SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પુરિસુતામાણ ૧૭૫ આશય એ છે કે સાધના કરીને પૂર્ણ શુદ્ધ થયેલા આત્મામાં અન્ય ઉપાધિના ઉપચાર વગરનું જેવું સ્વાભાવિક અસ્તિત્વ છે, તેવું જ સ્વાભાવિક અસ્તિત્વ સંસારી સર્વ જીવોમાં છે, તેથી સંસારાવસ્થામાં રહેલા જે જીવો તેનું નિરુપચરિત અસ્તિત્વ પ્રગટ કરવા માટે સાધના કરે છે, તે જીવો તેવા નિરુપચરિત અસ્તિત્વવાળા થાય છે, એ પ્રમાણે વૈભાષિક બૌદ્ધવિશેષો માને છે, તેથી નિરુપચરિત એવું અસ્તિત્વ સર્વ જીવોમાં સમાન છે, પરંતુ વૈભાષિક બૌદ્ધવિશેષો કોઈ જીવમાં વિશેષ પ્રકારનું નિરુપચરિત અસ્તિત્વ માનતા નથી; જ્યારે જૈનદર્શન સંસારમાં રહેલા સર્વ જીવોના અસ્તિત્વ કરતાં વિશેષ પ્રકારનું અસ્તિત્વ તીર્થકરોના આત્મામાં માને છે, આથી જ જૈનો દરેક જીવનું તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન સ્વીકારે છે, જ્યારે વૈભાષિકો દરેક જીવનું તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન સ્વીકારતા નથી, તેથી આ પ્રકારની માન્યતા વૈભાષિક એવા બૌદ્ધવિશેષોની છે, તેમ પંજિકાકાર સંભાવના કરે છે, માટે જેમ ભગવાન ભગવદ્ભાવના ભાજન થયા, તેમ જો સર્વ જીવો પરોપકારકરણાદિ સામાન્ય ગુણો વિકસાવે તો સર્વ જીવો ભગવભાવના ભાજન થાય. માટે ઉપાસ્ય એવા ભગવાન મોક્ષે જનારા અન્ય જીવો કરતાં વિશેષ પ્રકારના છે, એમ વૈભાષિકોને માન્ય નથી તે બૌદ્ધવિશેષોના મતનું નિરાકરણ કરવા માટે ભગવાનને પુરુષોત્તમ' વિશેષણ આપેલ છે. સૂત્રઃ પુરિસુત્તમvi iાદ્દા સૂત્રાર્થ : પુરુષમાં ઉત્તમ એવા ભગવાનને નમસ્કાર થાઓ. JIslI લલિતવિસ્તરાઃ पुरि शयनात् पुरुषा:-सत्त्वा एव, तेषां उत्तमाः-सहजतथाभव्यत्वादिभावतः प्रधानाः पुरुषोत्तमाः, तथाहि-आकालमेते परार्थव्यसनिन, उपसजनीकृतस्वार्था, उचितक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिणः, अदृढानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ताः, देवगुरुबहुमानिनस्तथा गम्भीराशया ત્તિો. न सर्व एव एवंविधाः, खडुङ्कानां व्यत्ययोपलब्धः, अन्यथा खडुङ्काभाव इति। नाशद्धमपि जात्यरत्नं समानमजात्यरत्नेन, न चेतरदितरेण, तथा संस्कारयोगे सत्युत्तरकालमपि तद्भेदोपपत्तेः, न हि काचः पद्मरागी भवति, जात्यनुच्छेदेन गुणप्रकर्षभावात्, इत्थं चैतदेवं प्रत्येकबुद्धादिवचनप्रामाण्यात, तभेदानुपपत्तेः, न तुल्यभाजनतायां तद्भेदो न्याय्य इति।। नचात एव मुक्तावपि विशेषः, कृत्स्नकर्मक्षयकार्यत्वात्, तस्य चाविशिष्टत्वात् दृष्टश्च दरिद्रेश्वरयोरप्यविशिष्टो मृत्युः, आयुःक्षयाविशेषात्, न चैतावता तयोः प्रागप्यविशेषः, तदन्यहेतुविशेषात्, निदर्शनमात्रमेतद् इति पुरुषोत्तमाः।।६।।
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy