SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પુરિસવરગંધહત્થીણું ૧૯ સાથે સંબંધવાળી નથી તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો સ્તવનના વૈયર્થ્યનો પ્રસંગ આવે અને તેમ સ્વીકારીએ તો જેમ કોઈ મહાત્મામાં કોઈ ગુણો ન હોય અને તેવા ગુણોથી તેઓનું કથન કરવામાં આવે ત્યારે તે કથનની પ્રવૃત્તિ અંધકારમાં નૃત્યના અનુકારી પ્રયાસરૂપ છે, તેમ ગણધરોએ કરેલું પણ પ્રસ્તુત સ્તવ અંધકારમાં નૃત્યના અનુકારી પ્રયાસરૂપ સ્વીકારવું પડે અર્થાત્ નિરર્થક ચેષ્ટારૂપ સ્વીકારવું પડે અને ગણધરરૂપ મહાપુરુષો સફલ આરંભી જ હોય છે, તેથી તેઓ ક્યારે પણ તેવી નિરર્થક ચેષ્ટા કરે નહિ, માટે ગણધરના વચનરૂપ પ્રસ્તુત સૂત્રથી સિદ્ધ થાય છે કે સ્યાદ્વાદની મર્યાદાથી ક્રમ-અક્રમની વ્યવસ્થાનો અસ્વીકાર છે અને અભિધેય વસ્તુનો પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી પણ સ્વભાવ છે, માટે જ ગણધરોએ સ્યાદ્વાદની મર્યાદાનો બોધ કરાવવા માટે અને પશ્ચાનુપૂર્વી આદિથી પણ અભિધેયનું કથન થઈ શકે તેનો બોધ કરાવવા માટે પુંડરીકની ઉપમા દ્વારા કેવલજ્ઞાનાદિ ગુણોની સિદ્ધિ કર્યા પછી ગંધહસ્તિની ઉપમા દ્વારા ભગવાનના વિહારથી થતા ગુણોની સિદ્ધિ કરી છે. IIII ઉત્થાન :- ચાર પદોની સંપદાનું તાત્પર્ય યોજન ક૨તાં કહે છે લલિતવિસ્તરા ઃ एवं पुरुषोत्तमसिंहपुण्डरीकगन्धहस्तिधर्म्मातिशययोगत एव एकान्तेनादिमध्यावसानेषु स्तोतव्यसम्पत्सिद्धिः, इति स्तोतव्यसम्पद एवासाधारणरूपा हेतुसम्पदिति । । संपत् - ३॥ — લલિતવિસ્તરાર્થ - આ રીતે=પુરિસુત્તમાણંથી માંડીને પુરિસવરગંધહીણં પદ સુધીનું વ્યાખ્યાન કર્યું એ રીતે, પુરુષોત્તમ-પુરુષસિંહ-પુરુષવરપુંડરીક-પુરુષવરગંધહસ્તિ ધર્મના અતિશયના યોગથી જ એકાંતથી આદિ-મધ્ય અને અંતમાં સ્તોતવ્યસંપદાની સિદ્ધિ છે, એથી સ્તોતવ્યસંપદાની જ=નમુત્યુર્ણઅરિહંતાણં-ભગવંતાણં રૂપ સ્તોતવ્યસંપદાની જ, અસાધારણરૂપ હેતુસંપદા છે=પ્રસ્તુત અસાધારણરૂપ હેતુસંપદા છે. IIસંપદા-૩ પંજિકા ઃ જાત્તેને'ત્યાવિ, પ્રાન્તન=અમિષારેળ, આવિમધ્યાવસાનેપુ, આવો અનાવો મવે (પ્ર. મનેપુ) પુરુષોत्तमतया, मध्ये = व्रतविधो सिंहगन्धहस्तिधर्म्मभाक्त्वेन, अवसाने च = मोक्षे पुण्डरीकोपमतया स्तोतव्यसम्पत्सिद्धिः =स्तवनीयस्वभावसिद्धिरिति । । संपत्-३ ।। પંજિકાર્ય ઃ 'एकान्तेत्यादि સિદ્ધિરિતિ।। ‘ત્તેને' ત્યાવિ, લલિતવિસ્તરાનું પ્રતીક છે, એકાંતથી= અવ્યભિચારથી, આદિમાં=અનાદિ સંસારમાં, પુરુષોત્તમપણું હોવાથી મધ્યમાં=વ્રતની વિધિમાં સિંહગંધહસ્તિ ધર્મનું ભાજનપણું હોવાથી અને અવસાનમાં=મોક્ષમાં, પુંડરીકની ઉપમાથી સ્તોતવ્યસંપદાની સિદ્ધિ છે=ભગવાનના સ્તવનીય સ્વભાવની સિદ્ધિ છે. ।।૯।। .....
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy