વિનાશના દર્શનથી આવે છે=ફ્રી સંસારમાં જન્મ લે છે, એ પ્રકારનું વચન છે, એની નિવૃત્તિ માટે=જેઓ ભગવાનને અવ્યાવૃત છઘવાળા માને છે એ મતની નિવૃત્તિ માટે, કહે છે – સૂત્ર : વિટ્ટ૭૩મા શારદા સૂત્રાર્થ : વ્યાવૃત છદ્મવાળા ભગવાનને નમસ્કાર થાઓ. Jારકા લલિતવિસ્તરા : 'वियदृच्छउमाणं'-व्यावृत्तछद्मभ्यः, छादयतीति छद्म घातिकाभिधीयते ज्ञानावरणादि, तद्बन्धयोग्यतालक्षणश्च भवाधिकार इति, असत्यस्मिन्कर्मयोगाभावात्, अत एवाहुरपरे- ‘असहजाऽविद्ये 'ति व्यावृत्तं छद्म येषां, ते तथाविधा इति विग्रहः।
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy