SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મસારહીણ ચારિત્રના ફળરૂપ જે પુણ્ય છે તે પાપપ્રકૃતિના વિદ્યાતથી રહિત છે, માટે ભગવાન ધર્મના નાયક છે. (૪) વળી, ભગવાને ધર્મના સેવનથી જે શ્રેષ્ઠ પુણ્ય અર્જન કર્યું તેના વિદ્યાતનો કોઈ હેતુ નથી, તેથી અહેતુક વિદ્યાત હોવાને કારણે ભગવાનને ધર્મના ફળમાં વિઘાતની અસિદ્ધિ છે. કેમ ભગવાનના પુણ્યના વિઘાતનો હેતુ નથી ? તેથી કહે છે ૧ જે અહેતુક હોય તેને સદા સત્ત્વની પ્રાપ્તિ થાય કે સદા અસત્ત્વની પ્રાપ્તિ થાય, જેમ આત્મા પ્રત્યે કોઈ હેતુ નથી, તેથી પોતાના આત્માનું સદા સત્ત્વ છે અને તે તે જન્મ પ્રત્યે તે તે કર્મ હેતુ છે, તેથી તે તે જન્મનું સદા સત્ત્વ નથી, પરંતુ જ્યારે હેતુ પ્રાપ્ત થાય ત્યારે તેનું સત્ત્વ પ્રાપ્ત થાય છે. વળી, શશશૃંગનો કોઈ હેતુ નથી, તેથી શશશૃંગનું સદા અસત્ત્વ પ્રાપ્ત થાય છે અને ભગવાને ચારિત્રધર્મનું સેવન કરીને તીર્થંકરનામકર્મરૂપ શ્રેષ્ઠ પુણ્ય બાંધ્યું છે તેના વિઘાતનો કોઈ હેતુ નથી, તેથી અહેતુક એવા વિદ્યાતની ભગવાનના પુણ્યના ફળમાં અસિદ્ધિ છે, તેથી જ્યારથી ભગવાનનું તીર્થંકરનામકર્મ વિપાકમાં આવે છે ત્યારથી ભગવાનમાં તે પુણ્યનું સદા સત્ત્વ છે, પરંતુ સંસારી જીવોને શાતા વર્તતી હોય તોપણ વિધાતની સામગ્રી પામીને તે શાતાના વિઘાતની સિદ્ધિ થાય છે, તેમ ભગવાનના પુણ્યના ફળમાં વિઘાતનો હેતુ નહિ હોવાથી વિઘાતની અસિદ્ધિ છે, તેથી ચારિત્રનું ફળ ભગવાનને વિદ્યાત રહિત છે, તેથી ભગવાન ધર્મના નાયક છે. II૨૨શા સૂત્ર : થમ્નસારહીનં ।।૨રૂ।। સૂત્રાર્થ - ધર્મના સારથિ એવા ભગવાનને નમસ્કાર થાઓ. ||૩|| લલિતવિસ્તરા : तथा, 'धम्मसारहीणं' । इहापि धर्मोऽधिकृत एव, तस्य स्वपरापेक्षया सम्यक्प्रवर्त्तनपालनदमनयोगतः सारथित्वम् । - तद्यथा • सम्यक्प्रवर्त्तनयोगेन परिपाकापेक्षणात् प्रवर्त्तकज्ञानसिद्धेः, अपुनर्बन्धकत्वात्, प्रकृत्याभिमुख्योपपत्तेः । લલિતવિસ્તરાર્થ ઃ અને ભગવાન ધર્મના સારથિ છે, અહીં પણ=પ્રસ્તુત સૂત્રમાં પણ, ધર્મ અધિકૃત જ છે=ચારિત્રધર્મ જ છે, તેનું સ્વપરની અપેક્ષાથી સમ્યક્ પ્રવર્તન-પાલન અને દમનયોગને કારણે સારથિપણું છે, તે આ પ્રમાણે છે=ભગવાનનું સારથિપણું સમ્યક્ પ્રવર્તન આદિને કારણે આ પ્રમાણે છે સમ્યક્ પ્રવર્તનના યોગને કારણે ભગવાન સારથિ છે. કેમ સમ્યક્ પ્રવર્તનનો યોગ છે ? તેમાં હેતુ કહે છે
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy