SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પુરિવરગંધહન્દીમાં ૨૧૧ પુરુષવરપુંડરીકની ઉપમા આપી, ત્યારપછી તેનાથી હનગુણવાળી પુરુષવરગંધહસ્તિની ઉપમા આપી અને તે ક્રમથી ગુણની ઉત્પત્તિવાળા ભગવાન નથી, તેથી પ્રસ્તુત ઉપમા દ્વારા કહેવાતા સ્વરૂપવાળા ભગવાન નહિ હોવાથી આ ઉપમા નિર્વિષયક છે, માટે તે પ્રકારે ઉપમાથી ભગવાનનું સ્વરૂપ કહેવું ઉચિત નથી એમ સુરગુરુના શિષ્યો કહે છે, તે મતના નિરાસ માટે કહે છે – સૂત્ર: પુરિવર દત્થીur iારા સૂત્રાર્થ : ભગવાન શ્રેષ્ઠ ગંધહતિના જેવા ગુણોથી યુક્ત છે, માટે પુરુષવરગંધહતિ છે, પુરુષમાં શ્રેષ્ઠ ગંધહતિ સમાન ભગવાનને નમસ્કાર થાઓ. હો લલિતવિસ્તરા : पुरुषवरगन्धहस्तिभ्यः इति। पुरुषाः पूर्ववदेव, ते वरगन्धहस्तिन इव-गजेन्द्रा इव, क्षुद्रगजनिराकरणादिना धर्मसाम्येन पुरुषवरगन्थहस्तिनः, यथा गन्धहस्तिनां गन्धेनैव तद्देशविहारिणः क्षुद्रगजा (प्र.क्षुद्रशेषगजाः) भज्यन्ते, तद्वदेतेऽपि परचक्रदुर्भिक्षमारिप्रभृतयः सर्व एवोपद्रवगजा अचिन्त्यपुण्यानुभावतो भगवद्विहारपवनगन्धादेव भज्यन्त इति। લલિતવિસ્તરાર્થ: પુરુષો પૂર્વની જેમ છે શરીરધારી સંસારીજીવો પુરુષ છે, તેઓ શ્રેષ્ઠ ગાંઘહસ્તિઓની જેમ ગજેન્દ્રોની જેમ, ક્ષદ્ધગજના નિરાકરણ આદિ ધર્મના સામ્યથી પુરુષવરગંધહતિ છે, જે પ્રમાણે ગંધહસ્તિઓની ગંધથી જ તે દેશમાં વિચરતા ક્ષદ્રગ ભગ્ન થાય છે મદ રહિત થાય છે, તેની જેમ ક્ષઢગજેની જેમ, આ પણ પરચક્ર, દુભિક્ષ, મારિ વગેરે સર્વ જ ઉપદ્રવરૂપી ગજો અચિંત્યપુણ્યના પ્રભાવથી ભગવાનના વિહારના પવનની ગંધથી જ ભગ્ન થાય છેaઉપદ્રવો નાશ પામે છે. ભાવાર્થ : જગતમાં હાથીઓ સામાન્ય પ્રકારના હોય છે અને વિશિષ્ટ પ્રકારના ગંધહસ્તિઓ હોય છે. ગંધહસ્તિ જે ક્ષેત્રમાં આવે તે ક્ષેત્રમાં રહેલા સામાન્ય હાથઓ સુદ્રગજ કહેવાય છે, તેઓનો મદ ઝરી જાય છે, તેથી ગંધહસ્તિના આગમનપૂર્વે ક્ષુદ્રગજો પણ ઉન્માદવાળા થાય ત્યારે મહાન ઉપદ્રવ કરનારા બને છે, આથી જ ઉન્માર્ગમાં ચડેલો હાથી ઘણા મનુષ્યોનો વિનાશ કરે છે અને તેને નિયંત્રણમાં લાવવો પણ દુષ્કર બને છે, તેમ શુદ્રગજ જેવા જગતમાં મારિ, ઇતિ વગેરે ઉપદ્રવો ઉત્પન્ન થાય છે ત્યારે ઘણા લોકો પીડિત થાય છે, પરંતુ જ્યારે તે ક્ષુદ્રગજો જગતમાં ઉપદ્રવ કરતા હોય, પરંતુ ગંધહસ્તિનું આગમન થાય ત્યારે મદ વગરના થયેલા તે ગજો જગતમાં ઉપદ્રવ કરનારા થતા નથી, તેમ ગંધહસ્તિ જેવા ભગવાનના વિહારને કારણે
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy