SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ૧ ૧૬૪ સ્વફળની સાધક નથી અર્થાત્ અનુગ્રહ પામવાની યોગ્યતા વગરના ભગવાનના આત્મા પર મહેશના અનુગ્રહને અનુકૂળ યત્નથી પણ ભગવાનના આત્માને બોધપ્રાપ્તિરૂપ અનુગ્રહ થાય નહીં, તેથી યોગ્યતાના અભાવમાં મહેશની અનુગ્રહની ક્રિયા, માત્ર અનુગ્રહને અનુકૂળ વ્યાપારરૂપ બને, પરંતુ અનુગ્રાહ્ય એવા જીવને બોધપ્રાપ્તિરૂપ ફળને સાધનાર બને નહીં. અહીં પ્રશ્ન થાય કે મહેશ અચિંત્યસામર્થ્યવાળા છે, તેથી ભગવાનના આત્મામાં અનુગ્રહ પામવાની યોગ્યતા ન હોય તોપણ મહેશને તેમના પર અનુગ્રહ કરવાની ઇચ્છા થાય તો અનુગ્રહ કરી શકે છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી સર્વ લોકમાં પ્રસિદ્ધ એવું દૃષ્ટાંત આપે છે – જેમ શિક્ષા પામી ન શકે તેવા સ્વભાવવાળા અશ્વને કોઈ વ્યક્તિ શિક્ષા આપવાની ક્રિયા કરે તોપણ તેનામાં શિક્ષા પામવાની યોગ્યતા ન હોવાથી તે શિક્ષા પામી શકે નહીં, અથવા જેમ પાક પામી ન શકે તેવા સ્વભાવવાળા કોરડા અડદને કોઈ વ્યક્તિ પકાવવાની ક્રિયા કરે તોપણ તેનામાં પાક પામવાની યોગ્યતા ન હોવાથી તે રંધાઈ શકે નહીં, એ વાત લોકમાં પ્રસિદ્ધ છે; તેમ ભગવાનના આત્મામાં બોધ પામવાની યોગ્યતા ન હોય તો મહેશના અનુગ્રહથી પણ તેમનામાં બોધને યોગ્ય એવું સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે નહીં, આથી નક્કી થાય કે અયોગ્ય જીવમાં સદાશિવનો અનુગ્રહ થતો નથી. આમ છતાં અયોગ્ય જીવમાં સદાશિવનો અનુગ્રહ થાય છે એમ સ્વીકારીએ તો, સર્વ જીવોમાં સદાશિવનો અનુગ્રહ માનવાનો પ્રસંગ આવે; કેમ કે જે જીવોમાં સદાશિવનો અનુગ્રહ થાય છે, તે જીવોમાં પણ અનુગ્રહ પામવાનો સ્વભાવ નથી અને જે જીવોમાં સદાશિવનો અનુગ્રહ થતો નથી, તે જીવોમાં પણ અનુગ્રહ પામવાનો સ્વભાવ નથી, માટે અનુગ્રહ નહીં પામવાના સ્વભાવરૂપ અયોગ્યત્વ સર્વ જીવોમાં સમાન છે, તેથી અનુગ્રહની યોગ્યતા નહીં હોવા છતાં જેમ કોઈક જીવ પર સદાશિવનો અનુગ્રહ થાય છે તેમ સર્વ જીવો પર પણ સદાશિવનો અનુગ્રહ થવો જોઈએ, એ પ્રમાણે માનવાનો પ્રસંગ આવે. આ રીતે પરિભાવન કરવું જોઈએ. આનાથી એ સિદ્ધ થયું કે જે જીવ પર મહેશનો અનુગ્રહ થાય છે તે જીવમાં પણ અનુગ્રહને અનુકૂળ યોગ્યત્વ છે, માટે તે જીવનો મહેશથી અનુગ્રહ થઈ શકે છે, પરંતુ મહેશે અનુગ્રહ કર્યો, માટે તે જીવમાં યોગ્યત્વ નહીં હોવા છતાં અનુગ્રહ થાય છે એમ સ્વીકારી શકાય નહીં, આથી મહેશના અનુગ્રહથી બોધ થતો હોવા છતાં જીવમાં બોધ પામવાની યોગ્યતા પણ છે, માટે યોગ્ય જીવમાં મહેશનો અનુગ્રહ થઈ શકે છે, પરંતુ અયોગ્ય જીવમાં મહેશનો અનુગ્રહ થતો નથી, અને પ્રથમ સંબોધમાં ભગવાનના આત્મા પર મહેશનો અનુગ્રહ થતો હોવા છતાં ભગવાનના આત્માની સ્વયોગ્યતાનું પ્રાધાન્ય હોવાથી તે પ્રથમ ભવની અપેક્ષાએ પણ ભગવાન સ્વયંસંબુદ્ધ છે અને ચરમભવમાં તો વરબોધિને કારણે ભગવાન મહેશના અનુગ્રહ વગર જ સંબોધ પામનારા હોવાથી સ્વયંસંબુદ્ધ છે, આથી એકાંતે મહેશના અનુગ્રહથી જ બોધ માનનારા સદાશિવવાદીઓના મતનું સયંસંબુદ્ધાળું પદથી નિરાકરણ થાય છે. વળી, જીવો સામાન્ય રીતે સ્વયોગ્યતાથી બોધિ પામે છે અને તે બોધિના ફળરૂપે મોક્ષ પ્રાપ્ત કરે છે, તોપણ તે બોધિની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ પ્રત્યે ૫૨નો ઉપદેશ કારણ છે, માટે તેવા જીવોને મહેશના અનુગ્રહથી બોધિની અને મોક્ષની પ્રાપ્તિ થઈ છે તેમ કહી શકાય, પરંતુ ભગવાનના આત્માને બોધિની
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy