________________
૪૭
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા
અપવાદ પણ સૂત્રની અબાધાથી ગુરુ-લાઘવના આલોચનમાં પર, અધિક દોષની નિવૃત્તિ દ્વારા શુભ, શુભાનુબંધી, મહાસત્વથી આસેવિત એવો ઉત્સર્ગનો ભેદ જ છે જ, પરંતુ સૂત્રની બાધાથી નથી=અપવાદ સૂત્રની બાધાથી ઉત્સર્ગનો ભેદ નથી.
આ રીતે અપવાદનું સ્વરૂપ સ્પષ્ટ કર્યા પછી યદચ્છાથી કરાયેલું ચૈત્યવંદન અપવાદથી ઇષ્ટ છે એમ કહેનારનું કથન કેવું છે ? તે બતાવે છે –
(સૂત્રની બાધા વડે યદચ્છાથી કરાયેલું ચૈત્યવંદન અપવાદથી ઈષ્ટ છે એ પ્રકારનું કથન) ગુરુલાઘવની ચિંતાના અભાવને કારણે અહિત, અહિતાનુબંધી, અસમંજસ, પરમગુરુના લાઘવને કરનારું, શુદ્ધસત્ત્વોથી વિભિત છે, એથી આનું અંગીકરણ પણ ક્ષસત્ત્વોથી વિભિત કથનનું અપવાદપણારૂપે આશ્રયણ પણ, અનાત્મજ્ઞોનું અજ્ઞાની જીવોનું, સંસારરૂપી સરિતના સ્રોતમાં સંસારરૂપી નદીના પ્રવાહમાં, કુશ-કાશનું અવલંબન છે, એ પ્રમાણે પરિભાવન કરવું જોઈએ.
આ રીતે અનધિકારી જીવોનું ચૈત્યવંદનથી હિત થતું નથી, તેની સ્પષ્ટતા કરી. વળી, પૂર્વે ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે ઉપદેશકે લિંગો દ્વારા અધિકારીને જાણીને ચૈત્યવંદનના અધ્યાપનમાં પ્રવર્તવું જોઈએ, તેથી જિજ્ઞાસા થાય કે ઉપદેશકે લિંગો દ્વારા અધિકારી જીવને જાણ્યા પછી અધિકારી જીવને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના અધ્યાપનની પ્રવૃત્તિ કરતાં પહેલાં શું કરવું જોઈએ ? જેથી ચૈત્યવંદનના અધ્યાપનથી તે અધિકારી જીવનું હિત થાય ? તે બતાવવા માટે કહે છે –
સર્વથા પ્રવચનનું ગાંભીર્ય નિરૂપણ કરવું જોઈએ=અધિકારી જીવોને સર્વ પ્રકારે જિનવચનનું ગંભીરપણું બતાવવું જોઈએ; તંત્રતાની સ્થિતિ વિલોકન કરવી જોઈએ=અન્યદર્શનની મર્યાદા બતાવવી જોઈએ; તેનાથી=અન્યદર્શનથી, આનું પ્રવચનનું, અઘિકપણું દેખાડવું જોઈએ; વ્યાતિઈતરનો વિભાગ અપેક્ષા કરવો જોઈએ=સર્વદર્શનોમાં જૈનદર્શનની વ્યાપ્તિ છે, પરંતુ જૈનદર્શનમાં સર્વદર્શનોની અવ્યાતિ છે એ પ્રકારનો વિભાગ બતાવવો જોઈએ; ઉત્તમ નિદર્શનોમાં યત્ન કરવો જોઈએ=અધિકારી જીવને જિનાજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરનારા ઉત્તમ પુરુષોનાં દષ્ટાંતો સમજાવવા વિષયક યત્ન કરવો જોઈએ. આ શ્રેયોમાર્ગ છે=પ્રવચનના ગાંભીર્યનું નિરૂપણાદિ કરવું એ કલ્યાણનો ઉપાય છે.
વળી, જૈનદર્શન અન્યદર્શનો કરતાં અધિક કઈ રીતે છે ? ઇત્યાદિ બતાવવામાં આવે અને ઉત્તમ પુરુષોનાં દષ્ટાંતમાં યત્ન કરવાનું કહેવામાં આવે તે સર્વ પણ ઉત્સર્ગ-અપવાદના પરિજ્ઞાનનો હેતુ એવો શ્રેયમાર્ગ છે. આમ છતાં સામાન્ય જીવો પ્રવચનના ગાંભીર્યના નિરૂપણાદિમાં પણ યત્ન કરી શકે તેમ નથી, માટે આવો શ્રેયમાર્ગ અશક્ય અનુષ્ઠાનવાળો બનશે. આ પ્રકારે આશંકા કરીને તેના ઉત્તરરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
અને ક્ષીણપ્રાયકર્મવાળા, વિશુદ્ધ આશયવાળા, ભવના અબહુમાનવાળા, અપુનર્બઘકાદિ મહાપુરુષોમાં આ=પૂર્વે બતાવ્યો એ શ્રેયોમાર્ગ, વ્યવસ્થિત છે=રહેલો છે. એથી વળી, અન્યોને=