________________
૧૦૦
લલિતવિસ્તરા ભાગ-૨ યત્ન કરે છે અને અન્ય યોગ્ય જીવોના ચાર ગતિના ઉચ્છેદ માટે નિમિત્તભાવરૂપે કારણ બને છે. આ પ્રકારે ચક્રને પ્રવર્તાવીને ભગવાન ભવનો અંત કરનારા હોવાથી ધર્મવર ચક્રવર્તી છે. ૨૪ લલિતવિસ્તાર:___ एवं धर्मदत्वधर्मदेशकत्वधर्मनायकत्वधर्मसारथित्वधर्मवरचतुरन्तचक्रवर्तित्वैर्विशेषोपयोगसिद्धेः स्तोतव्यसम्पद एव विशेषेणोपयोगसम्पद इति।।संपदा-६॥ લલિતવિસ્તરાર્થ :
આ રીતે=પ્રસ્તુત સંપદાનું અત્યાર સુધી વર્ણન ક્યું એ રીતે, ધર્મદત, ધર્મદેશકત્વ, ધર્મનાયકત્વ, ધર્મસારથિ, ધર્મવર ચતુરંત ચક્રવર્તિત વડે વિશેષથી ઉપયોગની સિદ્ધિ હોવાથી યોગ્ય જીવોને ઘર્મદત્યાદિ ભાવો વડે વિશેષથી ભગવાનના ઉપયોગની સિદ્ધિ હોવાથી, સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદા છે પ્રસ્તુત વિશેષથી ઉપયોગસંપદા છે. Hસંપદાભાવાર્થ
પ્રસ્તુત સંપદામાં ભગવાન કઈ રીતે ધર્મને દેનારા છે, કઈ રીતે ધર્મના દેશક છે, કઈ રીતે ધર્મના નાયક છે, કઈ રીતે ધર્મના સારથિ છે, કઈ રીતે ધર્મવર ચતુરંત ચક્રવાળા છે તેનું વિસ્તારથી વર્ણન કર્યું, તેના દ્વારા યોગ્ય જીવોને ભગવાનનો વિશેષથી ઉપયોગ થાય છે તેની સિદ્ધિ થાય છે; કેમ કે ધર્મદેશનાદિ દ્વારા જ યોગ્ય જીવોને ભગવાનથી ઉપકાર થાય છે, માટે ભગવાનના ઉપયોગની સિદ્ધિ હોવાથી ભગવાનની સ્તોતવ્યસંપદા છે તેના જ વિશેષથી ઉપયોગરૂપ પ્રસ્તુત ઉપયોગસંપદા છે. સંપદા-કા અવતરણિકા -
एते च कैश्चिदिष्टतत्त्वदर्शनवादिभिर्बोद्धभेदैरन्यत्र प्रतिहतवरज्ञानदर्शनधरा एवेष्यन्ते 'तत्त्वमिष्टं तु पश्यतु' इति वचनाद्, एतन्निराचिकीर्षयाहઅવતરણિકાર્ય :
અને કેટલાક ઈષ્ટ તત્વના દર્શનવાદી એવા બૌદ્ધના ભેદો વડે અન્યત્રતત્વને છોડીને અન્યત્ર, પ્રતિહતવરજ્ઞાન-દર્શનધરનારા જ આ=ભગવાન, ઈચ્છાય છે; કેમ કે “ઈષ્ટ તત્ત્વને જુઓ” એ પ્રકારનું વચન છે=બૌદ્ધદર્શનવાદીનું વચન છે, આનું નિરાકરણ કરવાની ઈચ્છાથી તત્ત્વને છોડીને અન્યત્ર પ્રતિહતવરજ્ઞાન-દર્શનધરનારા ભગવાન છે એનું નિરાકરણ કરવાની ઈચ્છાથી, કહે છે – પંજિકા -
'तत्त्वमिष्टं तु पश्यत्वि'ति-'सर्वं पश्यतु वा मा वा, तत्त्वमिष्टं तु पश्यतु। प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ।।१।।' इति संपूर्णश्लोकपाठः।