SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તેયાર સામગ્રી પૂરી પડશે. વિદાનેવ વિનાનારિ વિનપરિઝમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિઠ્ઠલ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ... શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ઉત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શુભકતો
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy