SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા અનધિકારીના પ્રયોગમાં દોષ ન થાઓ=અનધિકારી જીવોને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપવામાં અહિતની પ્રાપ્તિરૂપ દોષ ન થાઓ, એથી લિંગથી જાણવા જોઈએ. અને આમના ચૈત્યવંદન સૂત્રના પાઠાદિના અધિકારી એવા એતબહુમાની-વિધિપર-ઉચિતવૃતિવાળા જીવોના, તથા પ્રીતિ આદિ લિંગો છે. તે આ પ્રમાણે – (૧) તત્કથામાં પ્રીતિ-ચૈત્યવંદનની કથામાં પ્રીતિ, (૨) નિંદાનું અશ્રવણ ચૈત્યવંદન વિષયક નિંદા સાંભળવામાં રસનો અભાવ, (૩) તેમાં અનુકંપા=ચૈત્યવંદન વિષયક નિંદા કરનારા જીવોમાં દયા, (૪) ચિત્તનો વ્યાસ=ચૈત્યવંદનની ક્યિાકાળમાં શાનુસારી કરવાના આશયપૂર્વક ચૈત્યવંદનની ક્યિામાં ફરી ફરી મનનું સ્થાપન, (૫) પરા જિજ્ઞાસા=ચૈત્યવંદનની સમ્યફ નિષ્પત્તિ વિષયક વિશેષ કોટિની જિજ્ઞાસા. આ પાંચ લિગો ચૈત્યવંદનના બહુમાનવાળા જીવોનાં છે. અને (૬) ગરનો વિનય=પોતાને જે ગુરુ પાસેથી ચૈત્યવંદન સૂત્રના પાઠાદિની પ્રાપ્તિ થઈ હોય તે ગુરુ પ્રત્યે અંતરંગ પ્રીતિપૂર્વકનો બહુમાનભાવ, (૭) સત્કાલની અપેક્ષા=શામાં ચૈત્યવંદનની જ્યિા વિષયક જે જે કાળ બતાવ્યો છે તે તે કાળની અપેક્ષા રાખીને ચૈત્યવંદન કરવામાં રત્ન, (૮) ઉચિત આસન ચૈત્યવંદન સૂત્રનો પાઠ ગ્રહણ કરતી વખતે કે ચૈત્યવંદન સૂત્રના અર્થનું શ્રવણ કરતી વખતે કે ચૈત્યવંદનની ક્રિયા કરતી વખતે ઉચિત આસનપૂર્વકની પ્રવત્તિ, (૯) યુક્તરવરતા ત્યવંદન કરતી વખતે અન્ય વ્યક્તિના ધર્માનુષ્ઠાનમાં વ્યાઘાત ન થાય તે પ્રકારના સ્વરથી ચૈત્યવંદનની પ્રવૃત્તિ, (૧૦) પાઠમાં ઉપયોગ=ચૈત્યવંદનની ક્રિયાકાળમાં ચૈત્યવંદનાદિ સૂત્ર વિષયક જ માનસ ઉપયોગ. આ પાંચ લિંગો વિધિમાં તત્પર જીવોનાં છે. અને (૧૧) લોકમાં પ્રયત્વ=ઉચિત પ્રવૃત્તિને કારણે લોકમાં પ્રિયપણું, (૧૨) અગહિત ક્રિયા= પોતાના કુળને કલંક ન લાગે તેવી સંસારની સર્વ આચરણા, (૧૩) વ્યસનમાં ઘેર્ય=વિષમ સંયોગોમાં ઘીરતાપૂર્વકનો ઉચિત યત્ન, (૧૪) શક્તિથી ત્યાગ ગૃહસ્થજીવનમાં પણ પોતાની શક્તિ અનુસાર ભોગાદિના ત્યાગની પ્રવૃત્તિ, (૧૫) અને લબ્ધલક્યત્વ=સંસારની સર્વ પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય સ્વસ્થતાપૂર્વકનું જીવન છે તેથી આલોક-પરલોકમાં સ્વસ્થતાપૂર્વક જીવી શકાય તેવી જ પ્રવૃત્તિ કરવી તે લધલક્ષ્યપણું છે. આ પાંચ લિંગો ઉચિતવૃત્તિવાળ જીવોનાં છે. “તિ' ચૈત્યવંદનના અધિકારી જીવોને જણાવનારાં ૧૫ લિંગોના કથનની સમાતિમાં છે. આમના વડે=ઉપર બતાવ્યાં એ ૧૫ લિંગો વડે, તેની અધિકારિતાને જાણીને જીવોમાં ચૈત્યવંદન સૂત્રના પાઠાદિની અધિકારિતાને જાણીને, આના અધ્યાપનમાં પ્રવર્તે પરાર્થમાં પ્રવૃત્ત એવા મહાત્મા ચૈત્યવંદન સૂત્ર વગેરેને ભણાવવામાં પ્રવર્તે. અન્યથા=લિંગો દ્વારા અધિકારી જીવને જાણ્યા વગર જેને તેને ચૈત્યવંદન સૂત્ર વગેરે ભણાવવામાં, દોષ છે, એ પ્રમાણે કહેવાયું છે.
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy