SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ અથવા ૩૩ આલાપકો ત્યારપછી જમીન પર સ્થાપન કરેલ જાનુ-કરતલવાળા અર્થાત્ ભગવાનને ખમાસમણું આપતા એવા શ્રાવક, ભગવાનના ગુણોના સ્મરણથી વધતા એવા અતિતીવ્રતર શુભ પરિણામવાળા થાય છે અર્થાત્ ચિત્તમાં સતત સર્વ સંસારના ભાવોથી અતીત અને ચાર અતિશયવાળા પરમાત્માના સ્વરૂપની સ્મૃતિ વર્તે છે એવા તે શ્રાવક “વીતરાગના ગુણોનું સ્મરણ કરીને હું પણ વિતરાગની જેમ સંસારસાગરથી તરું” એ પ્રકારના પ્રવર્ધમાન અતિતીવ્રતર શુભ પરિણામવાળા થાય છે, અને ભગવાનના ગુણોની સ્મૃતિને કારણે ભગવાન પર અતિતીવ્ર ભક્તિ થવાથી હર્ષાશ્રુથી પરિપૂર્ણ ચક્ષુવાળા થાય છે, તેમજ ભગવાનના ગુણો પ્રત્યેના બહુમાનથી રોમાંચિત શરીરવાળા થાય છે. વળી, શ્રાવક ચિત્તમાં વિચારે છે કે “મિથ્યાત્વરૂપી પાણીથી ભરપૂર અને અનેક કુવિકલ્પોરૂપી મગરોથી વ્યાપ્ત એવા આ સંસારસમુદ્રમાં આયુષ્ય અનિત્ય છે, માટે મનુષ્યભવને સફળ કરવાનું કારણ એવું આ ચૈત્યવંદન અતિદુર્લભ છે અને આ ચૈત્યવંદન વીતરાગના ગુણો તરફ પ્રસર્પણ પામતા ચિત્ત સ્વરૂપ હોવાથી સકલ કલ્યાણનું એક કારણ છે. વળી, ચિંતામણિ-કલ્પવૃક્ષ જે ફળ આપી શકતું નથી તેવું ફળ ચૈત્યવંદન કરવાથી મળે છે. અને આવું ભગવત્પાદનંદન કોઈક રીતે મને પ્રાપ્ત થયું છે, માટે આનાથી અન્ય કાંઈ કૃત્ય નથી.” આ પ્રમાણે વિચારીને પોતાના આત્માને કૃતાર્થ માનતા એવા તે શ્રાવક ભગવાનના ગુણોમાં સ્થાપન કરેલા ચહ્યું અને માનસવાળા બને છે, અને વિચારે છે કે “આવું પણ દુર્લભ ચૈત્યવંદન જો હું પ્રમાદથી કરીશ તો અલનાઓ થવાને કારણે હું ચૈત્યવંદનના ફળને પામી શકીશ નહીં.” તેથી શ્રાવક અતિચારોના ભયથી અત્યંત ઉપયુક્ત થઈને અસ્મલિતાદિ ગુણોના સમૂહથી યુક્ત એવું પ્રણિપાતદંડક સૂત્ર બોલે છે. વળી, જેમ શ્રાવક ઉપરમાં બતાવ્યું. એ રીતે ચૈત્યગૃહાદિમાં એકાંતપ્રયતાદિ ભાવોવાળા થઈને નમુત્યુર્ણરૂપ પ્રણિપાતદંડક સૂત્ર બોલે છે, તેમ સાધુ પણ તે જ પ્રકારના ભાવોવાળા થઈને નમુત્થણરૂપ પ્રણિપાતદંડક સૂત્ર બોલે છે, તેથી જેમ શ્રાવક યથાસંભવ ભુવનગુરુના સંપાદિતપૂજોપચારવાળા હોય છે, તેમ સાધુ પણ સંપાદિતપૂજોપચારવાળા હોય છે, ફક્ત શ્રાવક ચૈત્યવંદનની પૂર્વે દીર્ઘકાળ સુધી વીતરાગના ગુણોની ભક્તિરૂપે ભગવાનની અનેક પ્રકારનાં દ્રવ્યો દ્વારા પૂજા કરે છે, તેને સ્થાને સાધુ ચૈત્યવંદનની પૂર્વે ભગવાનની સ્તોત્રપૂજા કરે છે અર્થાતુ અનેક પ્રકારનાં સ્તોત્રો બોલવા દ્વારા પૂજા કરે છે, જેના કારણે ભગવાનના ગુણોથી સાધુનું ચિત્ત વાસિત બને છે. આ સિવાયનાં ચૈત્યવંદન વિષયક શેષ કૃત્ય સાધુ શ્રાવકની જેમ જ કરે છે. વળી, સાધુ અને શ્રાવક જેમ અસ્મલિતાદિ ગુણોથી યુક્ત પ્રણિપાતદંડક સૂત્ર બોલે છે, તેમ તે તે સૂત્રથી વાચ્ય એવા ભગવાનના ગુણોને બતાવનાર અર્થના સ્મરણથી યુક્ત પ્રણિપાતદંડક સૂત્ર બોલે છે. વળી, તે સૂત્ર કઈ રીતે બોલે છે તે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવે છે, અને તે પ્રણિપાતદંડક સૂત્ર “નમુત્યુર્ણ અરિહંતાણં'. ઇત્યાદિ રૂપ છે. લલિતવિસ્તરા - इहच द्वात्रिंशदालापकाः, त्रयस्त्रिंशदित्यन्ये 'वियदृच्छउमाण मित्यनेन सह। (१) इह चाद्यालापकद्वयेन
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy