SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૧ | ર રક્ષણ થાય છે, તેથી તત્કાલની દરિદ્રતા પણ જીવને મહાન અનર્થથી રક્ષણ કરનાર હોવાથી સુંદર પરિણામવાળી છે. આમ, સર્વ અનુષ્ઠાનોમાં જેનું પરિણામ સુંદર હોય તેવું અનુષ્ઠાન કરવાથી ક્વચિત્ તાત્કાલિક ફળ પ્રાપ્ત ન થાય તોપણ તેનું પરિણામ સુંદર છે, અને જે અનુષ્ઠાનોથી તાત્કાલિક ફળ પ્રાપ્ત થવા છતાં તેનું પરિણામ સુંદર ન હોય તેવાં અનુષ્ઠાન કરનારા જીવો લક્ષ્યના નિર્ણયપૂર્વક અનુષ્ઠાનમાં યત્ન કરનારા નથી, તેથી તેવા જીવો આલોકમાં અનુચિત પ્રવૃત્તિ કરનારા છે, તેથી તેઓ ઉચિતવૃત્તિવાળા નથી. લલિતવિસ્તરા : आह- 'क इवानधिकारिप्रयोगे दोष' इति, उच्यते - स ह्यचिन्त्यचिन्तामणिकल्पम्, अनेकभवशतसहस्त्रोपात्तानिष्टदुष्टाष्टकर्म्मराशिजनितदौर्गत्यविच्छेदकमपि इदमयोग्यत्वाद् अवाप्य न विधिवदासेवते, लाघवं चास्यापादयति, ततो विधिसमासेवकः कल्याणमिव महदकल्याणमासादयति, उक्तं च, 'धर्मानुष्ठानवैतथ्यात्प्रत्यपायो महान् भवेत् । रौद्रदुःखौघजनको दुष्प्रयुक्तादिवौषधात् ।।' इत्यादि, अतोऽनधिकारिप्रयोगे प्रयोक्तृकृतमेव तत्त्वतस्तदकल्याणम्; इति लिङ्गैस्तदधिकारितामवेत्यैतदध्यापने प्रवर्तेत । લલિતવિસ્તરાર્થ ઃ - કહે છે=પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે અનધિકારીના પ્રયોગમાં=ચૈત્યવંદનના અનધિકારી જીવને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપવામાં, કેવા પ્રકારનો દોષ થાય છે ? ‘કૃતિ' શંકાની સમાપ્તિમાં છે. કહેવાય છે=પૂર્વપક્ષીને ગ્રંથકારશ્રી દ્વારા ઉત્તર અપાય છે ખરેખર તે=ગુરુ વડે અપાયેલ ચૈત્યવંદન સૂત્રના પાઠાદિવાળો અનધિકારી જીવ, અર્ચિત્યચિંતામણિકલ્પ=ચિંતવી ન શકાય એવા ચિંતામણિરત્નતુલ્ય, અનેક ભવ શતસહસ્રથી ઉપાત્ત અનિષ્ટ-દુષ્ટ એવાં અષ્ટ કર્મોની રાશિથી જનિત દૌર્ગત્યના વિચ્છેદક પણ=અનેક લાખો ભવોથી બંધાયેલ અનિષ્ટ-દુષ્ટ એવાં આઠ કર્મોના સમૂહથી ઉત્પન્ન થયેલ એવી દુર્ગતિનો વિચ્છેદ કરનારા પણ, આને—ચૈત્યવંદનને, પ્રાપ્ત કરીને અયોગ્યપણાને કારણે વિધિવ=વિધિપૂર્વક, સેવતા નથી અને આના લાઘવને આપાદન કરે છે=ચૈત્યવંદનને યથા-તથા સેવીને ચૈત્યવંદનની લઘુતાનું આપાદન કરે છે, તેથી વિધિસમાસેવક=વિધિપૂર્વક ચૈત્યવંદનને સેવનારો પુરુષ, જેમ કલ્યાણને પ્રાપ્ત કરે છે, તેમ મહાન અકલ્યાણને પ્રાપ્ત કરે છે. અને કહેવાયું છે = — ધર્માનુષ્ઠાનના વૈતથ્યથીધર્મની ક્રિયાના વિપરીત સેવનથી, મહાન એવો પ્રત્યપાય=અનર્થ, થાય, જેમ દુષ્પ્રયુક્ત એવા ઔષઘથી રૌદ્ર-દુઃખૌઘનો જનક થાય=રૌદ્ર એવા દુઃખના સમૂહને પેદા કરનારો અનર્થ થાય. ‘વિ'થી આવી અન્ય સાક્ષીનો સંગ્રહ છે.
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy