________________
ભગવંતાણ
૧૨૭ અહીં ઐશ્વર્યને “શુભાનુબંધી' કહેવાથી એ પ્રાપ્ત થાય કે દેવો ભગવાનના જે આઠ પ્રાતિહાર્યો કરે છે, તે ઘણા જીવોને સન્માર્ગપ્રાપ્તિનું કારણ છે, માટે શુભઅનુબંધવાળા છે, અને અહીં “અનુબંધ' શબ્દ “પ્રવાહ” અર્થમાં નથી, પરંતુ “ફળ” અર્થમાં છે, આથી નક્કી થાય કે ઇન્દ્રો જેઓને ભક્તિથી નમે છે અને આવા શુભફલવાળા મહાપ્રાતિહાર્યો રચીને જેઓનું ઐશ્વર્ય જગતમાં પ્રગટ કરે છે, તેવા ઐશ્વર્યરૂપ ભગવાળા અરિહંતો છે.
(૨) ભગ એટલે રૂપઃ સર્વ દેવો પોતાના પ્રભાવથી કોઈ એક દેવના અંગૂઠામાં રૂપના અતિશયનું નિર્માણ કરે ત્યારે તે અંગૂઠાનું રૂપ સર્વ દેવોના રૂપ કરતાં અતિશયવાળું દેખાય, તેવું પણ અંગૂઠાનું ૩૫ ભગવાનના રૂપ આગળ અંગારા જેવું અસાર લાગે. એ દૃષ્ટાંતથી ભગવાનનું રૂપ અતિશયવાળું સિદ્ધ છે, અને તેવા રૂપસ્વરૂપ ભગવાળા અરિહંતો છે.
(૩) ભગ એટલે યશ રાગ-દ્વેષાદિ જીતવા અતિદુષ્કર છે, તેથી કોઈ મહાત્મા રાગ-દ્વેષાદિ જીતવા માટે પરાક્રમ ફોરવતા હોય ત્યારે ઉપસર્ગ-પરિષહ આવે તો તેઓ ક્યારેક અલના પણ પામે, જ્યારે તીર્થકરો ચરમભવમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે રાગ-દ્વેષ અને ઉપસર્ગ-પરિષહ જીતવા માટે મહાપરાક્રમ ફોરવે છે, માટે તેવા પરાક્રમથી ઉત્પન્ન થયેલો ભગવાનનો યશ વિવેકી એવા ત્રણ લોકવર્તી જીવોને આનંદ કરનારો છે અને સદાકાલ રહેનારો છે; કેમ કે સર્વ તીર્થકરો સદા આવું પરાક્રમ ફોરવે છે, માટે તીર્થંકરોનો આવો યશ જગતમાં સદા વર્તે છે અને તેવા યશરૂપ ભગવાળા અરિહંતો છે.
(૪) ભગ એટલે શ્રી વળી, ભગવાનની લક્ષ્મી ઘાતકર્મનો ઉચ્છેદ કરવા માટે કરેલા પરાક્રમથી પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાન અને નિરતિશય સુખની સંપત્તિથી યુક્ત એવી પરા છે, તેથી એ પ્રાપ્ત થાય કે તીર્થકરોએ ચાર ઘાતી કર્મોનો નાશ કરીને કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી, તેમજ તેઓનો આત્મા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હોવાને કારણે લેશ પણ મોહની આકુળતાવાળા નથી, માટે તેઓમાં નિરાકુળ ચેતનાનું સુખ વર્તે છે, અને તેવા શ્રેષ્ઠ લક્ષ્મીરૂપ ભગવાળા અરિહંતો છે.
(૫) ભગ એટલે ધર્મ? વળી, ધર્મ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર સ્વરૂપ છે, અને ભગવાને તે ધર્મની પરાકાષ્ઠા પ્રાપ્ત કરી છે, માટે ભગવાનનો ધર્મ મહાયોગાત્મક છે, અથવા ધર્મ દાન-શીલ-તપ-ભાવ સ્વરૂપ છે, અને તે ચારેય પ્રકારનો ધર્મ તીર્થકરોએ પરાકાષ્ઠાનો પ્રાપ્ત કર્યો છે, માટે ભગવાનનો ધર્મ મહાયોગાત્મક છે, અથવા ધર્મ આશ્રવ-અનાશ્રવ સ્વરૂપ છે. તેમાં જે ધર્મના સેવનથી ઉત્તમકોટિના પુણ્યાનુબંધી પુણ્યનું આશ્રવણ થાય તે સાશ્રવ ધર્મ છે અને જે ધર્મના સેવનથી કર્મબંધનો સર્વથા અભાવ થાય, તે અનાશ્રવ ધર્મ છે. આ બંને પ્રકારનો ધર્મ ભગવાને પરાકાષ્ઠાનો સેવ્યો છે, માટે ભગવાનનો ધર્મ મહાયોગાત્મક છે. અને તેવા ધર્મરૂપ ભગવાળા અરિહંતો છે.
(૩) ભગ એટલે પ્રયત્ન ઃ ભગવાન છદ્મસ્થાવસ્થામાં સંયમ પાળતા હતા, ત્યારે પ્રકૃષ્ટ વીર્યથી એક રાત્રિકી આદિ મહાપ્રતિમાને સેવેલી; વળી, કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, ત્યારપછી સમુદ્દઘાતમાં અને શૈલેશી અવસ્થામાં મહાવીર્ય ફોરવેલું, અને તેનાથી વ્યંગ્ય એવો સમગ્ર ભગવાનનો પ્રયત્ન છે, અને તેવા પ્રયત્નરૂપ