________________
૨૪૮
લલિતવિસ્તરા ભાગ-૧ પરમાં જીવોમાં, પ્રત્યપાયનો અભાવ હોવા છતાં પણ=પીડા-વધ આદિનો અભાવ હોવા છતાં પણ, સ્વ-પ્રમાદ દોષતા ભાવને કારણે આગમ નિરપેક્ષ પ્રવૃત્તિ કરવારૂપ સ્વ-પ્રમાદ દોષતા ભાવને કારણે, નિયમથી પાપનો ભાવ છે–પાપબંધ થાય છે, એથી તેના કર્તાને=આગમ નિરપેક્ષ ઉપદેશ આદિતી પ્રવૃત્તિ કરનારા પુરુષને, અનિષ્ટની પ્રાપ્તિનું હેતુપણું એકાંતિક છે. ભાવાર્થ
પૂર્વમાં લોગહિઆણં પદમાં રહેલ લોક શબ્દના બે અર્થ કર્યો. (૧) લોક શબ્દથી સંસારવર્તી સર્વ લોકોનું ગ્રહણ છે (૨) લોક શબ્દથી પંચાસ્તિકાયમય લોકનું ગ્રહણ છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન સંસારવર્તી સર્વ જીવોનું હિત કરનારા છે અથવા ભગવાન પંચાસ્તિકાયમય લોકના હિતને કરનારા છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાન કઈ રીતે લોકના હિતને કરનારા છે ? તેથી કહે છે –
ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી સંપૂર્ણ લોકને યથાર્થ જોનારા છે અને સંસારવર્તી જીવોનું કઈ રીતે હિત થાય તેનું સ્વરૂપ યથાર્થ જોનારા છે અને તેવા યથાર્થ બોધપૂર્વક ભગવાને સમ્યક પ્રરૂપણાની ચેષ્ટા કરી છે. તે ચેષ્ટાથી આગામીકાલમાં કોઈ જીવને બાધા ન થાય તેવા પ્રકારની પ્રરૂપણા કરી છે, તેથી તેઓના વચન પ્રમાણે જે જીવો પ્રવૃત્તિ કરે છે તે જીવોથી પોતાનું સમ્યક હિત થાય છે અને તે હિતની પ્રવૃત્તિથી આગામીકાલમાં કોઈ અનર્થની પ્રાપ્તિ થતી નથી. જેમ સંસારીજીવો સંસારની ધનઅર્જનાદિ ક્રિયાઓ કરે છે તેનાથી તત્કાલ તેઓનું હિત થાય છે તોપણ તે પ્રવૃત્તિથી જે કર્મબંધ આદિ થાય છે તેનાથી આગામીકાલમાં તેઓનું અહિત થાય છે તેવું આગામીકાલમાં કોઈનું અહિત થાય તેવી પ્રરૂપણા ભગવાને કરી નથી, પરંતુ તેમની પ્રરૂપણા અનુસાર જે જીવો પ્રવૃત્તિ કરે છે તેઓને વર્તમાનમાં હિત થાય છે; કેમ કે ભગવાનના વચન અનુસાર કરાયેલા પ્રયત્નથી કષાયોના તાપનું શમન થાય છે, પાપપ્રકૃતિ પુણ્યરૂપે રૂપાંતરિત થાય છે, ઇષ્ટ પ્રાપ્તિમાં બાધક કર્મો ક્ષયોપશમભાવને પામે છે, તેથી વર્તમાનમાં અદ્દેશવાળા જીવનની પ્રાપ્તિ થાય છે અને આગામી ભવોમાં પણ કોઈ અનર્થની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સદ્ગતિઓની પરંપરા દ્વારા ઉત્તરોત્તર સુખની જ વૃદ્ધિ થાય છે અને અંતે પૂર્ણ સુખમય નિરુપદ્રવ અવસ્થાની પ્રાપ્તિ થાય છે.
અહીં હિત શું છે? તે સ્પષ્ટ કરે છે – જે પુરુષ જે વસ્તુને યથાર્થપણાથી જુએ છે અને તે વસ્તુના યથાર્થ જ્ઞાનને અનુરૂપ ભાવિ અપાયના પરિહારપૂર્વક ચેષ્ટા કરે છે તે પુરુષ તે વસ્તુ માટે તત્ત્વથી હિત છે એ પ્રકારનો હિતનો અર્થ છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન પંચાસ્તિકાયમય લોકને કેવલજ્ઞાનથી યથાર્થ જુએ છે અને જોયા પછી ભાવી અપાય ન થાય તે પ્રકારે પંચાસ્તિકાયમય લોકના સ્વરૂપની યથાર્થ પ્રજ્ઞાપના=પ્રરૂપણા, કરે છે, તેથી તેમની પ્રજ્ઞાપનાથી પ્રવૃત્તિ કરનારા પુરુષ દ્વારા કોઈ જીવોને અથવા પંચાસ્તિકાયમય લોકને ભાવિમાં કોઈ અપાય થતો નથી તેવી તે પુરુષની પ્રવૃત્તિ છે તેથી પંચાસ્તિકાયમય લોક માટે ભગવાન હિત છે.
વળી, ભગવાન સમ્યક જ્ઞાનપૂર્વક પ્રરૂપણા કરે છે માટે પંચાસ્તિકાયમય લોકના હિત છે અથવા સંસારી સર્વ જીવોના હિત છે, તે કથનને જ યુક્તિથી દઢ કરવા માટે કહે છે – આ રીતે યથાર્થ દર્શન આદિ