SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અપડિહયવરનાણદંસણધરાણ ૧૦૩ જો ભગવાનના આત્મામાં સર્વજ્ઞાન અને સર્વદર્શન સ્વભાવ ન હોય અને સ્વભાવ હોવા છતાં તે નિરાવરણ ન હોય તો ભગવાન અપ્રતિહતવરજ્ઞાન-દર્શનને ધરનારા થાય નહિ, જેમ ધર્માસ્તિકાય આદિ પદાર્થો નિરાવરણ છે, પરંતુ સર્વજ્ઞાન અને સર્વદર્શન સ્વભાવવાળા નથી, તેથી પ્રકૃત સૂત્રનો જે અર્થ છે તેવા અર્થને ભજનારા નથી અને એકેન્દ્રિયાદિ સર્વ છબસ્થ જીવો સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવવાળા છે, છતાં નિરાવરણ નથી, માટે પ્રત સૂત્રના અર્થને ભજનારા નથી અને ભગવાને સાધના દ્વારા ઘાતિકર્મનો ક્ષય કર્યો છે, તેથી નિરાવરણ છે અને તેમનામાં વર્તતો સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવ આવરણના ક્ષયથી પ્રગટ થયેલો છે. તેથી અપ્રતિહત શ્રેષ્ઠ એવા જ્ઞાન-દર્શનને ધારણ કરનારા ભગવાન છે. અહીં શ્રેષ્ઠ જ્ઞાન કહેવાથી મતિ આદિ ચાર જ્ઞાન કરતાં કેવલજ્ઞાન કેવલદર્શન શ્રેષ્ઠ છે તેમ બતાવેલ છે અને અપ્રતિહત કહેવાથી બુદ્ધ તત્ત્વના જ જ્ઞાનવાળા છે, જગતના જોય માત્રના જાણનારા નથી તે મતનું નિરાકરણ થાય છે; કેમ કે ભગવાન જોય માત્રને જાણનારા છે. લલિતવિસ્તરાઃ सर्वज्ञस्वभावत्वं च सामान्येन सर्वावबोधसिद्धेः, विशेषाणामपि ज्ञेयत्वेन ज्ञानगम्यत्वात्, न चैते साक्षात्कारमन्तरेण गम्यन्ते, सामान्यरूपानतिक्रमात्। લલિતવિસ્તરાર્થ: અને સામાન્યથી સર્વ અવબોધની સિદ્ધિ હોવાને કારણે સર્વ જીવોને સામાન્યથી જગતના સર્વ પદાર્થોના બોધની સિદ્ધિ હોવાને કારણે, સર્વજ્ઞ સ્વભાવપણું છે=સર્વ જીવોનું સર્વજ્ઞ સ્વભાવપણું છે; કેમ કે વિશેષોનું પણ શેયપણું હોવાને કારણે જ્ઞાન ગમ્યપણું છે, આ=વિશેષો, સાક્ષાત્કાર વગર સામાન્યથી બોઘ થયા વગર, જણાતા નથી; કેમ કે સામાન્ય રૂપનો અનતિક્રમ છે=સર્વ વિશેષોમાં સામાન્ય રૂપનો અભેદ છે. પંજિકા:हेतुविशेषणसिद्ध्यर्थमाह सर्वज्ञस्वभावत्वं च हेतुविशेषणतयोपन्यस्तं, सामान्येन महासामान्यनाम्ना सत्तालक्षणेन, सर्वावबोधसिद्धेः= सर्वेषां-धर्मास्तिकायादिज्ञेयानाम्, अवबोधसिद्धेः-परिच्छेदसद्भावात्, (प्र.इति) ज्ञेयवस्तुप्रतिबिम्बसङ्क्रमस्य तु तदाकारत्वे ज्ञानस्याभ्युपगम्यमाने अनेकदोषप्रसङ्गात् व्याप्त्यनुपपत्तेः, धर्मास्तिकायादिष्वमूर्त्तत्वेनाकाराभावे प्रतिबिम्बायोगात्, तस्य मूर्तधर्मत्वात्, तथा तत्प्रतिबद्धवस्तुसङ्क्रमाभावेऽभावात्, न ह्यङ्गनावदनच्छायाणुसङ्क्रमातिरेकेणाऽऽदर्शक तत्प्रतिबिम्बसम्भवोऽस्ति, अम्भसि वा निशाकरबिम्बस्येति, अन्यथाऽतिप्रसङ्गात्, उक्तं च परममुनिभिः‘सामा तु दिया छाया, अभासुरगया निसं तु कालाभा। सच्चेव भासुरगया, सदेहवण्णा मुणेयव्वा।।१।। ..
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy