SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૫ ચૈત્યવંદનનો પૂર્વવિધિ અનધિકારી જીવોની અપક્ષપાતથી જ ઉપેક્ષા કરાય છે. આશય એ છે કે ગ્રંથકારશ્રી માટે સર્વ જીવો સમાન છે, તેથી અધિકારી જીવો પ્રત્યે પક્ષપાત છે અને અનધિકારી જીવો પ્રત્યે ઉપેક્ષા છે, તેવું નથી, પરંતુ ગ્રંથકારશ્રીને સર્વ જીવો પર ઉપકાર કરવો છે, માટે જે જીવોનું પોતાના ઉપદેશથી અહિત થાય તેમ છે તે જીવોને ઉપદેશથી થનારા અહિતના નિવારણ માટે ગ્રંથકારશ્રી તેઓની ઉપેક્ષા કરીને, પોતાના ઉપદેશથી જેઓનું હિત થાય તેમ છે તેવા જીવોને આશ્રયીને પ્રસ્તુત એવા ચૈત્યવંદનની વિધિ કહેવાની પ્રતિજ્ઞા કરે છે. લલિતવિસ્તરા - इह प्रणिपातदण्डकपूर्वकं चैत्यवन्दनम्, इति स एवादी व्याख्यायते, तत्र चायं विधिः -इह साधुः श्रावको वा चैत्यगृहादावेकान्तप्रयतः परित्यक्तान्यकर्त्तव्यः प्रदीर्घतरतद्भावगमनेन यथासम्भवं भुवनगुरोः सम्पादितपूजोपचारः ततः सकलसत्त्वानपायिनी भुवं निरीक्ष्य, परमगुरुप्रणीतेन विधिना प्रमृज्य च, क्षितिनिहितजानुकरतलः प्रवर्द्धमानातितीव्रतरशुभपरिणामो भक्त्यतिशयात् मुदश्रुपरिपूर्णलोचनो रोमाञ्चाञ्चितवपुः, मिथ्यात्वजलनिलयानेककुग्राहनक्रचक्राकुले भवाब्धावनित्यत्वाच्चायुषोऽतिदुर्लभमिदं सकलकल्याणैककारणं च अधःकृतचिन्तामणिकल्पद्रुमोपमं भगवत्पादवन्दनं कथञ्चिदवाप्तम्, न चातः परं कृत्यमस्ती'त्यनेनात्मानं कृतार्थमभिमन्यमानो भुवनगुरौ विनिवेशितनयनमानसोऽतिचारभीरुतया सम्यगस्खलितादिगुणसम्पदुपेतं तदर्थानुस्मरणगर्भमेवं प्रणिपातदण्डकसूत्रं पठति; इति तच्चेदम्नमोऽत्यु णं अरहंताणमित्यादि। લલિતવિસ્તરાર્થ: અહીંsઉપાસ્ય એવા ભગવાનની ઉપાસનામાં, પ્રણિપાતદંડકપૂર્વક ચૈત્યવંદન છે, એથી તે જ=પ્રણિપાતદંડક સૂત્ર જ, આદિમાં ચૈત્યવંદનની વિધિના પ્રારંભમાં, વ્યાખ્યાન કરાય છે, અને ત્યાં ચૈત્યવંદન કરવામાં, આ=હવે બતાવે છે એ, વિધિ છે – અહીં ચૈત્યવંદનની ક્રિયાના સમ્યક સંપાદનમાં, સાધુ કે શ્રાવક ચૈત્યગૃહાદિમાં એકાંતથી પ્રયત=પ્રયત્નવાળા, પરિત્યક્ત અવ્ય કર્તવ્યોવાળા, પ્રદીર્ઘતર તભાવગમનથી=ઘણા કાળ સુધી ભગવાનના વીતરાગભાવ તરફ ચિત્તના ગમનથી, યથાસંભવ સંભવ પ્રમાણે, ભુવનગુરુની સંપાદિત પૂજાના ઉપચારવાળા, ત્યારપછી સકલ સત્ત્વોની અનયાયી એવી ભૂમિને નિરીક્ષણ કરીને=સર્વ જીવોને હિંસારૂપ અપાય નહીં કરનારી એવી શુદ્ધ ભૂમિને જોઈને, અને પરમગુરુથી પ્રણીત એવી વિધિ વડે પ્રમાર્જીને શુદ્ધ ભૂમિનું પ્રમાર્જન કરીને, ક્ષિતિમાં નિહિત જાનુ-કરતલવાળા= ભૂમિ પર સ્થાપન કરેલ ઢીચણનો નીચેનો ભાગ અને હાથના તળિયાવાળા, પ્રવર્ધમાન એવા અતિતીવતર શુભ પરિણામવાળા, ભક્તિના અતિશયને કારણે મુન્ના અશ્રુથી પરિપૂર્ણ લોચનવાળા= પ્રમોદના આંસુથી ભરેલા નેત્રોવાળા, રોમાંચથી અંચિત શરીરવાળા, “મિથ્યાત્વરૂપી જલના નિલય અને અનેક કુગ્રાહરૂપી નક્યWી આકુલ એવા ભવરૂપી અશ્વિમાં–મિથ્યાત્વરૂપી પાણીના
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy