________________
૧૦૨
લલિતવિસ્તરા ભાગ-૧ આ પ્રમાણે=ચાર પ્રકારની પૂજા બતાવી અને ચારેય પૂજાઓનું યથોત્તર પ્રાધાન્ય છે એમ કહ્યું એ પ્રમાણે, પૂજાઓનું યથોત્તર પ્રાધાન્ય હો, તોપણ વીતરાગમાં કઈ પૂજા સંભવે છે? એથી કહે છે –
અને પ્રતિપતિ વીતરાગમાં છે એટલે અવિકલ એવી આપ્તના ઉપદેશની પલાનારૂપ-આખ એવા ભગવાનના ઉપદેશનું સંપૂર્ણ પાલન કરવા રૂપ, પ્રતિપતિ ઉપશાંતમોહાદિરૂપ પૂજાકારક એવા વીતરાગમાં છે. ૨ સમુચ્ચયમાં છે.
જો આ પ્રકારે=ઉપરમાં બતાવ્યો એ પ્રકારે, પૂજાનો ક્રમ છે. અને વીતરાગમાં તેનો સંભવ છે= ઉપશાંત મોહવાળા કે ક્ષીણમોહવાળા વીતરાગમાં પ્રતિપતિ પૂજાનો સંભવ છે, તોપણ નમસ્કારના વિચારમાં તેનો ઉપચાસ=પૂજાનો ઉપચાસ, અયુક્ત છે, એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – પૂળાથે જ ઇત્યાદિ. વળી, લલિતવિસ્તરામાં કહ્યું કે “પૂજા દ્રવ્ય-ભાવનો સંકોચ છે તેને સ્પષ્ટ કરતાં પંજિકાકાર કહે છે –
પ્રતિપતિ પણ=ચાર પ્રકારની પૂજામાંથી ચોથી પ્રતિપત્તિ પૂજા પણ, દ્રવ્ય-ભાવનો સંકોચ જ છે, એ પ્રકારનો ભાવ છે. ભાવાર્થ -
પૂર્વે નમુત્થણે અરિહંતાણં' પદનો અર્થ કરતાં કહ્યું કે મસ્તુ શબ્દ “પ્રાર્થના અર્થમાં છે, તેથી ભાવનમસ્કારની પ્રાર્થના માટે નમો સ્તુ એવો પ્રયોગ કરાય છે. ત્યાં કોઈ શંકા કરતાં કહે છે –
જેઓને ભાવનસ્કાર પ્રાપ્ત નથી થયો તેઓને દુષ્કર એવા ભાવનમસ્કારની પ્રાપ્તિ અર્થે નમો સ્તુ બોલવું ઉચિત છે, પરંતુ સામાન્યથી સર્વને મસ્તુ બોલવું ઉચિત નથી; કેમ કે જેઓ ભાવનમસ્કાર પામેલા છે તેઓને ભાવનમસ્કાર સિદ્ધ હોવાથી ભાવનમસ્કારની પ્રાપ્તિના સાધનરૂપ પ્રાર્થના સંગત નથી, આમ છતાં તે પ્રકારનું સૂત્ર હોવાથી ભાવનમસ્કારવાળા પણ મહાત્મા નમો મસ્તુ બોલે તો તેઓને મૃષાવાદની પ્રાપ્તિ થાય; કેમ કે “અસદભિધાન એ મૃષાવાદ છે એ પ્રકારનું શાસ્ત્રનું વચન છે, અને ભાવનમસ્કાર સિદ્ધ થયો છે તેવા મહાત્મા “મને ભાવનમસ્કાર થાઓ' એમ બોલે તે અસદભિધાન છે.
અહીં પ્રશ્ન થાય કે ભાવનમસ્કારવાળા મહાત્મા નો મસ્ત બોલે તે અસદભિધાન કેમ છે ? તેથી કહે છે
પોતાનામાં ભાવનમસ્કારનો સભાવ હોવાને કારણે પ્રાર્થના દ્વારા ઇચ્છનીય એવો ભાવનમસ્કાર પોતાનામાં પ્રાપ્ત થવો ઘટતો નથી. છતાં “મને ભાવનમસ્કાર પ્રાપ્ત થાઓ' એ પ્રકારે પ્રાર્થના કરવામાં આવે તો મૃષાવાદની પ્રાપ્તિ થાય.
આ પ્રકારની પૂર્વપક્ષીની આશંકામાં ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં કહે છે – પૂર્વપક્ષીનું આ કથન અર્થ વગરનું છે; કેમ કે પૂર્વપક્ષીને ભાવનમસ્કારના પરમાર્થનું જ્ઞાન નથી. વળી, ભાવનમસ્કારનો પરમાર્થ શું છે ? તે સ્પષ્ટ કરે છે –