SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મસારહીણું ૯૩ વળી, જેમ સારથિ રથને જંગલમાંથી ઇષ્ટ સ્થાનમાં લઈ જાય છે ત્યારે માર્ગનો યથાર્થ બોધ હોય તો રથને સમ્યગ્ માર્ગમાં પ્રવર્તાવે છે અને અશ્વનું તે રીતે પાલન કરે છે, જેથી ૨થને શક્તિથી અધિક પ્રવર્તાવીને માર્ગમાં તેમનો વિનાશ થાય નહિ. જો અવિચારકની જેમ શીઘ્ર પહોંચવાના ઉદ્દેશથી રથને પ્રવર્તાવે અને અશ્વનું પાલન કરે નહિ તો તે ૨થ ઇષ્ટ સ્થાન સુધી પહોંચી શકે નહિ, તેથી શ્રાંત થયેલા અશ્વોને વિશ્રામ કરાવીને અને આહારાદિ દાન કરીને સમ્યક્ પાલન કરે છે. વળી, તે ૨થ માર્ગમાં જતો હોય ત્યારે કોઈક રીતે અશ્વ ઉત્પથમાં જાય તે સારથિ તેનું દમન કરે છે, તેમ ભગવાને પણ પોતાનો સદ્વીર્ય રૂપી ૨થ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવતી વખતે બાહ્ય ક્રિયારૂપ ઉચિત આચરણા અને સંયમના પરિણામોની વૃદ્ધિ થાય તેવી અંતરંગ આચરણારૂપ બે અશ્વોને તે રીતે પ્રવર્તાવ્યા કે જેથી ચારિત્રની વૃદ્ધિ થાય. વળી, ભવરૂપી અટવીમાંથી નીકળતી વખતે મોક્ષની પ્રાપ્તિ સુધી તે ૨થ સમ્યક્ પ્રવર્તે તર્થે નિપુણતાપૂર્વક તે બાહ્ય આચરણા અને અંતરંગ આચરણાને પોતાની શક્તિ અનુસાર પ્રવર્તાવી, જેથી તે બંને આચરણારૂપી અશ્વો ઉત્તરોત્તર માર્ગમાં ગમન કરી શકે. જો શક્તિનું આલોચન કર્યા વગર બાહ્ય ક્રિયા કે અંતરંગ યત્ન કરત તો ભગવાનના રથના તે બે અશ્વોનું સમ્યક્ પાલન થાત નહિ, પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિથી પ્રગટ થયેલા સમ્યક્ પ્રવર્તક જ્ઞાનને કા૨ણે ભગવાને પોતાના અશ્વોનું તે રીતે પાલન કર્યું કે જેથી તે અશ્વો અસંગભાવની વૃદ્ધિ દ્વારા ઇષ્ટ સ્થાને જવા સમર્થ બન્યા. વળી, ક્યારેક નિમિત્તોને પામીને અશ્વ ઉત્પથમાં જાય ત્યારે સારથિ તેનું દમન કરીને તેને વશ કરે છે, તેમ ચારિત્રમોહનીય આદિ કર્મ જીવને ઉત્પથમાં લઈ જાય તેવા છે, પરંતુ ભગવાને નિપુણતાપૂર્વક તેઓને વશ કર્યાં, જેથી સિદ્ધિપથમાં તેમનું ગમન અસ્ખલિત પ્રવર્ત્યે. વળી, તે જ ભવમાં ક્ષાયિક સુધીની પ્રાપ્તિ શક્ય નહિ હોવાથી ચારિત્રનું કારણ બને એવા મનુષ્યભવ આદિ ચારિત્રનાં અંગોનો ઉપચય કરે, તે રીતે જ ચારિત્રમાં યત્ન કર્યો, જેથી રાત્રિના શયનતુલ્ય શક્તિના સંચય માટે ઉત્તરનો દેવભવ બને છે અને ત્યારપછી ઉત્તરના મનુષ્યભવમાં ઉત્તમ સામગ્રીને પામીને વિશેષ પ્રકારના ચારિત્રપથમાં ગમન કરીને ચારિત્રની જ વૃદ્ધિ કરે છે અને ચરમભવમાં ચારિત્રને ક્ષાયિકભાવરૂપે આત્મસાત્ કરે છે. આ રીતે દમન દ્વારા ભગવાન પોતાનો ૨થ મોક્ષમાર્ગ સુધી પહોંચાડે છે, તે સારથિપણું ભાવધર્મની પ્રાપ્તિથી શરૂ થાય છે અને ભગવાનને આદ્ય ધર્મસ્થાનની પ્રાપ્તિ થઈ તે પણ આવા સારથિત્વરૂપ નહિ હોવા છતાં આવા સારથિત્વની પ્રાપ્તિ પ્રત્યે અવંધ્ય કારણ હતું, સમ્યક્ત્વરૂપ ભાવધર્મની પ્રાપ્તિ થઈ ત્યારે તો ભગવાનનો આત્મા ધર્મસારથિ બન્યો, પરંતુ ભાવધર્મની આદ્ય સ્થાનની પ્રાપ્તિ થઈ ત્યારે પણ ભગવાનના આત્મામાં સારથિપણાનું અવંધ્યબીજપણું હતું અને તે બૌદ્ધદર્શનના વચનથી સ્પષ્ટ કરે છે બૌદ્ધદર્શનવાળા પણ માને છે કે કોઈ પુરુષને સારી રીતે રક્ષણ કરાયેલો એવો સુવર્ણનો અને રત્નનો કરંડિયો પ્રાપ્ત થાય ત્યારે જ્યાં સુધી તે કરંડિયાને ઉઘાડે નહિ ત્યાં સુધી આ કરંડિયામાં સુવર્ણ અને રત્નો છે તેવો બોધ થતો નથી, તોપણ તે કરંડિયાની પ્રાપ્તિ વખતે કરંડિયામાં સંવૃત એવા સુવર્ણની અને રત્નની તેમને પ્રાપ્તિ થયેલી છે અને જ્યારે તે કરંડિયો ઉઘાડે ત્યારે વ્યક્ત સુવર્ણ અને રત્નોની પ્રાપ્તિ થાય છે, તેમ ભગવાનના આત્માને ધર્મપ્રશંસાદિરૂપ આદ્ય ધર્મસ્થાનની પ્રાપ્તિ થઈ તે પણ તે રત્નના કરંડિયાની
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy