SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૧ (૨) અને યથાર્થ અભિધાનવાળા=“ગૃતિ શાસ્ત્રતત્ત્વે કૃતિ ગુરુઃ” એ પ્રકારના યથાર્થ નામવાળા, સ્વ-પરતંત્રવિદ્સ્વ અને પરના શાસ્ત્રોને જાણનારા, પરહિતનિરત=અન્ય જીવોનું હિત કરવામાં તત્પર, પરઆશયવેદી=અન્ય જીવોના આશયને જાણનારા, ગુરુ સાથે સમ્યક્ સંબંધ=આ ગુરુ મને સમ્યક્ ધર્મતત્ત્વના પરમાર્થ બતાવશે એવા બોધપૂર્વકનો સંબંધ ગુયોગ છે; કેમ કે આના વિપર્યયથી=આવા ગુણોવાળા ગુરુથી વિપરીત ગુરુના યોગથી, વિપર્યયની સિદ્ધિ છે=વિપરીત બોધની પ્રાપ્તિ છે. તેનું વ્યાખ્યાન પણ=તેવા વિપરીત ગુરુથી કરાયેલું સૂત્રનું વ્યાખ્યાન પણ, અવ્યાખ્યાન જ છે. કેમ અવ્યાખ્યાન છે ? તે સ્પષ્ટ કરે છે ૭. અભક્ષ્ય-અસ્પર્શનીયના ન્યાયથી અનર્થના ફ્લવાળું આ છે=વિપરીત ગુરુથી કરાયેલું વ્યાખ્યાન છે, એ પ્રકારે પરિભાવન કરવું જોઈએ. ‘કૃતિ’ ‘ગુરુયોગ’ નામના વ્યાખ્યાના બીજા અંગના સ્વરૂપકથનની સમાપ્તિમાં છે. (૩) અને માંડલી-નિષધા-અક્ષાદિમાં પ્રયત્ન, જ્યેષ્ઠના અનુક્ર્મનું પાલન, ઉચિત એવી આસનની ક્રિયા=વ્યાખ્યાનશ્રવણ માટે આસનપૂર્વક બેસવાની ક્રિયા, સર્વથા વિક્ષેપનો સંત્યાગ=વ્યાખ્યાના શ્રવણકાળમાં સર્વ પ્રકારે ઈન્દ્રિયો અને મનના વિક્ષેપનો ત્યાગ, ઉપયોગની પ્રધાનતા=વ્યાખ્યાના શ્રવણકાળમાં બોલાતા અર્થોના પરમાર્થ જાણવા માટે માનસવ્યાપારની મુખ્યતા; આ પ્રકારે શ્રવણની વિધિ વિધિપરતા છે. આ=આવા પ્રકારની શ્રવણની વિધિ, કલ્યાણની પરંપરાનો હેતુ છે, આનાથી જ=આવા પ્રકારની શ્રવણની વિધિથી જ, નિયમથી સમ્યજ્ઞાન થાય છે. આનાથી જ સમ્યગ્નાન કેમ થાય છે ? તે સ્પષ્ટ કરે છે - ખરેખર ઉપાય=શ્રવણની વિધિરૂપ ઉપાય, ઉપેયનો વ્યભિચારી=સમ્યજ્ઞાનરૂપ ઉપયનો વ્યભિચારી, નથી જ; કેમ કે તેના ભાવની અનુપપત્તિ છે=ઉપાય ઉપેયનો વ્યભિચારી હોય તો ઉપાયમાં ઉપાયના ભાવની અપ્રાપ્તિ છે. ‘કૃતિ’ ‘વિધિપરતા’ નામના વ્યાખ્યાના ત્રીજા અંગના સ્વરૂપક્શનની સમાપ્તિમાં છે. (૪) અને બોધની પરિણતિ કુતર્કના યોગથી રહિત, સંવૃત એવા રત્નના આધારની અવાપ્તિ કલ્પ=ઢંકાયેલા એવા રત્નોના કરંડિયાની પ્રાપ્તિતુલ્ય, માર્ગાનુસારીપણાથી યુક્ત, તંત્રની યુક્તિથી પ્રધાન એવી સમ્યજ્ઞાનની સ્થિરતા છે, સ્તોક પણ આ હોતે છતે=થોડી પણ આવા પ્રકારની બોધની પરિણતિ હોતે છતે, વિપર્યય થતો નથી, અનાભોગમાત્ર હોય છે=કોઈક સ્થાનમાં બોધનો અભાવમાત્ર હોય છે, પરંતુ તે=અનાભોગમાત્ર, સાઘ્ય વ્યાધિ કલ્પ છે=સાધ્ય એવા રોગ જેવો છે; કેમ કે વૈધવિશેષ જેવું પરિજ્ઞાન છે. ‘કૃતિ’ ‘બોધપરિણતિ' નામના વ્યાખ્યાના ચોથા અંગના સ્વરૂપકથનની સમાપ્તિમાં છે. (૫) અને સ્વૈર્ય જ્ઞાનઋદ્ધિનો અનુન્સેક=જ્ઞાનની સમૃદ્ધિનું નિરભિમાન, તદજ્ઞનું અનુપહસન=
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy