________________
રાધનપુરમાં થયું. ત્યારે તેઓશ્રીના વિનીત અને વાસી શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી રૈવતવિજયજી મહારાજે પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ ઉપર ચેત્રીસ ઉપવાસની મહાન તપશ્ચર્યા કરેલી. શ્રી રાધનપુર સંધે પૂજ્ય શ્રી આચાર્યદેવની પુણ્ય નિશ્રા પામી અભૂતપૂર્વ અક્ષયનિધિ, ચિત્યપરિપાટી ઉપધાન તપ, આદિ ઘણાં શાસન પ્રભાવનાનાં સત્કાર્યો બજાવ્યાં હતાં. તેની શુભ થાદગિરિમાં સુકતાભિલાષા જે સજજનોએ આ ગ્રંથ પ્રકાશનમાં દ્રવ્ય સહાય કરી છે, તેમજ સં. ૨૦૦૫ના વૈશાખ માસમાં પુનાના મુત ચંદ્રભાણસ્નાં વિધવા ધર્મપત્ની ધના ભાઈએ પૂજ્યશ્રી પરમગુરૂદેવના વરદ હસ્તે શ્રી તારંગા તીર્થ ઉપર ભગવાન બેસાડ્યા તેની પુણ્ય યાદગિરિમાં તેમણે અને તેમનાં સ્વજનોએ પણ આ ગ્રંથ પ્રકાશમાં જે દ્રવ્ય સહાય સમપેલ છે, તેઓ સર્વને પણ અમે સાભાર યાદ કરીએ છીએ.
આ ગ્રંથ પ્રકાશિત કરવા પાછળ અમારી મહેનત સં. ૨૦૦૦થી ચાલુ છે. તે પાંચ વર્ષે સફલ થતી જોઈ અને હર્ષ થાય છે. મુદ્રણ અને મુદ્રણાલયોના સંબંધમાં વર્તમાનમાં કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેને જેમને નિત્ય અનભવ છે તેઓ આવા વિલંબથી કે પ્રસ્તુત મુદ્રણમાં ખૂબ ધ્યાન આપવા છતાં અશુદ્ધિ વિગેરે જે કાંઈ જુજ ત્રુટીઓ રહી જવા પામી હોય તેનાથી આશ્ચર્ય નહિ અનુભવે, એવી અમને ખાત્રી છે. મુદ્દાની અશુદ્ધિઓ વિગેરેનું શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે, તે જોતાં પ્રમાણમાં ઘણી ઓછી થયેલી છે એમ જરૂર દેખાઈ આવશે. વળી અભ્યાસપૂર્ણ વિસ્તૃત વિષયસૂચિ તેમજ વિશેષનામાનુક્રમાદિ પણ મહોપકારી પૂજ્યશ્રી સંપાદક મહાત્માએ પોતે મહેનત લઈને તૈયાર કરી આપેલ છે, તે આ ગ્રંથમાં આપવામાં આવેલ છે, તે તરફ પણ વાંચનું અમે ધ્યાન ખેંચીશું.
આ ટૂંક નિવેદન અમે પૂરું કરીએ તે પૂર્વે એ ધ્યાનમાં રહે કે આ પ્રકાશન, પૂજ્ય ગુરૂદેવના પ્રથમ શિષ્યરત્ન મુનિરાજ શ્રી રક્ષિતવિજયજી, જેઓ સં. ૧૯૯૦માં કાલધર્મ પામી ગયેલ છે, તેમના પુણ્ય સંસ્મરણાર્થે અર્પણ કરેલ છે. તેમનો ટ્રેક પરિચય અને આપ સ્થાને સમજી અમે તે લખવાની રજા લઈએ છીએ–