________________
૧૦૧
લલિતવિસ્તરા ભાગ-૧ जह हत्था तह पाया, णमोऽत्थु देवाहिदेवाणं ॥' बहुवचनं तु अद्वैतव्यवच्छेदेनार्हद्बहुत्वख्यापनार्थं, विषयबहुत्वेन नमस्कर्तुः फलातिशयज्ञापनार्थं च, इत्येतच्चरमालापके 'नमो जिणाणं जियभयाण मित्यत्र सप्रतिपक्षं भावार्थमधिकृत्य दर्शयिष्यामः। લલિતવિસ્તરાર્થ -
અને અહીં=નમુત્થણે અરિહંતાણં' એ પ્રકારના પદમાં, પ્રાકૃતૌલીથી ચતુર્થીના અર્થમાં ષષ્ઠી છેઃછઠી વિભક્તિ છે.
અને કહેવાયું છે=પ્રાકૃતભાષાના વિષયમાં કહેવાયું છે. “બહુવચન વડે દ્વિવચન, છઠી વિભક્તિ વડે ચોથી વિભક્તિ કહેવાય છે.” આને જ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે – હાથ તથા પાદ અર્થાતુ બે હાથ અને બે પગ બતાવવા માટે બહુવચનનો પ્રયોગ કરેલ છે. દેવાધિદેવોને નમસ્કાર થાઓ અર્થાત્ ચતુર્થી વિભક્તિ બતાવવા માટે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કરેલ છે.
આ રીતે “અરિહંતાણં' પદમાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કેમ કરેલ છે ? તેની સ્પષ્ટતા કરી. હવે “અરિહંતાણં' પદમાં બહુવચનનો પ્રયોગ કેમ કરેલ છે ? એકવચનનો પ્રયોગ કેમ કરેલ નથી ? તે સ્પષ્ટ કરે છે –
વળી, બહુવચન= અરિહંતાણં' પદમાં કરેલ બહુવચનનો પ્રયોગ, અદ્વૈતના વ્યવચ્છેદથી= આત્માતના વ્યવચ્છેદથી, અહંના બહત્વના ખ્યાપન અર્થે છે અહિતોના બહુપણાને જણાવવા માટે છે, અને વિષયનું બહુપણું હોવાથી=બહુવચનના પ્રયોગનો વિષય ઘણા તીર્થકરો હોવાથી, નમસ્કાર કરનારને ફલના અતિશયના જ્ઞાપન અર્થે છેઃઘણા અરિહંતોને નમસ્કાર કરનાર જીવને પ્રાપ્ત થતી ફળની અધિકતાને જણાવવા માટે છે, એ પ્રમાણે આ=આત્માઢતના વ્યવચ્છેદથી અહબહત્વના ખ્યાપન અર્થે અને વિષયના બહુત્વથી ફલાતિશયના જ્ઞાપન અર્થે બહુવચનનો પ્રયોગ કરેલ છે એ, ચરમ આલાપકમાં=નમો જિણાણે જિયભયાણ' એ પ્રકારના આમાં, સાપતિપક્ષ ભાવાર્થને=પૂર્વપક્ષની શંકાપૂર્વકના ભાવાર્થને, આશ્રયીને અમે દર્શાવશું. પંજિકાઃ_ 'अद्वैतव्यवच्छेदेने ति, द्वौ प्रकारावितं द्वीतं, तस्य भावो द्वैतं, तद्विपर्ययेण अद्वैतं एकप्रकारत्वम्, तदाहुरेके'एक एव हि भूतात्मा, देहे देहे प्रतिष्ठितः। एकथा बहुधा चापि, दृश्यते जलचन्द्रवत्।।' ज्ञानशब्दायद्वैतबहुत्वेऽप्यात्माद्वैतमेवेह व्यवच्छेद्यम्, अर्हबहुत्वेन तस्यैव व्यवच्छेद्यत्वोपपत्तेः, 'फलातिशयज्ञापनार्थं चेति, फलातिशयो= भावनोत्कर्ष इति।