________________
૬ છઠ્ઠા પરિચ્છેદમાં પ્રમાણ–ફલનું લક્ષણ, પ્રમાણાભાસ વિગેરેનું
સ્વરૂપ વર્ણવ્યું છે. ૭ સાતમા પરિચ્છેદમાં નય, નયાભાસ વિગેરેનું વર્ણન કર્યું છે.
આઠમા પરિચ્છેદમાં વાદનુ લક્ષણ, વાદી–પ્રતિવાદી–સભ્યસભાપતિ વિગેરેના સ્વરૂપનું વર્ણન કરેલ છે. આ રીતે વિવિધ વિષયોના વર્ણન દ્વારા આ ગ્રંથ સમાપ્ત કરેલ છે.
આ ગ્રંથ કેટલાક સમયથી અપ્રાપ્ય હતો. અને અભ્યાસકોને ઘણી મુશ્કેલીઓ પડતી હતી. આથી ન્યાયદર્શન નિષ્ણાત, પ્રખર વ્યાખ્યાતા પૂ. આચાર્યદેવ વિજયરામસૂરીશ્વરજી ડહેલાવાળાએ આ ગ્રંથ છપાવી અભ્યાસકોને સુલભ કરી આપેલ છે.
જ્ઞાન પંચમી સંવત ૨૦૪૦
પં. બાબુભાઈ સવચંદ શાહ શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જનતત્ત્વજ્ઞાનશાળા અમદાવાદ.