SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ લોગહિઆણં કરનારા છે તેમ કહેવું જોઈએ નહિ, પરંતુ જે જીવો ભગવાનના ઉપદેશને ગ્રહણ કરે છે તે જીવોના જ હિત કરનારા ભગવાન છે તેમ કહેવું જોઈએ, એ પ્રકારની આશંકા કરીને કહે છે લલિતવિસ્તરામાં કહે છે. અચેતનમાં અહિતયોગ ઉપચરિત નથી એમ અવય છે, ધર્માસ્તિકાયાદિરૂપ અચેતનોમાં અપાયનો હેતુ એવો મિથ્યાદર્શનાદિવ્યાપારરૂપ અહિતનો યોગ ઉપચરિત અર્થાત્ અધ્યારોપણ કરાયેલ માણવક અગ્નિ છે ઈત્યાદિમાં અગ્નિત્વની જેમ ઉપચરિત નથી જ, આમાં=અચેતનમાં અહિતયોગ ઉપચરિત તથી એમાં, હેતુને કહે છે – ફરી આગમ કર્મકત્વ હોવાને કારણે ઉપચરિત નથી એમ અવય છે. પુનઃ આગમ કર્મકત્વનો અર્થ સ્પષ્ટ કરે છે – કરી આગમવી પાછો ફરીને, કર્તામાં જ ક્રિયાના ફળભૂત અપાયના ભાજનીકરણથી કર્મ છે જેને તે પુનરાગમકર્મક અચેતન અતિયોગ છે તેનો ભાવ તત્પણું, તેના કારણે અચેતનઅહિતયોગ ઉપચરિત નથી એમ અવય છે. કેમ અચેતનનો અહિતયોગ ઉપચરિત નથી, તેને જ સ્પષ્ટ કરવા માટે કહે છે – ઉપચરિત અહિતભાવ મુખ્યભાવના કાર્ય કરનાર નથી, માણવક અગ્નિની જેમ=માણવક અગ્નિ છે એમ કહેવાથી માણવકમાં વર્તતા અગ્વિના કાર્યને કરવારૂપ ઉપચરિત અહિતભાવ બીજાને બાળવારૂપ મુખ્યભાવ કે પોતાને બાળવારૂપ મુખ્યભાવરૂપ કાર્ય કરનાર નથી, વળી, અચેતનમાં થતો અહિયોગ પાછો ફરીને સ્વકર્તામાં જ ક્રિયાના ફલરૂપ અપાયને કરતો પરવધિ માટે દુઃશિક્ષિતના શસ્ત્રવ્યાપારની જેમ તેને જ હણતો કેવી રીતે ઉપચરિત થાય ? સવેતન એ પ્રકારે લલિતવિસ્તરામાં છે તેમાં રહેલા જ શબ્દનું ઉત્થાન કરતાં કહે છે – આ રીતે તો પૂર્વમાં કહ્યું કે અચેતનનો અહિયોગ પુનરાગમકર્મક હોવાને કારણે ઉપચરિત નથી એ રીતે તો, સચેતનમાં પણ અહિતયોગ પુનરાગમકર્મક જ પ્રાપ્ત છે, એ પ્રકારના પર વચનના અવકાશની આશંકા કરીને કહે છે – સચેતનનો પણ અહિતયોગ=જીવાસ્તિકાયનો પણ અહિતયોગ, અર્થાત અચેતનનો તો અહિતયોગ છે જ=પુનરાગમકર્મક છે જ, પરંતુ સચેતનનો પણ અહિતયોગ પુનરાગમકર્મક છે, એ પ્રકારનો ગરિ શબ્દનો અર્થ છે, લલિતવિસ્તરામાં સત્તના પછી હિતાવો અધ્યાહાર છે તે બતાવવા માટે પંજિકામાં નિયોન રતિ નથ એમ કહેલ છે, ત્યારપછી જે કથન છે એમાં યજ્ઞો અર્થ કર્યો કે પ્રતાનાયિો ત્યાં પ્રવૃત્ત ૩૫રિતાદિતયોગ: એ પ્રમાણે પાઠ જોઈએ.) આવા પ્રકારના જ અચેતન સમાન જ સચેતનનો પણ=ક્રિયાના લાભૂત અપાયથી રહિત જ એવા સચેતનતો પણ, આ પ્રતિ ઉપચરિત અહિતયોગ, નથી જ, એ બતાવવાના અર્થવાળો છે પૂવક્ત એવા આ અર્થનો વ્યાપક છે અચેતન અહિતયોગ ઉપચારિત નથી તેમ આવા પ્રકારના સચેતનનો પણ અહિતયોગ ઉપચરિત નથી જ એ પ્રકારના પૂર્વોક્ત અર્થનો વ્યાપક છે, એ પ્રકારનો ભાવ છે.
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy