________________
१५०
લલિતવિસ્તરા ભાગ-૧
सूत्र :
सयंसंबुद्धाणं ।।५।। सूत्रार्थ :
સ્વયં બોધ પામેલા ભગવાનને નમસ્કાર થાઓ. પા ललितविस्तश:
तथाभव्यत्वादिसामग्रीपरिपाकतः प्रथमसम्बोधेऽपि, स्वयोग्यताप्राधान्यात्, त्रैलोक्याधिपत्यकारणाचिन्त्यप्रभावतीर्थकरनामकर्मयोगे चापरोपदेशेन स्वयं-आत्मनेव, सम्यग्वरबोधिप्राप्त्या संबुद्धा मिथ्यात्वनिद्रापगमसम्बोधेन स्वयंसम्बुद्धाः।
न वै कर्मणो योग्यताऽभावे तत्र क्रिया क्रिया, स्वफलाप्रसाधकत्वात्, प्रयासमात्रत्वात् अश्वमाषादी शिक्षापक्त्याद्यपेक्षया, सकललोकसिद्धमेतदिति नाभव्ये सदाशिवानुग्रहः, सर्वत्र तत्प्रसङ्गाद्, अभव्यत्वाविशेषादिति परिभावनीयं।
बोधिभेदोऽपि तीर्थकरातीर्थकरयोाय्य एव, विशिष्टेतरफलयोः परम्पराहेत्वोरपि भेदात्, एतदभावे तद्विशिष्टेतरत्वानुपपत्तेः, भगवद्बोधिलाभो हि परम्परया भगवद्भावनिवर्तनस्वभावो, न त्वन्तकृत्केवलिबोधिलाभवदतत्स्वभावः, तद्वत् ततस्तद्भावासिद्धेरिति, तत्तत्कल्याणाक्षेपकानादितथाभव्यताभावभाज एते इति स्वयंसम्बुद्धत्वसिद्धिः।।५।। एवमादिकर्तृणां तीर्थकरत्वमन्यासाधारणस्वयंसम्बोधेनेति स्तोतव्यसम्पद एव प्रधाना साधारणासाधारणरूपा हेतुसम्पदिति।।२।। ललितविस्तरार्थ :
તથાભવ્યત્વાદિરૂપ સામગ્રીના પરિપાકથી કાર્યની નિષ્પત્તિ પ્રત્યે જીવમાં રહેલી તેવા પ્રકારના ભવ્યત્વ આદિ પાંચ કારણોના સમુદાયરૂપ સામગ્રીના વિપાકથી, પ્રથમ સંબોધમાં પણ=પ્રથમ સમ્યક્તાદિની પ્રાપ્તિમાં પણ, સ્વયોગ્યતાના પ્રાધાન્યથી અને કૈલોક્યના આધિપત્યનું કારણ એવા અચિંત્ય પ્રભાવવાળા તીર્થંકરનામકર્મના યોગમાં અપરોપદેશથી=અન્ય કોઈના ઉપદેશ વગર, સ્વયં=આત્મા વડે જ=પોતે જ, સમ્યક્ એવી વરબોધિની પ્રાપ્તિરૂપે મિથ્યાત્વરૂપ નિદ્રાના અપગમથી સંબોધરૂપે સંબુદ્ધ સ્વયંસંબુદ્ધ છે.
આ રીતે “સ્વયંસંબુદ્ધ' શબ્દનો ગ્રંથકારશ્રીએ અર્થ બતાવ્યો. હવે જેઓ ભગવાનને સ્વયં સંબોધવાળા સ્વીકારતા નથી પરંતુ મહેશના અનુગ્રહથી બોધવાળા સ્વીકારે છે, તે સદાશિવવાદીઓના મતનો નિરાસ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – કર્મની યોગ્યતાના અભાવમાં=મહેશના અનુગ્રહની ક્રિયાના કર્મભૂત એવા તીર્થકરના આત્માની